સવાર સાંજ પળવાર માં ગાયબ થઈ જાય છે આ મંદિર, જાણો તેની સાથે જોડાયેલ કથા

આપણા દેશમાં આમ તો ઘણા મંદિરો સ્થાપિત છે જેની પાછળ કોઈને કોઈ ચમત્કાર છુપાયેલો છે. અને આ ચમત્કારો આગળ વૈજ્ઞાનિકો એ પોતે પણ હાર માની લીધી છે. આમ રોજબરોજ કોઇના કોઇ ચમત્કાર જોવા મળે છે જેનાથી ભક્તોની ભગવાન પ્રત્યેનો વિશ્વાસ વધતો જ રહે છે આજે અમે તમને એક એવા શિવજી નાં મંદિર વિશે જણાવવાના છીએ કે જેને વિશે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આ શિવમંદિર રોજ કેટલોક સમય જોવા મળેછે અને અમુક સમય પર જોવા મળતું નથી ચાલો જાણીએ આ મંદિર વિશે વિસ્તારથી
આ મંદિર ગુજરાતમાં સ્થિત છે અને આ મંદિરને સ્તંભેવર મહાદેવ ના મંદિર નાં નામથી ઓળખવામાં આવે છે. ભગવાન શિવજી નું આ મંદિર રોજના બે વાર સવારે ને સાંજે કેટલા સમય પૂરતું ગાયબ થઈ જાય છે. ભગવાન શિવજીનું અનોખુ અને ચમત્કારિક મંદિર ગુજરાતમાં વડોદરાથી લગભગ ૪૦ કિલોમીટર દૂર અરબસાગર નાં તટ પર આવેલું છે એવું કહેવામાં આવે છે કે, આ મંદિર ની શોધ આજથી લગભગ ૧૫૦ વર્ષની પહેલા થઈ હતી. આ મંદિરમાં જે શિવલિંગ છે તેની ઉચાઇ ૪ ફૂટ અને વ્યાસ ૨ ફૂટ નો છે.
આ મંદિર સમુદ્ર નાં કિનારા પર છે તેથી જ્યારે પણ સમુદ્રમાં જવાર આવે છે ત્યારે આ મંદિર પુરી રીતે પાણીમાં ડૂબી જાય છે જ્યારે ઉતરી જાય છે ત્યારે મંદિર પાછુ જોવા મળે છે. જ્યારે ભક્ત મહાદેવ નાં મંદિરે દર્શન કરવા માટે જાય છે ત્યારે તેના માટે વિશેષ રૂપથી પહોચ આપવામાં આવે છે. જેની અંદર દર્શન થવાનો સમય લખવામાં આવે છે. તેથી શ્રદ્ધાળુઓને કોઇ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે નહીં જ્યારે પણ જવાર આવે છે તે સમય દરમિયાન ચારે તરફ પાણી ભરાઇ જાય છે. તે સમય દરમિયાન શિવજી ની શિવલિંગ નાં દર્શન થતા નથી ત્યારે જવાર ઉતરે છે ત્યારે તેનાં દર્શન થાય છે. ભગવાન શિવજી નાં આ ચમત્કારિક મંદિર નાં દર્શન કરવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. મંદિર પ્રત્યે લોકોનો અતુટ વિશ્વાસ જોવા મળે છે. લોકો આ મંદિરમાં પોતાના જીવનની મુશ્કેલીઓને દૂર કરવા માટેની પ્રાર્થના કરવા માટે આવે છે.