સલમાન ખાનને ભગવાન ની જેમ પૂજે છે આ સ્ટાર્સ કિડ્સ, એક્ટિંગમાં છે અનાડી પરંતુ બની ગયા સ્ટાર

સલમાન ખાન બોલિવૂડ નાં સુપરસ્ટાર છે. જેને કારણે ઘણા ઍક્ટરો આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. સલમાન ખાને બોલિવૂડમાં ઘણાં હીરો -હિરોઈન ને તક આપી છે. કેટલાક ની સાથે તેમણે પોતે કામ કર્યું છે. અને ઘણા ને તેમણે લોન્ચ કર્યા છે. સોનાક્ષી, કેટરીના, ડેઝી શાહ જેવી અભિનેત્રીઓં નું કેરિયર બનાવવામાં સલમાન ખાન નો મહત્વનો ફાળો રહ્યો છે. સલમાનખાન હાલના દિવસોમાં મહેશ માંજરેકર ની દીકરી સઈ માંજરેકર નું કરિયર સેટ કરી રહ્યા છે.
સઈ માંજરેકર
સઈ ફિલ્મ મેકર મહેશ માંજરેકર ની દીકરી છે. થોડા દિવસોમાં સઈ ને લોકો મોટા પડદા પર ડેબ્યુ કરતા જોઈ શકશો. હાલમાં જ તે સલમાન ખાન નાં શો બિગ બોસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે તેમની સાદગીને લોકોને ખૂબ જ પસંદ કરી હતી. મહેશ માંજરેકર સલમાન ખાનને ખૂબ જ નજીક માને છે. એવામાં તેમની દીકરી નું કેરિયર બનાવવા માટેની જવાબદારી સલમાન ખાનને આપી છે. અને તમે તો જાણો છો કે, સલમાન ખાન જેને લોન્ચ કરે છે તેનું કેરિયર ચોક્કસ બની જાય છે.
સોનાક્ષી સિંહા
બોલિવૂડમાં આજે સોનાક્ષી સિંહા સલમાનખાન ને કારણે છે અને સોનાક્ષી પોતે પણ તે વાત માને છે. સલમાન ખાને સોનાક્ષીને દબંગથી લોન્ચ કરી હતી. ત્યારબાદ સોનાક્ષી બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આજે સોનાક્ષી બોલિવૂડમાં નંબર વન છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક યુઝર્સે સોનાક્ષીને સલમાન ખાનની ચમચી કહ્યું હતું એના પર રીયેકટ સોનાક્ષીએ જવાબ આપ્યો હતો કે, હું છું સલમાન ખાનની ચમચી. તેજ મને બોલિવૂડમાં લઈને આવ્યા હતા.
અથીયા શેટ્ટી
આથીયા સલમાનની સાથે ફિલ્મમાં જોવા મળ્યા નથી પરંતુ તેમની હોમ પ્રોડકશન હાઉસની ફિલ્મ થી ડેબ્યુ કર્યું. અને તેની સાથે થી આદિત્ય પંચોલી જોવા મળ્યા હતા જે તેમની પહેલી ફિલ્મ હતી. ફિલ્મ રિલીઝ દરમ્યાન સલમાન ખાને ફિલ્મનું અને બન્ને સ્ટાર કિડ્સ માટે ખૂબ જ પ્રમોશન કર્યું હતું. એ કહેવું ખોટું નહી રહે કે, આદિત્ય પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીન માં સલમાનખાન નાં કારણે આવ્યા છે.
અરહાન ખાન
તમે વિચારતા હશો કે, આ અરહાન કોણ છે તમને જણાવી દઈએ કે, આ નામ તમારા માટે જરૂર નવું હશે. પરંતુ ઇન્ડસ્ટ્રીમાં લોકો આ છોકરાને ખૂબ જ સારી રીતે ઓળખે છે. ખબર મુજબ આવનારા દિવસોમાં સલમાનખાન તેમને લોન્ચ કરી શકે છે. જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અને અરબાઝ ખાન નાં દિકરા અરહાન છે. એવામાં સલમાન ખાન જલ્દી પોતાના ભાઈના દીકરા નું કેરિયર બનાવવાની પણ જવાબદારી લેવાના છે.