સફલા એકાદશી, જાણો એકાદશી સાથે જોડાયેલ માન્યતા પૂજાવિધી અને ફળ વિશે

સર્વ મનોકામના સિદ્ધ સફલા એકાદશી ૯ જાન્યુઆરી શનિવાર નાં દિવસે છે. હિંદુ પંચાંગ અનુસાર પોષ માસ કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી ને પોષ એકાદશી પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુની આરાધના માટે આ વ્રતને કરવાથી જીવન નાં દરેક વિઘ્નો દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
એકાદશી સાથે જોડાયેલ માન્યતા
આ દિવસે વ્રત રાખવાથી માન્યતા છે કે જે લોકો શુદ્ધ મનથી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે અને વ્રત રાખે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરાણ અનુસાર જે લોકો આ એકાદશીનું વ્રત રાખે છે તેના દરેક ખરાબ કર્મ રાજા મ્હ્ષમતિ નાં મોટા દીકરા લુંમ્બ્ક નાં ખરાબ કૃત્યોની જેમ નષ્ટ થઈ જાય છે. આ વ્રત કરનાર ને સારા આચરણ અને સદગુણો ની પ્રાપ્તિ થાય છે.
પૂજા વિધિ
સફલા એકાદશી ની પૂજા પણ અન્ય એકાદશીની જેમ જ થાય છે સવારે ઊઠી સ્નાન કર્યા બાદ આખા ઘરમાં ગંગાજળ છાંટવું અને ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવી તુલસીજી નાં પાન, અગરબત્તી, સોપારી નાળિયેર, અને ફળોનો ભગવાન વિષ્ણુને પ્રસાદ ધરાવવો. એકાદશીનું વ્રત સાથે જોડાયેલ કથા કરવી. ધ્યાન રહે કે, વિષ્ણુજીની સાથે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણજી ની પણ પૂજા કરવી. આ દિવસે કેટલાક લોકો પોતાના ઘરમાં સત્ય નારાયણ ની કથા પણ રાખે છે અને રાત્રીનાં જાગરણ પણ કરે છે.
એકાદશી નાં દિવસે ભૂલીને પણ આ કાર્ય કરવા જોઈએ નહિ. એકાદશીન નાં દિવસે સવારે વહેલું ઊઠવું જોઈએ અને સાંજનાં સમયે સુવું જોઇને નહિ. શાસ્ત્ર અનુસાર એકાદશીનાં દિવસ ને ખૂબ જ વિશેષ ગણવામાં આવે છે. એકાદશી નાં દિવસે ચોખાનું સેવન ભૂલથી પણ કરવું જોઈએ નહિ. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ આ દિવસે ચોખા નું સેવન કરેછે તેનો કીટ યોની માં જન્મ થાય છે. એકાદશી નો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ આરાધના કરવી. એકાદશીનાં દિવસે તમારે ધ્યાન રાખવું કે, તમારા વ્યવહારમાં સંયમ રાખવો અને સાત્વિકતા નું પાલન કરવું. એકાદશી નાં દિવસે માંસ મદિરાનું સેવન ભૂલથી પણ કરવું નહીં. એકાદશી નાં દિવસ ને શુભ ગણવામાં આવે છે તે દિવસે સામર્થ્ય અનુસાર દાન જરૂર કરવું. એકાદશી નાં દિવસે ગંગા સ્નાન કરવું ખૂબ જ શુભ ગણાય છે સંભવ હોય તો ગંગા સ્નાન જરૂર કરવું. એકાદશી નાં દિવસે માતા લક્ષ્મીજી ની પણ પૂજા કરવી જોઈએ તેનાથી બંને પ્રસન્ન થઈને વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. એકાદશીનું વ્રત રાખનારને સારું સ્વાસ્થ્ય સંતાનસુખ, પારિવારિક સુખ, મનવાંછિત ફળ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.