સવારે વહેલા ઉઠવાથી જો થાય છે પરેશાની તો આ ૫ ઉપાયોથી થશે બોડી બ્લોક માં સુધારો

સવારે વહેલા ઉઠવાથી જો થાય છે પરેશાની તો આ ૫ ઉપાયોથી થશે બોડી બ્લોક માં સુધારો

સવારમાં વહેલા ઉઠવાથી પરેશાની થતી હોયતો કેટલાક સરળ ઉપાયોથી તેને દૂર કરી શકાય છે. નિયમિત સમય પર ઉધવું અને સવારે વહેલાં ઉઠીને વ્યાયામ જરૂર કરવો.એવું હંમેશા આપણા બધાની સાથે થાય છે કે, આપણે ઈચ્છતા હોઈએ તો પણ સવારે વહેલા ઉઠી શકતા નથી. આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે કે, આપણે રાતના મોડેથી સુઇ એ છીએ અને સવારે લેટ ઉઠવા નાં કારણે આપણે ફ્રેશ ફીલ કરતા નથી. અને આપણે વર્કઆઉટ પણ કરી શકતા નથી. અને અનિયમિત દિનચર્યાને કારણે આપણી બોડી બ્લોક ખરાબ થઈ જાય છે એવામાં કેટલીક પરેશાનીઓ થાય છે. ઉધ નાં આવવી, સવારે ઉઠવામાં આળસ થવી તણાવ જેવી પરેશાનીઓ થઈ શકે છે.

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમારી બોડી બ્લોક શું છે દરેક જીવ જંતુ ની અંદર શારીરિક પ્રક્રિયાઓ માં ચાલનાર ૨૪ કલાકનું ચક્ર હોય છે તે આપણો સુવા, ઉઠવા હોર્મોન્સના સ્ત્રાવ, શરીર નું તાપમાન સહિત વિભિન્ન શારીરિક પ્રક્રિયા ને નિયંત્રણ કરે છે. તેને જૈવિક ઘડી અથવા અંગ્રેજીમાં બોડી બ્લોક કહેવા આવેછે. જો બોડી બ્લોક ખરાબ થઈ જાય તો આ ૫ ઉપાયોથી સુધારી શકાય છે.

રાતના વહેલું સૂવું અને સમય નિર્ધારિત રાખવો

કોશિશ કરવી કે રાતનાં જલ્દી સુઈ શકાય સુવા જતા પહેલા મોબાઈલ દૂર રાખવો.બેડ પર સુતા સુતા ટીવી કે મોબાઈલ જોવાથી આંખો પર ખરાબ અસર થઈ શકે છે અને ઊંઘ આવતી નથી. રાતના નિયત સમય પર સૂવાથી સવારે નિયત સમય પર ઉઠી શકાય છે અને તેનાથી બોડી બ્લોક માં સુધારો આવી શકે છે. થોડા સમય બાદ તમારી જાતે જ સવારે વહેલા તમારી આંખ ખુલી જશે.

સંતુલિત આહાર

ભોજન કરવાથી એનર્જી માં વધારો થાય છે અને ઊંઘ પણ સારી આવે છે. ઠીક રાતના સૂતા પહેલા ભોજન કરવું નહીં પરંતુ ઉધવાનાં 3 કલાક પહેલા ભોજન કરવું. ભોજનમાં ફળ અને શાકભાજી અને ઓમેગા ૩ થી ભરપુર ભોજનનું સેવન કરવું.

સવારે ઉઠીને વ્યાયામ કરવો

કેટલા અધ્યન માં એ સિદ્ધ થઈ ચૂક્યું છે કે, વ્યાયામથી આપણ ને સારી ઉંઘ આવે છે અને તણાવથી રાહત મળે છે. સવારે ઉઠ્યા બાદ વ્યાયામ જરૂર કરવો. સવારે વ્યાયામ કરવાથી થાક થી છુટકારો મળે છે અને દિવસ ભર તમે તરોતાજા રહી શકો છો.

માનસિક રીતે મજબૂત થવું અને મિત્રો બનાવવા

આપણે રાતનાં વિચારીને સુઇએ છીએ કે જલ્દી ઉઠવું છે પરંતુ સવારે એલાર્મ વાગવા છતાં પણ આપણી ઉંઘ ઉડતી નથી આપણે જો આપણું વિલ પાવર મજબુત બનાવીએ તો સવારે ઉઠવામાં આળસ આવશે નહીં. સવારે ઉઠીને હંમેશા આપણે એકલા રનીંગ પર જઈએ છીએ ત્યારે એકલતાનો અનુભવ થાય છે આ જ કારણે આપણે ઘણીવાર બહાર નીકળી શકતા નથી. તેથી તમારે મિત્રો બનાવવા જોઈએ છે જે સવારે ઉઠીને તમારી સાથે એક્સરસાઇઝ કરી શકે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *