સંતોએ સ્ત્રીને પ્રેમ, ધન, અને સફળતા માંથી એક વસ્તુ માંગવાનું કહ્યું, સ્ત્રી એ ધનની જગ્યાએ

દરેક વ્યક્તિ સુખી જીવન ઈચ્છે છે. જીવન ને સુખી બનાવવા માટે પ્રેમની જરૂર હોય છે. પ્રેમ વગરનું ઘર નર્ક બની જાય છે. આ સંદર્ભમાં એક કથા જોડાયેલી છે. જે આ પ્રકારે છે એક સ્ત્રી ખૂબ જ ગરીબ હતી. તેનાં પરિવારમાં એક દિકરો અને પતિ હતા. સ્ત્રી દિવસ અને રાત ખેતરમાં કામ કરતી હતી. જેથી તેનાં જીવનમાં સુધારો આવી શકે અને તેની પાસે ધનની કમી ના રહે. એક દિવસ સ્ત્રી ઘરે જલ્દી આવી. જ્યારે તે ઘરે આવી ત્યારે તેનાં દિકરા એ કહયું માં ત્રણ સંતો ભિક્ષા માંગવા આવ્યા છે. ત્રણ સંતો ને જોઈને તેમણે કહ્યું મહારાજ તમને શું જોઈએ છે. સંતોએ સ્ત્રી ને કહ્યું અમે ભિક્ષા માંગીને અમારું જીવન પસાર કરીએ છીએ. અમે દરેક ગામમાં જઈને લોકો પાસેથી કંઈ ને કંઈ ભિક્ષા લઈએ છીએ. તેથી તમે જે ઈચ્છો તે ભિક્ષા અમને આપો. સ્ત્રીએ ત્રણેય સંતો ને ભોજન માટે આમંત્રિત કર્યા. ત્યારે એક સંતે કહ્યું કે, તમારા પતિ ક્યાં છે તે કેમ દેખાતા નથી. સ્ત્રીએ કહ્યું તે અત્યારે ખેતરમાં કામ કરી રહ્યા છે. સંતે કહ્યું તમારા પતિ ઘરે આવશે ત્યારે આપણે એકી સાથે ભોજન કરીશું.
થોડીવાર બાદ તેનો પતિ ઘરે આવ્યો. તેણે પતિને કહ્યું કે ત્રણ સંતો આવ્યા છે અને ઘરની બહાર તમારી રાહ જોઈ રહ્યા છે. મેં તેમને ભોજન માટે આમંત્રિત કર્યા છે. પરંતુ તેઓ એ તમારી સાથે ભોજન કરવાનું કહ્યું છે. સ્ત્રી ઘર ની બાજુમાં એક ઝાડ પાસે ગઈ. જ્યાં સંતો આરામ કરી રહ્યા હતા. સ્ત્રીએ સંતને કહ્યું કે, તેમના પતિ આવી ગયા છે ક કૃપા કરીને તમે લોકો આવીને ભોજન કરો. ત્યારે સંતે કહ્યું કે, અમે એકસાથે કોઈ ઘર માં નથી જાતા અમારું નામ ધન, સફળતા અને પ્રેમ છે. તેથી તમે તમારા પતિ સાથે મળીને નક્કી કરો કે અમારા ત્રણમાંથી તમે કોને ઘરની અંદર બોલાવા ઈચ્છો છો. યાદ રાખો કે જો તમે ધન ને અંદર બોલાવશો તો તમારું ઘર ધનથી ભરાઈ જશે. એ જ પ્રકારે પ્રેમ ને બોલાવશો તો તમારા ઘરમાં પ્રેમ વધશે અને સફળતાને બોલાવશો તો તમને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.
સ્ત્રીએ ઘરની અંદર જઈને તેમનાં પતિને પૂરી વાત કહી. તેમના પતિએ કહ્યું કે આપણે ધનને અંદર બોલાવવા જોઈએ એવું કરવાથી આપણા ઘર પૈસાથી ભરાઈ જશે. પરંતુ સ્ત્રીએ કહ્યું કે સફળતા ને બોલાવો પરંતુ તેનાં દીકરાએ કહ્યું આપણે પ્રેમને બોલાવા જોઈએ એવું કરવાથી ઘરમાં પ્રેમ વધશે. ખૂબ જ વિચાર કર્યા બાદ ત્રણેય એ નક્કી કર્યું કે આપણે પ્રેમ ને ઘરે બોલાવીશું સ્ત્રીએ સંતોની પાસે જઈને પોતાનો નિર્ણય કર્યો. પ્રેમ ને પોતાના ઘરે ભોજન કરવા માટે આમંત્રિત કર્યા. સ્ત્રીની સાથે પ્રેમ નામના સંત ઘરે અંદર આવ્યા. ત્યારે જ ધન અને સફળતા નામના સંત પણ તેની પાછળ પાછળ આવ્યા. સ્ત્રીએ કહ્યું કે તમે એકી સાથે ઘરમાં નથી જતા ને ત્યારે એક સંતે કહ્યું જો તમે ધન કે સફળતા ને આમંત્રિત કર્યા હોત તો ફક્ત એક જ તમારી સાથે તમારા ઘરમાં આવત પરંતુ તમે પ્રેમ ને આમંત્રિત કર્યા છે જ્યાં પ્રેમ હોય ત્યાં ધન અને સફળતા આપોઆપ જ જાય છે. જે ઘરમાં પ્રેમ હોય છે ત્યાં ખુશી નો વાસ હોય છે. તે ઘરમાં ધન, સફળતા અને શાંતિ રહે છે.