સારા અલી ખાન આ વ્યક્તિ સાથે પસાર કરવા ઈચ્છે છે પોતાની પૂરી લાઈફ, સાંભળીને માં અમૃતા એ આપ્યો આ જવાબ

સારા અલી ખાન આ વ્યક્તિ સાથે પસાર કરવા ઈચ્છે છે પોતાની પૂરી લાઈફ, સાંભળીને માં અમૃતા એ આપ્યો આ જવાબ

બોલીવુડ નાં નવાબ એટલે કે, સૈફ અલી ખાને બે લગ્ન કર્યા છે. સેફ અલી ખાન ને કરીના કપૂર થી પહેલા અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને બે બાળકો છે. એક દીકરી સારા અને એક દીકરો ઈબ્રાહીમ. સારા અને ખૂબ જ નાના હતા ત્યારે અને અમૃતા અને  સૈફ અલગ થયા હતા. ત્યારબાદ સારા અને ઇબ્રાહીમ પોતાની માં પાસે રહેતા હતા અને અમૃત એજ સિંગલ પેરેન્ટ્સ બનીને બંને બાળકોનો ઉછેર કર્યો છે. અમૃતા સિંહ એ ક્યારેય પોતાના બંને બાળકોને કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નથી.

આજ કારણે સારા પોતાની માં સાથે ખૂબ જ ક્લોઝ બોર્ડિંગ શેયર કરે છે. અમૃતા અને સારા એકબીજા સાથે મિત્રો વાળો સંબંધ ધરાવે છે. સારા પોતાની દરેક વાત પોતાની માતા અમૃતાને સાથે શેયર કરે છે. કહેવામાં આવે છે કે, સારા ની અંગત જિંદગીમાં અમૃતા મહત્વની ભૂમિકા નિભાવે છે. જાણવામાં તો એ પણ મળ્યું છે કે, અમૃતા ની સંમતી વગર સારા પોતાના જીવન નો કોઈ નિર્ણય લેતી નથી. ચાલો જાણીએ આખરે કોણ છે તે જેની સાથે સારા પોતાની પૂરી જિંદગી પસાર કરવાનું ઇચ્છે છે.

બોલિવૂડ ની યંગ અભિનેત્રી સારા અલી ખાન નાં ઇન્ટરવ્યૂમાં તેણે એક વાતનો ખુલાસો કર્યો હતો કે, તે પોતાનું પૂરું જીવન કોની સાથે રહેવા ઇચ્છે, સારા એ બિન્દાસ અંદાજ માં કહ્યું હતું કે તે પોતાની માતા અમૃતા સાથે તે પૂરી લાઈફ વિતાવવાનું પસંદ કરે છે. સાથે જ સારા એ જણાવ્યું હતું કે, તેમની માતા અમૃતા ખૂબ જ ગુસ્સો કરે છે. સારા અલી ખાને ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે જ્યારે પણ અમૃતાને પૂરી લાઈફ તેની સાથે વિતાવવાનું કહે છે ત્યારે તે નારાજ થઈ જાય છે. નારાજ એટલા માટે થાય છે. કારણ કે દરેક માં ની જેમ તેમનું પણ સપનું છે કે, તેમની દિકરી નાં લગ્ન ધામધૂમથી થાય. સારા કહે છે કે, મારી વાત સાંભળીને મારી માતા નારાજ થઈ જાય છે ત્યારે હું કહું છું કે, લગ્ન બાદ પણ હું તમારી સાથે જ રહીશ એમાં શું પ્રોબ્લેમ છે.

માં અને દીકરી નો સંબંધ વર્ણવો ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને જ્યારે દીકરી મોટી થઈ જાય અને માં નો પડછાયો બની જાય. જયારે દીકરીને સમજ માં આવી જાય છે કે, એક બાળકનુ પોષણ કરવા માટે કેટલી પરેશાની થાય છે. આ જ કારણે મોટી ઉંમરમાં છોકરીઓ પોતાની માં સાથે ઈમોશનલ કનેક્ટ થઇ જાય છે. એવામાં સારા ઇચ્છે છે કે, તે હંમેશા પોતાની સાથે રહેશે જોકે આ વાત ઘણી દીકરીઓ નાં મનમાં હોય છે જે હંમેશા પોતાની માં સાથે રહેવાનું ઈચ્છે છે. પરંતુ સામાજિક પરંપરાને કારણે લગ્ન બાદ છોકરીઓને સાસરે જવું પડે છે અને સાસરે જઈને પતિ સાથે રહેવાનું યોગ્ય માનવામાં આવે છે. ત્યાંજ છોકરીઓ લગ્ન બાદ પણ પોતાના માં-બાપ સાથે રહે છે તો સમાજ તેનો સ્વીકાર કરતો નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *