સપનામાં દેખાય છે આ ૫ વસ્તુ ઓ તો સમજો ખુલી ગઇ કિસ્મત, ખરાબ દિવસો નો આવશે અંત

આપણ ને બધાને સ્વપ્નાઓ આવે છે. ક્યારેક સારું સપનું હોયછે તો ક્યારેક ખરાબ અને ભયજનક સપનું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સપના માં જોવામાં આવેલી વસ્તુઓ નો સીધો સંબંધ આપણા ભાગ્ય સાથે હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપના માં જોવામાં આવતી દરેક વસ્તુનો એક ખાસ અર્થ હોય છે. એવામાં અમે આજે તમને સપના માં જોયેલા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્ય ખુલવા અંગે નિર્દેશ કરે છે. જો તમે પૂર્ણ લાભ મેળવવા માગતા હોવતો સપના ની વાત કોઈને પણ કરવી જોઈએ નહીં.
ગાય ની સેવા
જો તમે સપના માં તમારી જાતને ગાયની સેવા કરતા જુઓ તે ખૂબ શુભ ગણવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે તમારી કિસ્મત જલ્દી જ બદલાવાની છે. તમારા ખરાબ દિવસો પૂર્ણ થવાના છે. તમારા જીવનમાં ઘણી સારી ઘટનાઓ થવાની છે. આ સપનું જ્યારે આવે ત્યારે ગાયને લીલું ઘાસ નાખવું.
ઘર માં છાણ લિપવું
જો તમે તમારી જાતને ઘરમાં છાણ લીપતા જુઓ તો આ એક સંકેત છે કે જલ્દી જ તમારું ભાગ્ય ઉજ્જ્ળ બનશે. આ પ્રકારનું સપનું આવે ત્યારે ભૂખ્યા ને ભોજન અને જરૂરિયાત મંદને મદદ કરવી જોઈએ. આ ઉપરાંત સપનું જોયા પછી ફળનું દાન કરવું પણ ખૂબ જ શુભ ગણાય છે.
આંગણામાં મોરનું નાચવું
જો તમે તમારા સપના માં તમારા ઘરનાં આંગણામાં મોરને નાચતો જુઓ તો તે પણ એક સારા ભાગ્ય નો સંકેત છે. આ સપનું જોયા પછી તમારૂ દુર્ભાગ્ય ક્યારેય તમારી નજીક નહીં આવે. આ સપનું જોયા પછી ગરીબ ને તેલનું દાન જરૂરથી આપવું.
કેળા નું વૃક્ષ જોવું
જો સપનામાં તમને કેળાનું વૃક્ષ જોવા મળે તો તેને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેનાથી તમારું ભાગ્ય એટલી હદ સુધી સારું થશે કે તમારું દરેક કાર્ય કોઈ જાતના વિઘ્ન વગર પૂરું થઈ જશે. આ સપનું જોયા પછી તમારે પીળા રંગના ભોજન નું દાન કરવું જોઈએ.
દરવાજા ને ખૂલતાં જુઓ
સપનામાં પોતાની જાતને પોતાન માટે દરવાજો ખુલતાં જુવો તે ખૂબ સારો સંકેત ગણવામાં આવે છે. આનો મતલબ એવો થાય છે કે તમારા ભાગ્ય નાં દરવાજા જલ્દી જ ખોલવાના છે. આ સપનું જોયા પછી કોઈ પણ જરૂરીયાત મંદ કે ગરીબને પીળા રંગ અથવા નારંગી રંગના કપડા દાન કરવા જોઈએ. એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે જો તમે લાભ મેળવવા માંગતા હોવ તો, આ સપનાઓ વિશે કોઈને જણાવવું નહીં.