સંગમ નાં કિનારા પર શા માટે છે રામ ભક્ત હનુમાનજી ની મૂર્તિ, જાણો તેની પાછળનું રહસ્ય

ભગવાન શ્રીરામ નાં સૌથી મોટા ભક્ત હનુમાનજી નું નામ હમેંશા થી ચમત્કારો સાથે જોડાયેલું રહે છે. તેઓએ પોતાના બળ અને બુદ્ધિ થી કેટલાય ચમત્કારો કર્યા છે, પછી તે લક્ષ્મણજી માટે સંજીવની બૂટી લાવવાનું હોય કે પોતાના હૃદયમાં બેઠેલા શ્રી રામ અને માતા સીતા નાં દર્શન કરવાના હોય. હનુમાનજી ની ગાથા એવા કેટલાય ચમત્કારોથી ભરેલી છે. આ વાત નો આપણને બધાને ખ્યાલ છે કે, ભગવાન શ્રી રામ થી વધારે મંદિર તેમનાં ભક્ત હનુમાનજી નાં છે. દરેક ગલીમાં હનુમાનજીનું મંદિર જોવા મળે છે. પરંતુ તેના કેટલાક મંદિરો એવા છે જે ખૂબ જ ખાસ છે. એમાંનું એક મંદિર સંગમ કીનારે વિશ્રામ ની અવસ્થા માં છે. હનુમાનજી આ મંદિર ખૂબ જ ખાસ છે. કારણકે ત્યાં પવનપુત્ર હનુમાનજીની પ્રતિમા ઉભી નહિ પરંતુ સૂતેલી અવસ્થામાં છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે, સંગમ સ્નાન કર્યા બાદ જો કોઈ આ મંદિર નાં દર્શન કરવામાં ન આવે તો સ્નાન પૂર્ણ થતું નથી. તો ચાલો જાણીએ આ મંદિર નાં હનુમાનજી નું રહસ્ય અને કઈ રીતે થઈ હતી આ મંદિરની સ્થાપના
મંદિર નું રહસ્ય
દક્ષિણાભિમુખ હનુમાનજીની આ પ્રતિમા ૨૦ ફૂટ લાંબી છે સાથે જ તે પ થી ૭ ફૂટ નીચે જમીન માં દબાયેલી છે સંગમ નગરીમાં તેને મોટા હનુમાનજી, કિલા વાળા હનુમાનજી અને બાંધવાળા હનુમાનજી નાં નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે, હનુમાનજીની પ્રતિમા ની નીચે જમણા પગની નીચે કામદા દેવી અને ડાબા પગની નીચે અહિરાવણ દબાયેલ છે સાથે જ તેઓએ ડાબા હાથ પર શ્રીરામ, લક્ષ્મણજી અને જમણા હાથ પર ગદાધારણ કરેલી છે.માન્યતા છે કે, આ મંદિરમાં આવનાર ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. સૂતેલા હનુમાનજી નાં રહસ્યની વાત કરીએ તો કહેવામાં આવે છે કે, જ્યારે રાવણ ની સેનાને હરાવીને હનુમાનજી લંકા થી પરત આવી રહ્યા હતા ત્યારે તેમને થાક મહેસૂસ થવાના કારણે તેઓ વિશ્રામ કરવા માટે સંગમ તટ પર આવીને સુતા હતા.
આ મંદિર ૬૦૦ થી ૭૦૦ વર્ષ જૂનું માનવામાં આવે છે. કથાઓ મુજબ કનોજ નાં રાજા ને કોઈ સંતાન હતું નહીં એમાટે તેમના ગુરુએ તેમને એક ઉપાય જણાવ્યો હનુમાનજી ની એવી પ્રતિમા બનાવો છે જ્યારે તે રામ-લક્ષ્મણને નાગપાશ થી છોડાવવા માટે પાતાળ લોક ગયા હતા સાથે જ રાજાનાં ગુરુએ કહ્યું કે, પ્રતિમા વિધ્યાચલ પર્વત પરથી બનાવીને લાવજો ત્યારબાદ કનોજ નાં રાજા હનુમાનજીની પ્રતિમા વિધ્યાચલ પર્વત થી હોડીમાં લઈને આવી રહ્યા હતા ત્યારે અચાનક થી હોળી તૂટી ગઈ અને પ્રતિમા ડૂબી ગઈ રાજા દુઃખી મનથી ઘરે પાછા આવ્યા કહેવામાં આવે છે કે, કેટલાય વર્ષો બાદ ગંગાજી નાં જળ ઓછું થયું ત્યારે રામભક્ત ફક્ત બાબા બાલગીરી મહારાજ ને આ પ્રતિમા મળી હતી એને ત્યાંના રાજા એ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
મુગલ શાસન મૂર્તિ ને અડી શક્યા નહતા
જ્યારે ભારતમાં મુગલ શાસન આવ્યું ત્યારે તેઓએ હિંદુ મંદિરો ને તોડવાનું શરૂ કર્યું પરંતુ સંગમ કીનારે આવેલ આ મંદિરની પ્રતિમાને સૈનિકો હલાવી પણ શક્યા નહીં. કહેવામાં આવે છે કે, જ્યારે મુગલ સૈનિકો એ આ પ્રતિમા ઉપાડવાની કોશિશ કરી ત્યારે તે જમીનની અંદર ચાલી ગઈ હતી તે જ કારણે તે જમીન ની અંદર ૬ થી ૭ ફુટ નીચે દબાયેલી છે.