શનિવાર નાં દિવસે આ કાર્યો અચૂક કરવા જોઈએ, થઈ શકે છે જીવન નાં દરેક કષ્ટ દૂર

હિન્દુ ધર્મમાં અઠવાડિયા નાં દરેક દિવસનું વિશેષ મહત્વ હોય છે. દરેક દિવસ કોઈને કોઈ હિંદુ દેવી-દેવતાઓની સમર્પિત હોય છે. શનિવારનો દિવસ શનિદેવ નો હોય છે. આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવી શુભ ગણવામાં આવે છે. સૂર્યપુત્ર શનિદેવ ને ન્યાય નાં દેવતા કહેવામાં આવે છે. તે કર્મોના આધારે તમને ફળ આપે છે. એવામાં આજે તમને શનિવાર નાં દિવસ માટે કેટલાક ખાસ ઉપાયો જણાવવા જઇ રહ્યા છે. જો તમે શનિવાર નાં દિવસે આ કાર્યો કરો છો તો તમારા જીવન નાં તમામ દુઃખ અને સમસ્યા નું નિવારણ થઇ શકે છે.
સરસવનું તેલ
કાંસાની ધાતુથી બનેલી એક થાળી કે બાઉલમાં સરસવ નું તેલ ભરીને તેમાં તમારી છાયા પડવા દેવી અને ‘ઓમ શનેશ્વરાય નમઃ’ મંત્રનો ૧૧ વાર જાપ કરી ત્યારબાદ તે પાત્રને અને પાત્ર નું તેલ બંને શનિ મંદિર નાં બહાર બેઠેલ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું. આ ઉપાય સતત ૭ શનિવાર સુધી કરવો. આ દરમ્યાન શનિદેવ ને પ્રાર્થના કરવી કે તમારા દરેક કષ્ટ દૂર કરે અને તમારા પર તેની દયા બનાવી રાખે ભૂલચૂક માફ કરે.
પીપળા નાં વૃક્ષની પરિક્રમા
શનિદેવની સાડાસાતી દૂર કરવા માટે શનિવાર નાં દિવસે પીપળા નાં વૃક્ષની પરિક્રમા કરવાથી લાભ થાય છે. શનિવાર નાં દિવસે સાંજે અથવા સવારે પીપળા નાં વૃક્ષની પાસે જઈ તે સમય દરમ્યાન કાળા રંગના કપડા પહેરવા. પીપળાના વૃક્ષ નો સ્પર્શ કરી આશીર્વાદ લેવા અને તેની પરિક્રમા કરવી તમારા કષ્ટ દૂર થઈ જશે. પરિક્રમા કરતી વખતે ઓમ શનેશ્વરાય નમઃ મંત્ર નો જાપ કરવા આ ઉપાય દર શનિવારે કરવો.
હનુમાનજીની પૂજા
શનિવાર નાં દિવસે શનિદેવની સાથે-સાથે બજરંગ બલી ની પૂજા પણ કરવી જોઈએ તેનાથી તમારું ભાગ્ય ખૂલી જાય છે અને શનિદેવ નો ભય સમાપ્ત થઈ જાય છે. આ દિવસે માછલીઓને દાણા અને કીડીઓને લોટ ખવડાવવો થી ફાયદો થાય છે. તમારા ઉપર કોઈ કર્જ હોય તો તે પણ દૂર થાય છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થઇ શકે છે.
કાળી વસ્તુઓનું દાન
શનિવાર નાં દિવસે કાળી વસ્તુઓ જેમ કે, અડદની દાળ, કાળા કપડાં, કાળા તલ, કાળા ચણા વગેરેનું દાન કરવું શુભ ગણાય છે. આ વસ્તુઓ કોઈ ગરીબને દાન કરવી જોઈએ. તેનાથી તમારા શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. સાથે જ તમારી સાથે કોઈ કંઈ ખરાબ પણ થઇ શકતું નથી. આ ઉપરાંત શનિવાર નાં દિવસે શનિદેવને તેલ ચડાવવું અને હનુમાનજીને સરસવ નાં તેલનો દીવો કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે.