સવારે ખાલી પેટ પીવામાં આવે લવિંગમાં થી બનાવેલ આ ડ્રિંક, દસ દિવસ માં જ વજનમાં ઘટાડો થશે

વજન વધુ હોવાની સમસ્યા આજકાલ દરેક લોકોમાં જોવા મળે છે. વધારે પડતું વજન તમારો દેખાવ તો બગાડે જ છે, સાથે જ શરીર માં અનેક બીમારીઓ ને પણ આમંત્રિત કરે છે. એક પરીક્ષણ મુજબ વધારે વજન વાળા લોકો ને બ્લડપ્રેશર, સુગર અને હાર્ટ ની બિમારીઓ થવાની સંભાવના વધારે રહે છે. ખાસ કરીને તમારે તમારા પેટની ચરબીને ઓછી કરવા માટે ધ્યાન આપવું જોઈએ. વજન ઓછું કરવા માટે લોકો ઘણા પ્રયત્નો કરે છે તેમાંથી ઘણા સરળ અને ઘણા ખૂબ જ કઠિન હોય છે. આજે અમે તમને ઘરે જ વજન ઓછું કરવાનો એક સરળ ઉપાય બતાવીશું.
લવિંગથી વજન માં ઘટાડો થાય છે
લગભગ દરેક ભારતીય રસોડા માં લવિંગ મળી રહે છે. એશિયન વાનગીઓ માં લવિંગ નો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. આ સુગંધિત મસાલો ભોજન નાં સ્વાદ માં વધારો જ નહીં પણ તમારું વજન પણ ઘટાડે છે. બહુ ઓછા લોકો જાણે છે કે લવિંગ ને ખાસ રીતે ઉપયોગ માં લેવામાં આવે તો તમારા કમર ની ચરબી માં ઘટાડો થાય છે.
આ રીતે લવિંગ ઉપયોગી છે
લવિંગ ની અંદર પ્રોટીન, આયર્ન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ,સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ પુષ્કળ માત્રામાં જોવા મળે છે. તે ઉપરાંત તેમાં એન્ટીકોલેસ્ટેરિક અને એન્ટી લિપિડ ગુણ પણ હોય છે. જે પાચન શક્તિ વધારવા મદદ કરે છે. તમને જણાવી દઈએ કે જ્યારે તમારી પાચન શક્તિ માં વધારો થાય ત્યારે તમારા શરીરનું વજન પણ ઘટવા લાગે છે
આ બીમારી માટે પણ ઉપયોગી છે લવિંગ
વજન ઓછું કરવાની સાથે લવિંગ તમારા શરીર માંથી ઘણી બીમારીઓ ને પણ દૂર કરે છે. તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ જે શરીર નાં ઓક્સીડેટીવ સ્ટ્રેસને ઓછું કરે છે. જ્યારે તમારૂ એકસીડન્ટ સ્ટ્રેસ ઓછું થાય છે ત્યારે તમારા જૂની બીમાંરીઓ પણ નાબૂદ થઈ જાય છે. તે ઉપરાંત બ્લડ શુગ રને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે.
વજન ઓછું કરવા માટે આ રીતે ડ્રિંક તૈયાર કરો
લવિંગ ને બીજા ખુબ જ અસરકારક મસાલા સાથે જેવા કે કાળા મરી, તજ અને જીરા સાથે સેવન કરવામાં આવે તો, પાચન શક્તિ માં જલ્દીથી વધારો થાય છે. તેના લીધે તમારું વજન પણ જલ્દીથી ઘટવા લાગેછે. માટે વજન ઘટાડવા માટે ડ્રિંક બનાવતી વખતે આપણે તે બધી સામગ્રીઓ નો પણ ઉપયોગ કરીશું.
સામગ્રી – ૫૦ ગામ લવિગ, ૫૦ ગ્રામ તજ, ૫૦ ગ્રામ જીરૂ
આ ડ્રીંક બનાવવા માટે તમે આ બધી સામગ્રી ને એક વાસણમાં લઈ અને શેકી લો. તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી તેને શેકો. પછી તેને મિક્સરમાં પીસીને એક એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
તેને સેવન કરવાની રીત
એક તપેલી માં ગેસ ઉપર પાણી ઉકળવા માટે મૂકો તેમાં ઉપર બનાવેલા મિશ્રણને એક ચમચી નાખો પાણી ઉકળી ગયા બાદ ગેસ બંધ કરી અને તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં એક ચમચી મધ ભેળવી અને લેવાથી તમારા વજનમાં ઘટાડો થશે. આ ડ્રીંક દરરોજ સવારે ખાલી પેટ લેવું. જો તમને મસાલાઓ થી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી. લવિંગ માં યૂજેનોર્લ ની માત્રા હોય છે જેની ઘણા લોકોને એલર્જી હોય છે.
આ ડ્રીંક ની સાથે જો વ્યાયામ કરવામાં આવે તો વજન માં ઝડપથી ધટાડો થશે.