શનિવાર નાં દિવસે આ ચમત્કારી મંત્રના જાપ કરવાથી મળશે શનિદેવની વિશેષ કૃપા

શનિવાર નાં દિવસે શનિ દેવનું પૂજન કરવાથી તેનાં પ્રકોપથી રક્ષણ મળે છે. અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. જે લોકોનાં જીવનમાં સાડાસાતી ચાલી રહી હોય તેઓએ શનિવાર નાં દિવસે શનિદેવ ની પૂજા જરૂર કરવી જોઇએ. એવી માન્યતા છે કે, જે લોકો શનિવાર નાં દિવસે શનિદેવ ની પૂજા કરે છે અને નીચે જણાવેલ ઉપાયો કરે છે શનિદેવ ક્યારેય પણ તેને કષ્ટ આપતા નથી. તેથી તમે નીચે જણાવેલ સરળ ઉપાયો શનિવાર નાં દિવસે અવશ્ય કરો આ ઉપાય થી શનિદેવ નાં ક્રોધથી તમારી રક્ષા થશે
સરસવ નાં તેલનો દીવો
શનિદેવ ની પૂજા હંમેશા મંદિરે જઈને કરવી. ક્યારેય પણ શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવી નહીં. અને ઘરમાં તેની પૂજા કરવી નહીં. શનિવાર નાં દિવસે મંદિરે જઈ અને શનિદેવ ની સામે સરસવ નાં તેલ નો દીવો કરવો. સાથે જ કાળા તલ પણ શનિદેવ ને અર્પણ કરવા. આ ઉપાય કરવાથી શનિગ્રહ તમારા અનુકૂળ બની રહેશે.
કાળી વસ્તુઓનું દાન
શનિવાર નાં દિવસે સવારે પૂજા કર્યા બાદ કાળી વસ્તુનું દાન જરૂરથી કરવું. કાળો રંગ શનિદેવ સાથે જોડાયેલો છે. તેથી તે દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવું ઉત્તમ ગણાય છે. કાળી વસ્તુઓનું દાન કરવું ઉપરાંત તમે ચંપલ નું પણ દાન કરી શકો છો.
પશ્ચિમ દિશા તરફ મુખ રાખી પૂજા કરવી
શનિદેવ ની પૂજા કરતી વખતે શનિદેવ નાં મંત્રોનો જાપ કરતી વખતે તમારા મુખની દિશાનો ખ્યાલ જરૂરથી રાખવો. કારણકે શનિદેવ ને પશ્ચિમ દિશા નાં સ્વામી ગણવામાં આવ્યા છે. તેથી પૂજા કરતી વખતે તમારું મુખ પશ્ચિમ દિશા તરફ રાખવું.
વાદળી રંગના ફૂલ અર્પણ કરવા
શનિદેવ ને વાદળી રંગ ખૂબ જ પસંદ છે. તેથી તેની પૂજા કરતી વખતે વાદળી રંગનાં ફૂલ અર્પણ કરવા સાથે જ એ વાતનું ધ્યાન રાખવું કે પૂજા કરતી વખતે તેને લાલ રંગ ની કોઈપણ વસ્તુ ચડાવવી નહીં. કારણ કે લાલ રંગ મંગળ સાથે સંબંધિત છે. અને શનિ અને મંગળ શત્રુ ગણાય છે.
હનુમાનજીનું પૂજન કરવું
શનિવાર નાં દિવસે હનુમાનજી નું પૂજન કરવું શુભ ગણાય છે. આ દિવસે શનિદેવ ની સાથે હનુમાનજી ની સામે પણ સરસવ નાં તેલનો દીવો કરવો જોઈએ. માન્યતા છે કે જે લોકો આ દિવસે હનુમાનજી ની સામે દીવો કરે છે. અને તેમને સરસવનું તેલ અર્પણ કરે છે, તેનાં જીવનમાં ક્યારેય સાડાસાતી આવતી નથી.
શનિદેવ નાં મંત્રો
શનિદેવ ની પૂજા કરતી વખતે નીચે જણાવેલા મંત્રનો જાપ કરવો આ મંત્રનો જાપ કરવાથી શનિદેવ ની વિશેષ કૃપા રહે છે.
- ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:
- ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:
- ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम: