શાહરુખ ખાન અબજો રૂપિયા નાં માલિક હોવા છતાં પણ પોતાનાં મિત્રો નાં ડિનર નું બિલ ચુકવતા નથી, જાણો તેનું કારણ

શાહરુખ ખાન અબજો રૂપિયા નાં માલિક હોવા છતાં પણ પોતાનાં મિત્રો નાં ડિનર નું બિલ ચુકવતા નથી, જાણો તેનું કારણ

શાહરુખ ખાન બોલિવૂડ નાં કિંગ કહેવામાં આવે છે. એક સમય થી શાહરુખ ખાન ઈન્ડસ્ટ્રી માં છવાયેલા છે. વર્તમાન માં પણ તે ઘણી ફિલ્મો માં જોવા મળીયા છે. પરંતુ હવે તેની ફિલ્મો થોડી ઓછી આવે છે. આમ છતાં તેની લોકપ્રિયતા ઓછી થઇ નથી. આજે પણ તેને કરોડો લોકો ફોલો કરે છે.હાલમાં જ શાહરુખ ખાન ની ટ્વિટર પર # એએસકેએસઆર સેશન રાખ્યું હતું. તેમાં તેણે ટ્વિટર પર ફ્રેન્ડ્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલો નાં જવાબ આપ્યા હતા. એ સમય દરમ્યાન એસઆરકે એ પોતાની અંગત જિંદગી વિશે, કામ અને પરિવાર થી જોડાયેલી ઘણી વાતો ચર્ચા કરી હતી. એક ફેન્સે પૂછ્યું કે, જ્યારે તમે ડિનર માટે તમારા ‘નોન ફેમસ  મિત્રો’ સાથે જાવ છો ત્યારે તમે બધા બીલ શેર કરો છો કે પૂરુ બીલ તમે જ આપો છો.

Advertisement


આ સવાલ નો જવાબ આપતા શાહરુખે કહ્યું હતું કે કોઈ ફેમસ છે કે નહીં તે વાત થી મને કંઈ ફરક નથી પડતો. બિલ હંમેશા તે લોકો જ ભરે છે, હું મારી પાસે પૈસા નથી રાખતો. હકીકત માં શાહરુખ જ્યારે ઘર ની બહાર જાય છે ત્યારે પોતાની સાથે પૈસા રાખતા નથી. એટલા માટે જ તેની સાથે ડિનર કરનારે જ બિલ ચૂકવવું પડે છે.

જેમકે તમે બધા જાણો છો કે શાહરુખ મુંબઈ માં પોતાનાં કરોડો રૂપિયા નાં બંગલો ‘મન્નત’ માં રહે છે. એવામાં એક ફ્રેન્સે શાહરૂખ ને સવાલ કર્યો કે ‘ભાઈ તમે મન્નત ને વેચવાના છો’ આ સવાલ પર શાહરુખે સરસ જવાબ આપ્યો કહયું, ‘ભાઈ મન્નત વેચાતી નથી સર ઝુકાવી   ને માંગવી પડે છે.” આ વાત યાદ રાખશો તો જિંદગી માં કંઈક મેળવી શકશો.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા શાહરુખ ખાન પોતાની પત્ની અને પુત્ર સાથે આઈપીએલ જોવા માટે દુબઇ ગયા હતા. ત્યાં તેની આ ફોટો વાયરલ થઈ હતી આ ફોટો માં તેનાં દેખાવ માં ખૂબ પરિવર્તન જોવા મળેછે. શાહરુખ ખાન છેલ્લીવાર ૨૦૧૮ માં ‘ઝીરો’ ફિલ્મ માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ ચાલી ન હતી. શાહરુખ ખાન એકવાર ફરી પાછા પડદા પર આવવા જઈ રહ્યા છે. આ વખતે તે સાઉથ ની ફિલ્મો નાં ફેમસ ડાયરેક્ટર ઇટલી ની આવનારી ફિલ્મ માં  જોવા મળશે આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ હશે.

Advertisement

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *