સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરવી જોઈએ આ ભૂલો, થઈ શકે છે ગંભીર બીમારી

સવારે ઉઠતાં જ ભૂલથી પણ ન કરવી જોઈએ આ ભૂલો, થઈ શકે છે ગંભીર બીમારી

કહેવત છે કે, સવારમાં ઉઠીને જો ઢંગથી કામ કરવામાં આવે તો આખો દિવસ સારો જાય છે. તેમ જ સવારમાં ઉઠીને જો કોઈ ભૂલ થાય તો મૂડ ખરાબ થઈ જાય છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે સવારમાં ઉઠીને સારી રીતે કામ કરવામાં આવે તેનાથી ફક્ત દિવસ જ સારો  નથી જતો પરંતુ ઘણી બીમારીઓથી પણ છુટકારો મળી શકે છે. પરંતુ આજકાલ નાં  લોકોએ પોતાની લાઈફ સ્ટાઈલમાં કેટલીક એવી આદતો નો સમાવેશ કર્યો છે કે, જેનો પ્રભાવ તેનાં સ્વાસ્થ્ય પર વધારે પડી રહ્યો છે. ચાલો જાણીએ આખરે તે કઈ ભૂલો છે જે સવારે ઉઠતા જ ન કરવી જોઈએ.

ઉઠતાની સાથે જ ચા કે કોફી ન પીવી

કેટલાક લોકોને સવારમાં ઉઠીને ચા કે કોફી પીવાની આદત હોય છે એવામાં કેટલાક લોકો એવા હોય છે જેને બેડ ટી,કોફી પીવાનું પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે, એવું કરવાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થાય છે. જોકે જાગતાની સાથે કોફી પીવાથી શરીરમાં કાટીસોલ હોર્મોન ની માત્રા એકદમ વધી જાય છે જેના કારણે માનસિક તણાવ થઈ શકે છે. એવામાં કોશિશ કરવી કે પહેલા કંઈ ખાઈ લેવું. અને ત્યારબાદ જ ચા-કોફીનું સેવન કરવું.

ઉઠતાની સાથે જ શરાબનું સેવન ન કરવું

સવારે જાગતા ની સાથે જ ચા કોફી નહીં પરંતુ શરાબનું સેવન પણ બિલકુલ કરવું જોઈએ નહીં. આમ તો શરાબનું સેવન કિડનીને ખરાબ કરે છે અને કેન્સરની આશંકા રહે છે. પરંતુ સવારના ઉઠતા જ શરાબ નું સેવન કરવામાં આવે તો લીવર ખૂબ જલદીથી ખરાબ થઈ શકે છે.

સવારમાં મસાલાદાર નાસ્તો ન કરવો

રાતના જ્યારે તમે સુતા હોવ હોય ત્યારે પેટની અંદર આમ્લીય તત્વોની માત્રા વધી જાય છે. એવામાં સવારમાં ઉઠતાની સાથે જ ઓઈલી અને મસાલેદાર નાસ્તો કરવાથી અપચાની સમસ્યા થાય છે. ઓઇલી અને મસાલેદાર નાસ્તો ખાવાને બદલે હલકો નાસ્તો કરવો. કેટલાક લોકો સવારમાં ઉઠીને નાસ્તો નથી કરતા પરંતુ સવારના નાસ્તો ન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. નાસ્તો ન કરવાથી એસિડિટી અને ગેસ્ટ્રિક સમસ્યા થઈ શકે  છે. એટલું જ નહીં નાસ્તો ન કરવાને કારણે દિવસભર શરીરમાં એનર્જી રહેતી નથી.

સવારમાં ઉઠતાની સાથે ધૂમ્રપાન ન કરવું

સવારના ઉઠતાની સાથે જ ધુમ્રપાન કરવાની આદત ખૂબ જ ખતરનાક હોઈ શકે છે. તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે સાથે જ શરીરમાં એનર્જી પણ રહેતી નથી. સવારમાં ઉઠતાજ સ્મોકિંગ ન કરવું જોઈએ.

સવારમાં ઉઠીને પીઓ એક ગ્લાસ પાણી

સવારમાં ઉઠીને સૌથી પહેલા ૧ ગ્લાસ પાણી પીવું જોઇએ. તેનાથી શરીરમાં મોજુદ વિષાદ પદાર્થો નીકળી જાય છે જેનાથી તમને ડિહાઇડ્રેશન, લીવર કે કિડનીની સમસ્યા ક્યારેય થતી નથી.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *