સરળતાથી મેળવી શકો છો માખણ જેવી કોમળ ત્વચા, અજમાવો રસોડામાં છુપાયેલ ઉપાયો

શિયાળાની સિઝનમાં સૌથી મોટી સમસ્યા ડ્રાય સ્કીન ની રહેછે. ડ્રાય સ્કીન ને લીધે દરેક લોકોને પરેશાની થાય છે. આ પરેશાની જુના સમયમાં પણ લોકોને હતી પરંતુ તે સમયે કોઈપણ પ્રકાર નાં ક્રીમ કે લોશન મોજૂદ ન હતા. સવાલ એ છે કે, તે સમએ લોકો કઈ રીતે પોતાની સ્કિનની દેખભાળ કરતા હતા તેનો સૌથી સરળ જવાબ હોઈ શકે છે દરેક ઘરમાં મળતી મલાઈ અને દેશી ઘી આ બન્ને વસ્તુઓ થી સરળતાથી અને સારી રીતે સ્કીન ની કેર કરી શકાય છે. આજે પણ દરેક ઘરમાં આ બંને વસ્તુ હાજર હોય છે. આજે દરેક લોકો પોતાની સ્કિન પર ઘી લગાવવાનું પસંદ કરતા નથી. કારણ કે તેની સુગંધ ખૂબ જ અલગ હોય છે. અને બજારમાં આજે શુદ્ધ ઘી મળતું પણ નથી. આ બદલે તમે તમારી સ્કિન પર રોજ દૂધમાંથી નીકળેલી તાજી મલાઈ લગાવી શકો છો તેનાથી તમારી સ્કિન પ્રાકૃતિક રીતે સોફ્ટ રહેશે જેનાથી તમે તમારી સ્કિનને હંમેશા તરોતાજા રાખી શકો છો.
- તમે તમારી સ્કિન પર મલાઈ સીધી પણ લગાવી શકો છો જો તમને મલાઈ ની સુગંધ સારી ન લાગે તો મલાઈ ની અંદર ચંદન પણ ઉમેરી શકો છો. ચંદન તમને વ્હાઈટ ટોન આપવામાં પણ મદદ કરશે. આ ઉપાયથી તમારી સ્કીન એક નાના બાળકની જેમ ચમકશે
- દરેક ને ખ્યાલ હોય છે કે, મલાઈ નું નિર્માણ દુધ માંથી થાય છે તેમાં પ્રોટીન અને લેકીટક એસિડ ખૂબ સારી માત્રામાં હોય છે તેની સાથે જ તેમાં નેચરલ ચીકાશ પણ દૂધ કરતા વધારે હોય છે માટે તે સ્કિનની દેખભાળ સારી રીતે કરે છે એટલું જ નહીં મલાઈ નેચરલ હીલર ની જેમ કામ કરે છે. મલાઈ સ્કિનને સારી રીતે સાફ તો કરે જ છે સાથે જ સ્કીન માં ભીનાશ આપે છે. અને સ્કિનને આખા દિવસ માટે મોઇશ્ચરાઇઝર કરે છે જેનાથી શિયાળાની સિઝનમાં પણ તમારી ત્વચા માં ડ્રાયનેસ આવતી નથી અને તેનાથી તમે સ્કિન સમસ્યાથી પણ બચી શકો છો.
- તમે મલાઈ ને તમારા આખા શરીર પર લગાવી શકો છો. જો તમારી સ્કિન વધારે ડ્રાય થઈ ગઈ હોય તો મલાઈ ની અંદર ગુલાબજળ અને લીંબુનો રસ લગાવીને સારી રીતે શરીર પર લગાવવાથી ખૂબ જ જલદી રાહત થાય છે. આ મિશ્રણ અડધી કલાક સુધી લગાવી રાખ્યા બાદ સારી રીતે સ્નાન કરી શકો છો.
- જો તમે તમારી સ્કિન પર મલાઈ લગાવવા ઇચ્છતા ન હોય તો એક અન્ય રીતે સ્કિનને તરોતાજા રાખી શકો છો. તેના માટે તમે તમારી ત્વચા પર સરસવ નાં તેલ માલિશ કરી શકો છો. નાહવાના એક કલાક પહેલા સરસવ નાં તેલ થી માલિશ કર્યા બાદ નવસેકા પાણીથી સ્નાન કરી લેવું. જણાવી દઈએ કે, સરસવ નાં તેલમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણો હોય છે.