શરીર કેન્સર પહેલા આ સંકેતો આપવાનું શરૂ કરે છે, સમય રહેતાં થઈ જાવ સાવધાન

શરીર કેન્સર પહેલા આ સંકેતો આપવાનું શરૂ કરે છે, સમય રહેતાં થઈ જાવ સાવધાન

આજકાલ લોકોનું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે. વ્યસ્ત જીવનશૈલી ને લીધે દરેક વ્યક્તિ પોતાનાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ બેદરકાર થઈ ગયા છે. જેનાં કારણે દરેક ને અનેક પ્રકાર ની બીમારીઓ આવી શકે છે. આમ તો દરેક પ્રકાર ની બિમારી ખતરનાક હોય છે પરંતુ કેન્સર એક એવી બીમારી છે જે જાનલેવા ગણવામાં આવે છે. આ સમય માં કેન્સર ની બીમારી વધી રહી છે. તેનો ઈલાજ પણ હજી સુધી મળ્યો નથી. કોઈ પણ ઉંમર માં કેન્સર ની બીમારી થઇ શકે છે. કેન્સર ની બિમારી થી મૃત્યુ આંક વધી રહ્યો છે. મૃત્યુ વધવા નાં કારણો છે કે કેન્સર નાં લક્ષણો ની ઘણા સમય પછી ખબર પડે છે. વધારે પડતા લોકો તો કેન્સર નાં લક્ષણો ને ઓળખી પણ શકતા નથી. જેના લીધે, આ બીમારી ગંભીર રૂપ લે છે. આજે અમે તમને કેન્સર નાં શરૂઆત નાં લક્ષણો વિશે જાણકારી આપી રહ્યા છે. જેનાથી શરૂઆતી લક્ષણો નો સમયસર ખ્યાલ આવવા થી આ બીમારી થી બચી શકાય.

Advertisement

શ્વાસ ચડવો

તમે રોજ વ્યાયામ અથવા તો દોડ કરો છો તેનાથી તમને શ્વાસ ચડે છે. પરંતુ જે કોઈ લોકો ને વ્યાયામ કે દોડ કર્યા વગર જ શ્વાસ ચડે છે તો આ સમસ્યા તમારી તંદુરસ્તી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો દરરોજ માટે આ રીતે શ્વાસ ચડે તો શરૂઆતી કેન્સર નો સંકેત માનવામાં આવે છે. જો તમને આવી પરેશાની હોય તો તરત જ તમારા ડોક્ટર નો સંપર્ક કરવો.

ભૂખ ઓછી લાગવી

કેન્સર ની બીમારી ની ચપેટ માં બાળકો હોય કે મોટા દરેક વ્યક્તિ આનો શિકાર થઈ શકે છે. ક્યારેક એવું પણ બને છે કે ભૂખ ઓછી લાગે છે. આ સમસ્યા પાચનતંત્ર સાથે જોડાયેલી છે. પરંતુ પાચન ક્રિયા ખરાબ હોય તો તે જલદી થી ઠીક થઈ જાય છે. પરંતુ જો તમને ઘણા દિવસો થી ભૂખ ઓછી લાગતી હોય તો, આવી સ્થિતિ માં સાવધાન થઈ જવું જોઈએ. અને જલ્દી થી તમારા ડોક્ટર નો સંપર્ક કરવો જોઈએ. ઘણા સમય થી ભૂખ ઓછી લાગવી એ પણ કેન્સર નો શરૂઆતી લક્ષણ છે.

લોહી નીકળવું

જો તમને થુંક્તી વખતે કે પેશાબ કરતી વખતે લોહી નીકળે છે તો તરત જ તમારા ડોક્ટર નો સંપર્ક કરો. આ સમસ્યા તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

ઘાવ જલ્દી થી સારો ન થવો

તમને શરીર પર કોઈ પણ જગ્યા એ લાગ્યું હોય અને ધાવ થઈ ગયો હોય, દવા કરવા છતાં પણ તેમાં ફેર ના પડે તો તમારા ડૉક્ટર નો સંપર્ક કરવો. નાનો એવો ધાવ આગળ જઈને મોટી બિમારી નું રૂપ ધારણ કરી શકેછે.

શરદી અને ખાંસી રહેવી

વાતાવરણ નાં પરિવર્તન થી શરદી ખાંસી થાય તે વસ્તુ સામાન્ય છે. પરંતુ ઉપચાર કર્યા પછી પણ સારું ન થાય ને લાંબા સમય સુધી ઉધરસ અને શરદી ની તકલીફ હોય તો આવી સ્થિતિ માં તમારા ડૉક્ટર ની સલાહ લેવી. જો લાંબા સમય થી શરદી ઉધરસ હોય તો તે કેન્સર નું શરૂઆતી લક્ષણ માનવામાં આવે છે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *