સવારે ઉઠતા જ જો થઈ જાય આ વસ્તુઓ નાં દર્શન, તો લાગી શકે છે લોટરી

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, સવારની શરૂઆત ખૂબ જ સારી થાય કારણકે કહેવામાં આવે છે કે સવાર જો સારી રહે તો આખો દિવસ સારો પસાર થાય છે. તેનાં વિશે ઘણાં ગ્રંથોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જો સવાર નાં સમયે કેટલીક વસ્તુઓનાં દર્શન થઈ જાય તો તમારો દિવસ શુભ રહે છે અને તમારા કાર્યમાં સફળતા મળે છે તો આજે અમે તમને આર્ટીકલ દ્વારા સવાર નાં થતી ઘટનાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને તમે સવારે જુઓ છો તો તેને ખૂબ જ શુભ ગણવામાં આવે છે.
આ વસ્તુઓ નાં દર્શન થી દિવસ રહે છે શુભ
જો તમને સવારે ઊઠીને જ શંખ, નાળિયેર, ફુલ કે મોર નાં દર્શન થઈ જાય તો તે એ વાતનો સંકેત છે કે, તમારો આખો દિવસ સારો પસાર થશે. ઉપરોક્ત વસ્તુઓ માં લક્ષ્મીજી નાં ચિન્હો છે. સવારમાં જો તમને આ વસ્તુઓ જોવા મળે છે ત્યારે માં લક્ષ્મીનું મનમાં સ્મરણ જરૂર કરવું. જો સવાર સવારમાં કોઈ જરૂરી કામ માટે બહાર જઈ રહ્યા હોઈ, ઓફિસે જઈ રહ્યા હોઈ અને રસ્તામાં તમને કોઈ સફાઈ કર્મચારી ઝાડુ લગાવતો જોવા મળે તો તે પણ એક શુભ સંકેત ગણવામાં આવે છે આનો અર્થ છે કે, ઓફિસમાં તમારો દિવસ ખૂબ જ સારો પસાર થશે તમારા કાર્યોમાં આવી રહેલ વિધ્ન દૂર થશે.
- સવારે સવારે ઘરની બહાર નીકળતા જો રસ્તામાં કોઈ કચરો સળગતો દેખાય તો તે પણ એક સારો સંકેત છે. તેનાથી તમારો દિવસ સારો પસાર થશે. જીવન ની આર્થિક તંગી દૂર થશે. અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે
- શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે, સવાર નાં સમયે સંતોનાં દર્શન કરવાથી આખો દિવસ આધ્યાત્મ માં પસાર થાય છે. જો તમને રસ્તા પર સંતોનાં દર્શન થઈ જાય તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે તેનો મતલબ છે કે, તમારા આજે વિચારેલા દરેક કાર્ય પૂર્ણ થઇ જશે.
- સવાર નાં સમયે શણગાર કરેલી સ્ત્રી દેખાય તો સમજવું કે, તમને સાક્ષાત માં લક્ષ્મીજી નાં દર્શન થયા છે અને જો લાલ કપડામાં કોઈ સ્ત્રી દેખાય તે વધારે શુભ ગણવામાં આવે છે. તમને આ પ્રકારની સ્ત્રી દેખાય ત્યારે તમારે તમારા ભાગ્ય નો આભાર જરૂર માનવો.
- સવારમાં ઊઠતા જ તમને દૂધ કે દહીં ભરેલું વાસણ દેખાય તે પણ સારો સંકેત છે તેનાથી તમારો દિવસ સારો પસાર થશે જોકે દૂધ અને દહીં સવાર નાં સમયે દેખાઈ તે સોભાગ્ય નું સૂચક ગણવામાં આવે છે સાથે જ એ વાતનો પણ સંકેત છે કે ભવિષ્યમાં તમને ધનલાભ પ્રાપ્ત થશે.
- સવાર નાં ઊઠીને મોર્નિંગ પર જતા હોય કે, કામ પર જતાં હોય ત્યારે કોઈ કન્યા દેખાય તો સમજવું કે સાક્ષાત માં દુર્ગા નાં દર્શન થયા છે આ ઉપરાંત કોઈ કન્યા પાણી ભરેલ વાસણ સાથે દેખાય તે પણ શુભ ગણવામાં આવે છે. જો ખાલી વાસણ હોય તો તે અશુભ સંકેત છે અને તમારે તે દિવસે ધન સંબંધિત લેવડ દેવડની સાવધાની રાખવી જોઈએ.
- હિન્દુ ધર્મશાસ્ત્ર માં આ વાતને માનવામાં આવે છે કે, તમારી હથેળીમાં દરેક તીર્થ અને દેવી દેવતાનો વાસ છે. માટે સવાર નાં ઉઠ્યા બાદ હથેળીઓથી મસ્તક સ્પર્શ કરવું અને ચહેરા પર લગાવી માનવામાં આવે છે એવું કરવાથી દરેક તીર્થ સ્થળોનાં દર્શન નો લાભ પ્રાપ્ત થાય છે.