સરકાર દ્વારા આ ચાર વાતોને ધ્યાનમાં રાખીને, કોરોના વેક્સીન સૌપ્રથમ કોને આપવી તે નક્કી થશે

જ્યારથી કોરોનાવાયરસ ફેલાયો છે. ત્યારથી દરેક વ્યક્તિ તેની વેક્સીન ની રાહ જોઈ રહયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જણાવ્યા મુજબ ભારતમાં થોડા સમયમાં જ કોરોના વેક્સિન તૈયાર થઈ જશે. વિજ્ઞાનિકો એ તેને બનાવવામાં સફળતા મેળવી લીધી છે.
સરકારે કોવિડ૧૯ અભિયાનની બેઠકમાં થોડી વાતો જણાવી છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, સૌ પ્રથમ વેક્સીન કોરોના મહામારી થી પીડાતા લોકોનો ઇલાજ કરનાર હેલ્થ કેર વર્કર્સ આપવા માં આવશે. આ વાયરસ થી સંક્રમિત થવાનું સૌથી વધારે જોખમ તેઓને હોય છે. તેથી સૌ પ્રથમઆ વેક્સીન ડોક્ટર, નર્સ જેવા હેલ્થ કેર સ્પોર્ટ સ્ટાફ ને આપવામાં આવશે. સેકેન્ડ પ્રાયોરીટી માં ત્યારબાદ પોલીસ, ફાયરબ્રિગેડ, નગર નિગમ જેવા સેક્ટરમાં કાર્ય કરતા લોકો પણ કોરોના સંક્રમણ ની વચ્ચે નજીકથી કામ કરે છે.
એવામાં આ ગ્રુપનાં લોકોને રસીકરણ માટે સેકન્ડ પ્રાયોરિટી આપવામાં આવી છે. કોવિડ ૧૯ વાયરસ ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને સૌથી વધારે પ્રભાવિત કરે છે. તેથી કોવિડ રસીકરણ લિસ્ટમાં ૫૦ વર્ષથી વધુ ઉંમર નાં વડીલોને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. તમારી ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે પરંતુ તમને ડાયાબિટીસ, અસ્થમા જેવી ગંભીર બીમારી છે તો આવા વાળા લોકો પ્રથમ પ્રાયોરીટી માં જ વેક્સિન લઈ શકે છે. ત્યારબાદ પણ વેક્સિંગ આપતી વખતે પ્રાયોરિટી ના આધારે વેક્સિન આપવામાં આવશે. આ રીતે સરકાર દ્વારા નક્કી કરેલ પ્રાયોરીટી વાઇઝ દરેક વ્યક્તિને વેક્સીન માટે બોલાવવામાં આવશે.