સપનામાં પૂર્વજો નું આવવું શુભ કે અશુભ, જાણો તેની પાછળ નું રહસ્ય

સપનામાં પૂર્વજો નું આવવું શુભ કે અશુભ, જાણો તેની પાછળ નું રહસ્ય

રાતનાં સૂતી વખતે સપનાં આવવા એ સામાન્ય વાત છે. જોકે સપનાઓ આપણી મનોસ્થિતિ પ્રદર્શિત કરે છે એટલે કે, દિવસ દરમિયાન જે વિચારો આપણા મગજમાં આવી રહ્યા હોય તે તે જ ક્યારેક રાતનાં સપના નાં રૂપમાં આવે છે. ઘણીવાર સપના આનંદદાયી હોય છે તો ઘણી વાર ખૂબ જ ડરાવી દે છે. ઘણીવાર આપણને સપનામાં પૂર્વજો દેખાય છે  જેને લોકો હંમેશા અશુભ માને છે. આમ તો આપણે પૂર્વજો નું ખૂબ જ સમ્માન કરીએ છીએ. પરંતુ સપનાં જોઈને ગભરાઈ જઈએ છીએ. આવો જાણીએ પૂર્વજો સાથે જોડાયેલ વિભિન્ન પ્રકાર નાં સપનાં આવે તો તેનો મતલબ શું થાય છે.

 

જ્યારે લોકોને સપનામાં પૂર્વજો દેખાય છે ત્યારે તે લોકો વિચારે છે કે તે આપણા પાસે થી કંઇક ઈચ્છે છે. ત્યાં જ ઘણા લોકો એવા પણ હોય છે પૂર્વજો સપનામાં દેખાય તેનો અર્થ અશુભ માની લે છે.  જ્યારે તેનો અર્થ અને શુભ અશુભ બંને પ્રકાર નો થાય છે. ચાલો જાણીએ આજે તમને જણાવીએ કે, પૂર્વજો સાથે જોડાયેલા કયા સપનાઓ શુભ ફળ આપે છે અને કયા સપનાઓં નું પરિણામ અશુભ મળેછે.

જો સપનામાં પૂર્વજો ખૂબ જ ખુશ અને પ્રસન્ન મુદ્રામાં દેખાય તો સ્વપ્નશાસ્ત્ર અનુસાર તેનો અર્થ છે કે તમારા દ્વારા કરવામાં આવેલ કર્મોથી તમારા પૂર્વજો ખુશ થયા છે અને તેના કારણે તમારા સપનામાં આવીને તમને આશીર્વાદ આપે છે. ખાસ કરીને જો દિવસોમાં શ્રાદ્ધ નાં દિવસો માં આ સપનું આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાદ્ધ નાં દિવસોમાં પૂર્વજોનું સપનામાં આવવાનો અર્થ છે કે, તમારા દ્વારા કરવામાં આવેલ શ્રાદ્ધ કાર્ય થી તેઓ પૂરી રીતે સંતુષ્ટ છે

પૂર્વજો સાથે વાત કરવી

કેટલાક ગ્રંથોમાં આ વાત જણાવવામાં આવી છે કે. જે વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તેની ઘણી ઇચ્છાઓ અધૂરી રહી જાય છે તેનાથી તે વ્યક્તિની આત્મા પરલોક જઈ શકતી નથી અને ધરતી પર ભટક્યા કરે છે. જે હમેંશા પોતાના પરિવાર નાં લોકોના સંપર્કમાં આવવાનો પ્રયાસ કરે છે અને એવું કરવા માટે તે ઘણીવાર તમારા સપના માં પણ આવે છે. સપના માં આવીને પોતાની ઈચ્છા જણાવી છે. જો તમને પણ આ પ્રકારનું સ્વપ્ન આવે તો જરૂર પૂર્વજો નાં નામથી જરૂરિયાત મંદ લોકોને દાન અવશ્ય કરવું.

પૂર્વજો રડતા અને બીમાર દેખાય

જો સપનામાં પૂર્વજો ની ખરાબ સ્થિતિમાં દેખાય તે રડતા કે બીમાર દેખાય ત્યારે આ પ્રકારનું સ્વપ્ન સારું ગણાતું નથી. સ્વપ્નશાસ્ત્ર અનુસાર તેનો અર્થ થાય છે કે, આવનારા દિવસોમાં કોઈ જરૂરી કામ માં વિધ્ન આવી શકે છે.  તમારા સપનામાં પૂર્વ ખરાબ પરીસ્થિતિ હોય તો આવનાર દિવસોમાં તમારા જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. એવામાં તમારે સારા જ્યોતિષ ને મળીને તેની પાસે તમારી કુંડળી નાં આધારે જાણો કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે કે નહીં જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તેને દૂર કરવાના ઉપાય જરૂર કરવા.

પૂર્વજો ને ભોજન કરાવવું

જો સપનામાં દેખાય કે તમે પૂર્વજો ને ભોજન કરાવી રહ્યા છો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે તેનો અર્થ થાય છે આવનારા દિવસોમાં તમે જે કામ કરવાના છો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે.  આ ઉપરાંત તેની સાથે બેસીને તમે ભોજન કરતા હોવ તેવું સપનું આવે તો તેનો મતલબ છે કે, તમારા પર તેના આશીર્વાદ છે અને તમારો આવનાર સમય ખૂબ જ સારો રહેશે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *