સેનીટાઇઝર શું છે કઈ કંપની નાં સેનીટાઇઝર ઉપયોગ કરવો અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો ચાલો તેનાં વિશે જાણીએ

કોરોના મહામારી માંથી બચવા માટે જે વસ્તુઓ નાં ઉપયોગ ની સલાહ દેવામાં આવે છે તેમાંનું પહેલું માસ્ક અને બીજું વારંવાર હાથ ધોવાનું કહેવામાં આવે છે. મોઢા પર લગાવામાં આવતા માસ્ક વિશે તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ હાથ ધોવા માટે સેનીટાઇઝર નાં ઉપયોગ ની સલાહ દેવામાં આવે છે. આજના સમય માં લોકો મોટેભાગે સાબુથી જ હાથની સફાઇ કરતા હોય છે. પરંતુ જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે ત્યારથી સેનીટાઇઝર નાં ઉપયોગ ની સલાહ આપવામાં છે. જો કે વિદેશો માં તો હાથની સફાઇ માટે સેનીટાઇઝર જ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ભારતમાં ઘણા લોકો આજે પણ એવા છે કે જે તેનાથી અજાણ છે. લોકો જાણવા ઉત્સુક હોય છે કે સેનીટાઇઝર શું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો. અમે અહીં તમને તેના વિશે જણાવીશું. જણાવી દઈએ કે કોરોના વાયરસ આવવાથી તે કોઈ પણ જગ્યા પર ઉપલબ્ધ ન હતું. હવે જયારે લોકો એ તેની ખરીદી એટલી બધી વધારી છે કે હાલ દરેક જગ્યા પર આસાની થી મળી રહેછે. જો કે સેનીટાઇઝર એક ઇંગલિશ શબ્દ છે. તેથી લોકો ને તેનો અર્થ ખબર નથી તેનો ગુજરાતી મતલબ કરીએ તો SANITISE એટલે સ્વચ્છ થાય છે. જો તેને સરળ શબ્દો માં સમજીએ તો હેન્ડ સેનીટાઇઝર એક એવી વસ્તુ કે જેનાથી તમે તમારા હાથ સ્વચ્છ કરી શકો છો.
જ્યારે સાબુ થી હાથ સાફ કરવા માટે પાણી ની જરૂર પડે છે. જયારે સેનીટાઇઝર થી તમે પાણી વિના જ હાથ સાફ કરી શકો છો. તેના માટે તમારે તમારા હાથ માં સેનીટાઇઝર ની થોડી માત્રા લઈને બંને હાથો પર સારી રીતે લગાવી દેવી. જેનાથી તમારા હાથ પાણી વગર જ સ્વસ્છ થઈ જશે. સેનીટાઇઝર પણ ઘણા પ્રકાર નાં આવે છે. જેવી રીતે જેલ, ફોર્મ કે ટિશ્યુ નાં સ્વરૂપ માં આવેછે. આખી દુનિયા માં સેનીટાઇઝર બનાવતી કંપનીઓ ની વધારે હશે. અહીંયા ધ્યાન દેવાની બાબત એ છે કે જે બ્રાન્ડ નાં સેનીટાઇઝર માં ૬૦ ટકાથી વધુ આલ્કોહોલ હોય તે હાથ સાફ કરવા માટે વધારે અસરકારક રહે છે. એટલા માટે જ તમે જ્યારે પણ કોઈપણ કંપની નું સેનીટાઇઝર ખરીદો ત્યારે તેની આલ્કોહોલ ની માત્રા ચકાસવી.
સેનીટાઇઝર કે સાબુ
સાબુ અને સેનીટાઇઝર બંને આપણા હાથમાંથી કીટાણું અને બેક્ટેરિયા ને દૂર કરે છે. પરંતુ કોરોના વાયરસ આવ્યો છે ત્યારે લોકો મૂંઝવણમાં છે કે તેનાથી બચવા માટે હાથની સફાઇ કરવા માટે સાબુ કે સેનીટાઇઝર બંને માંથી કોનો ઉપયોગ કરવો. કારણ કે, ન્યુઝ ચેનલો માં સેનીટાઇઝર નાં ઉપયોગ કરવા માટે સૂચન કરવામાં આવેછે. તેનાં ઘણા કારણો છે હાથમાં સાબુ અને પાણીને 30 સેકન્ડ સુધી લગાવવાથી ઘર્ષણ થાય છે અને તે કીટાણું ને મારી દે છે. પરંતુ સેનીટાઇઝર માં આ પ્રક્રિયા નથી થતી કારણ કે તેમાં હાજર આલ્કોહોલ લગાવવાથી જ બધા જીવાણુ ને મારે છે. જોકે હાથમાં પહેલાથી જ કોઈ રંગ કે કઇ કેમિકલ લાગેલ હશે તો તેની અસર થતી નથી.
શું સેનીટાઇઝર સંક્રમણથી રક્ષા કરે છે
સંશોધન ઉપરથી ખ્યાલ આવ્યો છે કે જો તમે તમારા હાથ આખા દિવસમાં ૪ થી ૫ વાર સેનીટાઇઝર થી સાફ કરો છો. તો સાબુનો ઉપયોગ કરવા વાળાનાં પ્રમાણમાં તમને ઓછા પ્રમાણમાં શરદી, જુકામ અને સંક્રમણ જોવામાં મળેછે
કયું સેનીટાઇઝર વધુ સારું
બજાર માં અલગ-અલગ પ્રકારના ઘણા સેનીટાઇઝર મળે છે. આમ લોકો ને મૂંઝવણ ઊભી થાય છે કે કઇ કંપની નું સેનીટાઇઝર ખરીદવું ત્યારે એ વાતનો ખ્યાલ રાખો કે સેનીટાઇઝર કોઈપણ કંપની નું હોય પણ તેમાં આલ્કોહોલ ની માત્રા ૬૦ ટકા હોવી જોઈએ.
બાકીના ૪૦ ટકા માં શું હોય છે
આમ જોવા જઈએ તો સેનીટાઇઝર ના ૪૦ ટકા ભાગમાં સુગંધ માટે નાખવામાં આવતા તત્વો અને કંઈક નિષ્ક્રિય તત્વો જોવા મળે છે. જો કે આલ્કોહોલ હાથનું મોઇશ્ચ્યુરાઇઝર ઓછું કરી દે છે તેથી તેનામાં મોઈશ્ચરાઈઝર પણ મેળવવામાં આવે છે.
સેનીટાઇઝર નો ઉપયોગ કેવી રીતે કરવો
સેનીટાઇઝર નો ઉપયોગ એકદમ સરળ છે. તમારે તમારી હાથમાં પાંચથી છ ટીપાં બંને હાથ પર સારી રીતે લગાવી અને પછી આંગળી ઓ અને નખ ની અંદર લગાવવું. સેનીટાઇઝર લગાવ્યા બાદ તમારે તમારા હાથને પાણીથી જોવાની જરૂર પડતી નથી. જોકે સેનીટાઇઝર 30 સેકન્ડ પછી ઉડી જાય છે.
ઘણી કંપનીઓ આલ્કોહોલ વગર સેનીટાઇઝર બનાવતી હોય છે. જેનો બીજા તત્વ રસાયણ અને ગ્રીન ટી માં ઉપયોગ કરે છે. આલ્કોહોલ મુક્ત સેનીટાઇઝર પણ અસરકારક હોય છે તેવું તેને બનાવતી કંપનીઓ કહેછે, પરંતુ આ વાત સાબિત થઇ નથી એટલા માટે જ આલ્કોહોલ યુક્ત સેનીટાઇઝર નો પ્રયોગ કરવો જ યોગ્ય રહેછે.