સપનામાં દેખાય આ જાનવરો તો સમજવું કે ચમકવાનું છે ભાગ્ય, થશે ધનવર્ષા

સપનામાં દેખાય આ જાનવરો તો સમજવું કે ચમકવાનું છે ભાગ્ય, થશે ધનવર્ષા

સપનામાં દેખાતી વસ્તુઓ નો શું અર્થ હોય છે તેનો ઉલ્લેખ સ્વપ્ન શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનામાં દેખાતી દરેક વસ્તુઓ ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે સંકેત આપે છે. તેથી જો તમને સપના આવતા હોય અને તેમાં કોઈ વસ્તુઓ દેખાતી હોય તો તેને તેની અવગણના કરવી નહીં. માનવામાં આવે છે કે, દરેક વ્યક્તિઓને સપના આવે છે જોકે ઘણા કેટલાક લોકો સવાર સુધીમાં સપનામાં શું જોયું તે ભૂલી જાય છે જો સપનામાં જાનવર કે પશુ-પક્ષી દેખાય તો ભવિષ્યમાં થનાર ઘટના વિશે સંકેત છે. જાનવર સાથે અલગ-અલગ પ્રકારનાં સંકેતો જોડાયેલા હોય છે. જો સપનામાં નીચે જણાવેલ જાનવરો દેખાય તો તમારે ખુશ થવાની વાત છે કારણ કે આ જાનવરોનું સપનામાં દેખાવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

ગાય

હિન્દુ ધર્મમાં ગાયને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને માન્યતા છે કે ગાય ની અંદર દેવી-દેવતાઓ નિવાસ કરે છે ગાય દેખાય તેનો મતલબ છે કે ધનલાભ થવાનો છે સપનામાં ગાયનું દેખાવું સુખ-સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. સપનામાં ગાય દેખાય તે ખૂબ જ શુભ ગણાય છે અને સપનામાં ગાય દેખાઈ તેને દરેક બાજુથી સફળતા મળવાના સંકેત હોય છે. ગાય દૂધ આપતી હોય તેવું સપનું દેખાય તો તેનો મતલબ છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. અને કાબરચીતરી ગાય દેખાય તો વેપારમાં લાભ મળવાના સંકેતો છે. આજ પ્રકારે ગાયને તમે ઘાસ ખવડાવતા હોવ કે ગાયની કોઈ પ્રકારની સેવા કરતા હોવ તેવું સપનું દેખાય તો તેનો મતલબ એ છે કે, જીવનમાંથી દરેક પરેશાની દૂર થઈ જવાની છે.

હાથી

સપનામાં જો દેખાય તો તેને પણ શુભ માનવામાં આવે છે. સપનામાં હાથી દેખાવા નો અર્થ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ સાથે જોડાયેલો છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમને સપના માં હાથી દેખાય તો સમજવું કે તમારા રોકાયેલા દરેક કાર્ય પૂર્ણ થઇ શકશે. હાથી ને માંલક્ષ્મીજી સાથે જોડીને જોવામાં આવે છે તેથી હાથી દેખાય તો અર્થ લાભ પણ થઈ શકે છે. માટે જયારે સપનામાં હાથી દેખાય ત્યારે તમારે મંદિરે જઈને માં લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી એવું કરવાથી તમને જલદી ફળ પ્રાપ્ત થાય છે.

માછલી

સપનામાં જો માછલી દેખાય તો તે એક શુભ સંકેત છે. સપનામાં તમે માછલી ને ખાવાનું આપતા હોવ એવું દેખાય તો તેનો મતલબ છે કે, તમારા જીવનમાં અપાર ધન પ્રાપ્તિ થવાની છે. શાસ્ત્રોમાં માછલીને માં લક્ષ્મી નાં આગમનનું સૂચક ગણવામાં આવે છે માછલીનું સપનામાં દેખાવું  ધનલાભ થવાના સંકેત છે.

કાચબો

 

સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં કાચબો દેખાય તેનો મતલબ ઘરમાં અને જીવનમાં સુખ શાંતિ આવવાની છે. આ ઉપરાંત જે લોકોને કાચબો સપનામાં દેખાય છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. તેથી સપનામાં કાચબો આવે તો સમજવું કે તમારા સારા દિવસો શરૂ થવાના છે. આ જ પ્રકારે કોઈ વૃક્ષ પર તમે ચડતા હોવ તેવું દેખાય તો તે પણ અચાનક ધન પ્રાપ્તિનો સંકેત છે. જો કોઈ તમને ધન આપતું દેખાય તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *