સંતોષી માતાનું વ્રત કરતી વખતે ક્યારેય ન કરવી આવી ભૂલો, નહિતર નહીં મળે પૂજાનું ફળ

શુક્રવારનાં દિવસે માતા સંતોષી નું વ્રત રાખવામાં આવે છે. સંતોષી માતા નું વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. એટલું જ નહીં જે લોકોને સંતાન ન હોય એ લોકો માતા સંતોષી નું સાચા મનથી વ્રત રાખે છે અને કથા સાંભળે છે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર માતા સંતોષી ભગવાન શ્રી ગણેશજી નાં પુત્રી છે. સંતોષી માં માનસિક અને શારીરિક શક્તિ આપે છે. માતાનું વ્રત નિયમ અને વિધિપૂર્વક રાખવાથી ધન, વિવાહ, સંતાન અને ભૌતિક સુખમાં વધારો થાય છે. જોકે માતા સંતોષીનાં વ્રત સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. વ્રત રાખનાર દરેક વ્યક્તિએ આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ. સાથે જ ભૂલથી પણ નીચે જણાવેલી ભુલો ન કરવી. વ્રતનાં સમય દરમિયાન જો વી ભૂલો કરવામાં આવે તો વ્રત સફળ નથી થતું.
પૂજા કરવાની વિધિ
- માતા સંતોષીનાં વ્રતની શરૂઆત શુક્લ પક્ષનાં પ્રથમ શુક્રવારનાં દિવસ થી કરવી અને સતત ૧૬ શુક્રવાર સુધી આ વ્રત કરવું.
- જે દિવસે માતા સંતોષી નું વ્રત રાખો તે દિવસે સૂર્યોદય પહેલાં ઊઠી અને ઘરની સારી રીતે સાફ સફાઈ કરવી. સ્નાન કર્યા બાદ પૂજા સ્થળ પર માતા સંતોષી ની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવી. પછી માતા ની સામે એક પાણી ભરેલો કળશમાં રાખવો. કળશ પર એક વાટકામાં ગોળ અને ચણા રાખવા.
- ત્યારબાદ માં ની સામે ઘીનો દીવો કરવો. અને માં ને ચોખા, લાલ વસ્ત્ર અને ચૂંદડી અર્પણ કરવા. અને માતાને ગોળ અને ચણાનો પ્રસાદ ધરાવવો. માતા સંતોષી સાથે જોડાયેલ કથા વાંચવી.
- માતા સંતોષી સાથે જોડાયેલ કથા વાંચતી વખતે તમારા હાથમાં ગોળ અને ચણા રાખવા. તેમજ કથા સમાપ્ત થયા બાદ તમારા હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા. તેમજ વાટકામાં પર રાખેલ ગોળ અને ચણા નો બધાને પ્રસાદ આપવો. આ વિધિ પ્રમાણે ૧૬ શુક્રવાર સુધી આ વ્રત કરવું.
આ નિયમોનું પાલન કરવું
- જે લોકો આ દિવસે માં સંતોષી નું વ્રત રાખે છે તેમણે ખાટી વસ્તુઓ ના ખાવી એટલું જ નહિ ઘરનાં દરેક સભ્યોએ પણ ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. એવી માન્યતા છે કે, તે દિવસે ખાટી વસ્તુઓ ઘરમાં બનાવવાથી અથવા તો ખાટી વસ્તુઓ નું સેવન કરવાથી માં સંતોષી નારાજ થઈ જાય છે.
- વ્રત નાં દિવસે ઘરમાં માંસાહારી ન બનાવવું અને શરાબનું સેવન ન કરવું.
- માતા ની કથા સાંભળતી વખતે માથા પર કપડું માથા પર કપડું ઓઢીને રાખવું જોઈએ.
- સંતોષી માતાનું વ્રત સતત ૧૬ શુક્રવાર સુધી રાખવું જોઈએ. જે દિવસે વ્રત પૂરું થાય એ દિવસે સાત કુંવારી કન્યાઓને ખીરનો પ્રસાદ આપવો. સાથેજ સંતોષી માતા નાં વ્રતની કથાની ચોપડી પણ જરૂર આપવી.
આ મંત્રનો જાપ જરૂર કરવો
માતા સંતોષી નાં મંત્રનો જાપ જરૂર કરવા. માં સાથે જોડાયેલ મંત્રનો જાપ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. સાથે જ મન તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને મનપસંદ વસ્તુ તમને મળી રહે છે. જે લોકોના જીવનમાં કલેશ ચાલી રહી હોય તેઓએ માતાનાં આ મંત્રનો જાપ કરવો જોઈએ. જે કુવારી કન્યાઓ માં સંતોષી નું વ્રત રાખે છે તેઓએ પણ આ મંત્રનો જાપ કરવો જે કુવારી કન્યાઓ મંત્રનો જાપ કરે છે તેને સારા જીવનસાથી મળેછે.
- पहला मंत्र–
श्री संतोषी देव्व्ये नमः
2.दूसरा मंत्र
ॐ श्री गजोदेवोपुत्रिया नमः
- तीसरा मंत्र
ॐ सर्वनिवार्नाये देविभुता नमः
- चौथा मंत्र
ॐ संतोषी महादेव्व्ये नमः
- पांचवा मंत्र
ॐ सर्वकाम फलप्रदाय नमः
- छठा मंत्र
ॐ ललिताये नमः