સવાર સવારમાં ખિસ્સામાંથી પૈસા પડી જાય તો દુઃખી ના થવું, આ એક સારી વાતનો સંકેત છે

પૈસા વ્યક્તિ ખુબજ મહેનતથી કમાઈ છે. તેથી જ્યારે પણ તે ભૂલથી પણ પૈસા ક્યાંય પડી જાય છે કે ગુમ થઈ જાય છે તો વ્યક્તિ ખૂબ જ દુઃખી થાય છે. પરંતુ જો સવારમાં સવારમાં જ તે ગુમ થઈ જાય કે પડી જાય તો દુઃખી થવાને બદલે ખુશ થવું જોઈએ. માન્યતા છે કે, સવાર નાં સમયે પૈસા પડી જાય કે ગુમ થઈ જાય તો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે. તેનો અર્થ છે કે ભવિષ્યમાં તમને કોઈ લાભ પ્રાપ્ત થવાનો સંકેત છે.
આજ રીતે રૂપિયા કે સિક્કા સવાર સવારમાં તમારી પાસેથી જમીન પર અચાનક પડી જાયતો તે એક શુભ સંકેત ગણવામાં આવે છે. તેનો મતલબ થાય છે કે, ભવિષ્યમાં તમને કોઈ સોદા નાં ચાલતાં ખૂબ જ ધનલાભ થવાનો છે. જોકે સિક્કો તમારે જાણી જોઈને પાડવો જોઇએ નહીં. તેનાથી મહાલક્ષ્મીનું અપમાન થાય છે અને ધન લાભની જગ્યાએ હાનિ થઇ શકે છે. જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો અને અચાનક તે જમીન પર પડી જાય તો પૈસા દેનાર માટે અને પૈસા લેનાર માટે શુભ ગણવામાં આવે છે. તેનો અર્થ છે કે, તમારું ફસાયેલું ધન પરત મળી શકશે.
સવાર સવારમાં પૈસા મળવા એક શુભ સંકેત છે
- સવાર સવારમાં તમે બહાર જઇ રહ્યા હોવ અને રસ્તા પર પૈસા પડેલા મળે તો તે શુભ સંકેત ગણવામાં આવે છે તેનો મતલબ છે કે, તમારી પ્રગતિ થવાની છે. તમને જે પૈસા મળ્યા હોય તેને ખર્ચ કરવા નહીં. પરંતુ ગુડલક ચાર્મ નાં રૂપમાં તમારી પાસે સંભાળીને રાખવા.
- સવાર નાં સમયે પૈસા ભરેલું પર્સ મળે તો તેપણ શુભ સંકેત ગણવામાં આવે છે. તેનો મતલબ છે કે, માં લક્ષ્મી તમારા ઉપર મહેરબાન છે. અને તેનાં આશીર્વાદ તમારી સાથે છે. હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને લાભ મળશે. આમ તો પૈસા ભરેલું પર્સ પહેલા તેનાં માલિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો.
- જો સવારમાં કોઈ વ્યક્તિ ને જમીન પર પડેલો સિક્કો મળે તો તે સંભાળીને રાખવો. તે સિક્કો તમારું ભાગ્ય બદલવામાં સહાયક સાબિત થઇ શકે છે. સિક્કો ધાતુથી બનેલો હોય છે. અને તે ઘણા લોકોનાં હાથમાંથી પસાર થઈ ગયેલ હોય છે. તેથી તેમાં ખૂબ જ ઉર્જા સમાયેલી હોય છે. તેથી તે ઉર્જાનાં ભંડાર વાળો સિક્કો તમારી પાસે રાખવાથી તમારા દરેક કાર્ય સારી રીતે પૂર્ણ થઈ શકેછે.