સંતાન પ્રાપ્તિ માટે જરૂર રાખો પુત્રદા એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

પુત્રદા એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી સંતાન યોગ બને છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. માટે જે લોકો ને બાળક ન હોય તેણે અથવા જે લોકોને પુત્રની ઈચ્છા હોય તે લોકોએ આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ સાથે જ તે દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુ ની પૂજા કરવી જોઈએ. માન્યતા છે કે પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી સંતાન નાં જીવનમાં સારો પ્રભાવ પડે છે અને સંતાન નું આયુષ્ય લાંબું થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર જે જાતક પુરા વિધિ-વિધાનથી પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે. જે દંપતિ નિ:સંતાન હોય છે તેઓને પુત્રની પ્રાપ્તિ થાય છે. જે લોકો ને બાળકો હોય છે તેનું ભાગ્ય ચમકી જાય છે. આ વર્ષે પુત્રદા એકાદશી ૨૪ જાન્યુઆરી નાં આવી રહી છે. આ એકાદશી રવિવાર નાં દિવસે આવી રહી છે.
પુત્રદા એકાદશી નું શુભ મુહુર્ત
જણાવી દઈએ કે, પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે જેમાં એક એકાદશી શ્રાવણ મહિનામાં આવે છે અને બીજી પોષ મહિનામાં આવે છે. આ વર્ષે આ એકાદશી ૨૪ જાન્યુઆરી નાં દિવસે આવી રહી છે. એકાદશીનો આરંભ ૨૩ જાન્યુઆરી શનિવારે રાતના ૮ : ૫૬ થશે જ્યારે વ્રત સમાપ્ત ૨૪ જાન્યુઆરી રવિવારે રાતના ૧૦:૫૭ થશે. પારણા નો સમય ૨૫ જાન્યુઆરી સવારે ૭:૧૩ થી ૯:૨૧ સુધી નો રહેશે.
પુત્રદા એકાદશી ની પૂજા વિધિ
- પુત્રદા એકાદશી નાં દિવસે સવારે ઉઠી પહેલા દાતણ થી દાંત સાફ કરવા ત્યારબાદ ઘરની સફાઈ કરી સ્નાન કરી શુદ્ધ થવું. ધ્યાન રાખવું કે, એકાદશી નાં દિવસે દાતણ થી દાંત સાફ કરવા જોઈએ.
- સ્વચ્છ વસ્ત્રો પહેરી અને પૂજા ઘર ની સફાઈ કરવી. બની શકે તો પીળા વસ્ત્ર ધારણ કરવા.
- પૂજા ઘરમાં એક બાજોઠ રાખી તેના પર પીળા રંગનું વસ્ત્ર રાખો અને તેના પર ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી.પછી ભગવાનને ફૂલ અને ફૂલ ની માળા અર્પણ કરવી.
- પૂજા શરૂ કરી અને મનમાં વ્રત માટેનું સંકલ્પ કરો ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી કથા અને મંત્રોનો જાપ કરવા. ત્યારબાદ આરતી કરવી.
- આ એકાદશી રવિવાર નાં દિવસે આવી રહી છે તેથી આ દિવસે સૂર્ય દેવની પૂજા પણ કરવી અને તેને અર્ધ્ય જરૂર અર્પણ કરવું.
- જો તમે એકાદશીનું વ્રત રાખો છો તો આ દિવસે ફક્ત ફળ અને દૂધનું સેવન કરવું દિવસમાં બે વાર જ આ વસ્તુઓનું સેવન કરવું.
- આ દિવસે મંદિરમાં ભગવાન નાં મંત્રોનો જાપ કરવા. રાત નાં સમયે સુતા પહેલા ભગવાન નાં મંત્રોના જાપ કરવા સવારે ઊઠી સ્નાન કરીને પૂજા કરી અને વ્રત તોડવું.
રાખો આ વાતોનું ધ્યાન
- એકાદશી નાં દિવસે ફક્ત જમીન પર જ સૂવું. અને જમીન પર બેસીને જ ભોજન કરવું આ દિવસે ભૂલથી પણ તુલસી નાં પાન તોડવા નહીં.
- તુલસીની પૂજા જરૂર કરવી અને ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તેને તુલસીનું પત્ર જરૂર અર્પણ કરવું. એકાદશી નાં આગળ નાં દિવસે તુલસી નાં પાન તોડી રાખવા.
- આ દિવસે કોઈ સાથે વાદવિવાદ કે ક્રોધ ન કરવો.
- એકાદશી નાં દિવસે લસણ અને ડુંગળીનો પ્રયોગ ન કરવો.
- એકાદશી નાં દિવસે ભૂલથી પણ ચોખા અને ચોખાથી બનેલી વસ્તુઓનું સેવન ન કરવું. એવું કરવાથી પાપ નાં ભાગીદાર બની જઈએ છીએ.