શનિદેવની આ કથા સાંભળવાથી થાય છે દુઃખોનો અંત, ધન સંકટમાંથી મળે છે મુક્તિ

શનિદેવની દ્રષ્ટિ ને નુકશાનકારક ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પર શનિદેવની દ્રષ્ટિ પડી જાય છે તે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે અને દુઃખોથી ભરાઈ જાય છે. શનિદેવની સાથે એક કથા સંકળાયેલી છે એ કથાનો ઉલ્લેખ બ્રહ્મપુરાણમાં કરવામાં આવ્યો છે. બ્રહ્મપુરાણ અનુસાર શનિદેવ ભગવાન કૃષ્ણ નાં ભક્ત હતા અને તેની ભક્તિમાં લીન રહેતા હતા. એક દિવસ શનિદેવ કૃષ્ણજી ની ભક્તિ કરી રહ્યા હતા ત્યારે તેમના પત્ની તેમને મળવા આવ્યા શનિદેવ નાં લગ્ન બાળપણમાં જ ચિત્રરથ ની કન્યા સાથે થયા હતા.
એક દિવસ ઋતુસ્નાન બાદ પુત્ર પ્રાપ્તિની કામના લઈને શનિદેવનાં પત્ની તેમની પાસે આવ્યા પરંતુ શનિદેવ પોતાની ભક્તિમાં લીન હતા એવામાં શનિદેવની પત્નીએ તેમની પ્રતિક્ષા કરવી પડી અને પ્રતિક્ષા કરતા તેમનો ઋતુકાળ નિષ્ફળ થઈ ગયો જેથી તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેમણે શ્રાપ આપ્યો શનિદેવને શ્રાપ આપતા તેમણે કહ્યું કે, આજથી આજથી જેના પર શનિ દેવ ની દ્રષ્ટિ પડશે તે નષ્ટ થઈ જશે. જોકે શનિદેવ છતાં પણ પોતાની ભક્તિમાં લીન હતા. ત્યાં જ પૂજા પૂર્ણ કર્યા બાદ પોતાની પત્ની પાસે ગયા ત્યારે તેમની પત્નીને મનાવા લાગ્યા તે દરમ્યાન શનિદેવની પત્ની ને પોતાની ભૂલ સમજાઈ અને તેણે શનિદેવને શ્રાપ આપવા માટે માફી માંગી. ત્યાર થી શનિદેવે પોતાનું મસ્તક નીચે રાખવાનું શરૂ કર્યું. જેથી તેમની દ્રષ્ટિ કોઈ નાં પર ના પડે.
એક અન્ય કથા અનુસાર જો શનિ ગ્રહ રોહિણી નક્ષત્ર નો ભેદ કરે તો પૃથ્વી પર બાર વર્ષો સુધી ઘોર દુષ્કાળ આવે છે. મહારાજ દશરથે એકવાર પંડિતોને પોતાની કુંડળી બતાવી પંડિતો એ શનિ ગ્રહ નાં રોહિણી નક્ષત્ર ભેદન વિશે જાણકારી આપી હતી. ત્યારે મહારાજ દશરથ પોતાનો રથ લઈને નક્ષત્ર મંડળ માં પહોંચ્યા ત્યાં જઈને સૌથી પહેલાં તેમણે શનિ દેવ ને પ્રણામ કર્યા અને પછી ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધ કરવા માટે કહ્યું. મહારાજ દશરથ ની કર્તવ્યનિષ્ઠા થી ખુશ થઈને શનિદેવે મહારાજ દશરથ ને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે રાજાએ કહ્યું કે જ્યાં સુધી સૂર્ય,નક્ષત્ર વગેરે છે ત્યાં સુધી તમારે સંકટ ભેદન ન કરવું શનિદેવે તેમને વરદાન આપ્યું. આ રીતે મહારાજ દશરથે શનિદેવ પાસે પોતાની અને પોતાની પ્રજા રક્ષા કરી જો શનિવાર નાં દિવસે ઉપરોક્ત કથા નો પાઠ કરવામાં આવેતો વ્યક્તિ નાં જીવનમાં થી ધન સંકટ સબંધી સમસ્યા દૂર થાય છે અને તેની રક્ષા શનિદેવ કરે છે. માટે શનિવાર નાં દિવસે શનિ દેવ સાથે જોડાયેલ આ બંને કથાઓ જરૂરથી વાંચવી.