સાઇનસ ની સમસ્યા થી પરેશાન છો તો, અજમાવો આ ઘરેલૂ ઉપાય હંમેશ માટે મળશે રાહત

સાઇનસ ની સમસ્યા થી પરેશાન છો તો, અજમાવો આ ઘરેલૂ ઉપાય હંમેશ માટે મળશે રાહત

બદલાતી ઋતુ ની સાથે બીમારીઓ પણ વધી રહી છે. તેથીજ કહેવામાં આવે છે કે, આ સમય દરમિયાન લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સમય દરમ્યાન ઋતુઓમાં પરિવર્તન આવી રહ્યુ છે. અને લોકો વધારે માં વધારે બીમાર પડી રહ્યા છે. કોરોના વાયરસ નાં સંક્રમણ ને લીધે બીમારીઓ પણ ઘાતક થઈ ગઈ છે. બદલાતી ઋતુ ની અસર વ્યક્તિ ની રોગપ્રતિકારક શક્તિ પર પડી રહી છે. બદલાતી ઋતુનાં લીધે તાવ, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. આ ઋતુમાં સાઇનસ થી પીડાતા લોકોને ખૂબ જ પરેશાની નો સામનો કરવો પડે છે.જોકે સાયન્સ એવી બીમારી છે કે જેની શરૂઆત સર્દી, જુકામ અને એલર્જી થી થાય છે. ઘણીવાર લોકો નું નાક જામ થઈ જાય છે. તેને લોકો સિમ્પલ સર્દી સમજે છે. સાઇનસ ની સમસ્યા થવાથી હંમેશા લોકો કોઇ દવા નો કે ઈનહેલર નો ઉપયોગ કરે છે. જોકે આ સમસ્યા માટે ઘરેલૂ ઉપાય કરી શકાય છે. આજે આ પોસ્ટમાં અમે તમને એવા ઉપચાર વિશે જણાવીશું કે જે સાઇનસ ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી થશે.

Advertisement

સાયન્સ નાં લક્ષણો

સાયન્સ સંક્રમણ એલર્જી, શરદી, જુકામ અને કેમિકલ ઇરિટેશન ને લીધે થાય છે. જેમાં સામાન્ય રીતે બીજા ઘણા લક્ષણો પણ જોવા મળે છે. સાયનસ ની સમસ્યા થવાથી વ્યક્તિ નાં ચહેરા પર ભીનાશ અને સામાન્ય તાવ જેવું મહેસૂસ થાય છે. સાઇનસ થવાથી ક્યારેક કાન અને દાંતમાં પણ પીડા થાય છે. નાક થી શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ગળામાં ખરાશ ની સાથે કયારેક ચહેરા પર સોજા પણ જોવા મળે છે.

આ ઘરેલૂ ઊપાય થી સાઇનસ માં રાહત મળશે

સાઈનસ ની સમસ્યા માં નાક માંથી હંમેશા પાણી નીકળતું રહે છે. એવામાં નાસ લેવાનું બેસ્ટ ગણાય છે. એક મોટા મોઢાવાળા વાસણ માં ગરમ પાણી લઈ તેમાં તમારું મોઢું પાસે રાખી અને એક ટુવાલ થી ઢાંકી લો. ગરમ પાણીની વરાળ શ્વાસમાં લો. જેમ-જેમ વરાળ અંદર જશે તેમ નાક ખુલવામાં મદદ મળશે. સ્ટીમ લેવાથી સાઇનસ ની સમસ્યામાં આરામ મળે છે. સ્ટીમ લેતી વખતે ગરમ પાણીમાં વિકસ કે ફુદીના નાં પાન પણ નાખી શકો છો.

 

ગરમ વસ્તુ નું સેવન કરવાથી સાઇનસ ની સમસ્યામાં આરામ મળે છે. ગરમ વસ્તુ થી બંધ નાક ખુલી જાય છે. તો બની શકે તો, આયુર્વેદિક ચા કે પછી ઉકાળો બનાવીને પીવો. સાયનસની સમસ્યા થી પીડાતા લોકોએ શરાબ થી દૂર રહેવું જોઈએ. તેનાથી સાઇનસ ની તકલીફમાં વધારો થાય છે.સાઇનસ ની તકલીફ માં ઘણીવાર નાક બંધ થઇ જાય છે. જેનાથી માથું ભારે લાગે છે. એવામાં ગરમ પાણી લેવું અને તેમાં ટુવાલ પલાળી તમારા ચહેરા ને તેનાથી ઢાંકી લેવો તેનાથી આરામ મળશે.

વધારે પડતું બેસીને કામ કરવાથી સાઇનસ ની સમસ્યા માં વધારો થાય છે. તમે સાઈનસ ની આ સમસ્યા થી રાહત ઈચ્છતા હો તો, જેટલો બને તેટલો આરામ કરવો. આરામ કરવાથી સાયન્સ માં જલદી રાહત થશે.તો આ હતા સાઈન્સ નાં અસરકારક ઘરેલુ ઉપચાર જેને અપનાવી ને તમે સાઇનસ ની સમસ્યાથી રાહત મેળવી શકો છો. સાઇનસ ની સમસ્યા થી પીડાતા લોકોએ આ ઉપચારો ને અવશ્ય અજમાવવા જોઈએ.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *