સૈફ અલી ખાન નાં પહેલા લગ્ન માં ૧૧ વર્ષની બાળકી હતા કરીના કપૂર, અંકલ કહીને અભિનેતા ને આપી હતી શુભેચ્છા

અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરિના કપૂર બોલીવૂડન નાં સૌથી ફેમસ કપલ છે. હાલમાં જ તે બીજીવાર પેરેન્ટસ બન્યા છે. તમને જણાવી દઈએ કે, કરીના કપૂરે બેબી બોયને જન્મ આપ્યો છે. કરીના કપૂરે રવિવારે દીકરાને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે, કરિના કપૂર અને સૈફ અલી ખાને ઓગષ્ટ ૨૦૨૦ માં એ વાત ની ધોષણા કરી હતી કે, તે બીજીવાર પેરેન્ટસ બાવા માંગે છે. આ પહેલાં પણ તેમને એક દિકરો છે જેનું નામ તૈમુર છે. આજે અમે તમને આ અવસર પર સૈફ અલી ખાન અને કરીના કપૂર ની પ્રેમ કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે જણાવી દિએ કે, કરીના કપૂર અને સૈફ અલી ખાન નાં આ બીજા લગ્ન છે. સૈફ અલી ખાન નાં પહેલા લગ્ન અમૃતા સિહ સાથે થયા હતા. ત્યારે કરીના ફક્ત ૧૧ વર્ષ ની બાળકી હતા.
સૈફ અલી ખાનના પહેલા લગ્નમાં ૧૧ વર્ષની બાળકી હતા કરીના કપૂર
સૈફ અલી ખાન બોલીવુડ નાં એક શાનદાર અભિનેતા છે. તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન નાં પહેલા લગ્ન તેના સમયમાં ફેમસ રહી ચૂકેલી અભિનેત્રી અમૃતા સિંહ સાથે ૧૯૯૧ માં થયા હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહે એક બીજાને લગભગ ત્રણ મહિના ડેટ ર્યા અને તેઓએ લગ્ન કરી લીધા હતા. ખબર અનુસાર એવું જણાવવામાં આવે છે કે, તેમના લગ્ન થી સૈફ અલી ખાન નાં માતા પિતા બિલકુલ રાજી ન હતા. પરંતુ સૈફ અમૃતાને ખુબ જ પ્રેમ કરતા હતા. અને તેમણે પોતાના પ્રેમ માટે કોઈની વાત માની નહતી. અને બંને એ લગ્ન કરી લીધા હતા.
સૈફ અલી ખાન અને અમૃતા સિંહ નાં લગ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી નાં દરેક સ્ટાર્સ સાક્ષી બન્યા હતા. તેમાં રણધીર કપૂરની દીકરી કરીના કપૂર પણ સામેલ થયા હતા. સૈફ અલી ખાન નાં પહેલા લગ્ન દરમિયાન કરીના કપૂર ૧૧ વર્ષની હતા. સૈફ અલી ખાન ૨૦ વર્ષ નાં હતા. બંને વચ્ચે ઉમર માં ૧૦ વર્ષનો તફાવત છે. એવું જણવામાં આવે છે કે, કરીના કપૂરે લગ્નમાં સૈફ અલી ખાનને લગ્નની શુભેચ્છા દેતા કહ્યું હતું કે, “કોંગ્રેચ્યુલેશન્સ અંકલ” ત્યારે સૈફ અલી ખાને કરિના કપૂર ને રિપ્લાય આપ્યો હતો “થેન્ક યુ બેટા”
આ રીતે શરૂ થઈ સૈફ અને કરીના કપૂર ની પ્રેમ કહાની
સૈફ અલી અને કરીના કપૂર ની પ્રેમ કહાની ની વાત કરીએ તો ખબર અનુસાર જાણવા મળ્યું છે કે, ફિલ્મ નાં શૂટિંગ દરમિયાન તેઓની મુલાકાત થઈ હતી. અને ધીરે ધીરે તેઓ બંને વચ્ચે પ્રેમ સંબંધ મજબૂત થયો હતો. ફિલ્મ ‘ટશન’ દરમિયાન તેમની વચ્ચે પ્રેમ થયો હતો. બંનેએ એકબીજાને લગભગ ૫ વર્ષ સુધી ડેટ કર્યા. અને આખરે ૧૬ ઓક્ટોબર ૨૦૧૬ માં તેઓ બંને લગ્નગ્રંથિથી જોડાયા.