સવારનાં બ્રેક ફાસ્ટ માં આ વસ્તુ ઓંનો સમાવેશ કરવાથી, તંદુરસ્તી ની સાથે વજનમાં પણ થશે ઘટાડો

જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો સવારનો નાસ્તો ચૂકવો નાં જોઈએ. જો તમે તમારા દિવસની શરૂઆત નાસ્તાથી કરો છો તો તમારા નાસ્તામાં પ્રોટીન અને ફાઇબર યુક્ત વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. જો તમે સવારે પ્રોટીન અને ફાઇબર યુક્ત નાસ્તો લેશો તો તમને આખો દિવસ તાજગી નો અનુભવ થશે અને આખો દિવસ તમારા કાર્ય દરમ્યાન સ્ફૂર્તિ અનુભવશો. સવારનો નાસ્તો વધારે પ્રમાણમાં લેવો જોઈએ. કારણકે તમે પૂરી રાત ભૂખ્યા રહો છો અને આખો દિવસ તમને એનર્જીની જરૂર રહેશે.જો કે નાસ્તામાં લોકો વધારે પડતું તળેલું ખાઈ છે. એવું ના કરવું જોઈએ નાસ્તામાં ઘણી એવી વસ્તુઓ છે જેનો સમાવેશ કરી શકો છો કે જે તમને ફક્ત પોષણ જ નહીં શરીરની બીમારીઓ ને પણ દૂર કરશે. તમને જણાવી દઈએ કે, તે વસ્તુઓ કઈ છે જેનો તમે નાસ્તામાં સમાવેશ કરી શકો છો.
કોફી
ઘણા લોકો સવારે ઊઠીને તરત જ કોફી નું સેવન કરે છે. જો તમે કોફી નું યોગ્ય માત્રામાં સેવન કરો છો તો તે તમારી તંદુરસ્તી માટે ખૂબ સારું છે. હકીકતમા કોફીમાં કેફિન ની માત્રા મળી રહે છે જે તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપયોગી છે. જોકે, ઘણા લોકો કોફીમાં પુષ્કળ માત્રામાં દૂધ અને ખાંડ મેળવીને પીવે છે તેનાથી તમને ફાયદો નહીં થાય. દૂધનો ઉપયોગ બને એટલો ઓછો કરવો બને તો બ્લેક કોફી જ પીવી.
યોગર્ટ
નાસ્તામાં યોગર્ટ નું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. યોગર્ટ માં પ્રોટીનની માત્રા પુષ્કળ પ્રમાણમાં રહેલી હોય છે. તેનાથી તમને આખો દિવસ સ્ફૂર્તિ નો અનુભવ થશે. તેનાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે. યોગર્ટ નું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ પણ ઓછું રહે છે અને તમે ખૂબ જ હળવાશ અનુભવશો. અને આખો દિવસ કામ કરવામાં તાજગી અનુભવશો.
ઓટ્સ
સવારના નાસ્તામાં ઓટ્સ ખાવાનું પણ ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સ નું સેવન કરવાથી હૃદય મજબૂત બને છે અને પેટ પણ ભરેલું રહે છે. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે સારો નાસ્તો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી સવારના નાસ્તામાં ઓટ્સ નો સમાવેશ કરવો જોઈએ.
ચિયા સિડ્સ
ચિયા સિડ્સ નું સેવન આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાસ્તામાં ચિયા સિડ્સ નું સેવન કરી તમે અનેક રોગોથી બચી શકો છો. ચિયા સિડ્સ પોષક તત્વો થી ભરપુર હોય છે. તમે તમારા દિવસની શરૂઆત તેનાથી કરી શકો છો.બ્લુબેરી, સ્ટોબેરી અને બ્લેકબેરી સવારે નાસ્તામાં બ્લુબેરી, બ્લેકબેરી કે સ્ટોબેરી નો સમાવેશ કરી શકો છો. બ્લુબેરી અને બ્લેકબેરી માં ફાઈબરની ભરપુર માત્રા રહેલી હોય છે જે શરીર ને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ થાય છે. આ ફળોનું સેવન હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ડ્રાયફ્રૂટ્સ
જો તમે નાસ્તામાં ડ્રાયફ્રૂટ્સ ખાવાનું રાખશો તો તે તમારી તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તેથી જ નાસ્તામાં ડ્રાયફુટ નો સમાવેશ કરવો જોઈએ. દરરોજ યોગ્ય માત્રામાં તેનું સેવન કરવા માં આવે તો ઘણી બીમારીઓ નું જોખમ ઘટી જાયછે.
ગ્રીન ટી
જો તમે ચા પીવાના શોખીન હોવ તો તેમાં થોડો બદલાવ લાવી અને ગ્રીન ટી ની પીવાની શરૂઆત કરો. ગ્રીન ટી નાં સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ડાયાબિટીસ નાં દર્દીઓ માટે ગ્રીન ટી ખૂબ જ મદદરૂપ થાય છે તેનાથી તેનું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તે સિવાય જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો ગ્રીન ટીનું સેવન તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.
પ્રોટીન શેઈક
ઘણી વખત નાસ્તો કરતી વખતે લોકો નાસ્તામાં પ્રોટીન નો સમાવેશ કરવાનું ભૂલી જાય છે. તમે તમારા દિવસની શરૂઆત પ્રોટીન શેઈક થી પણ કરી શકો છો. જો તમે નાસ્તામાં પ્રોટીન શેઈક લો છો તો તમને તેનાથી તાકાત મળે છે અને અખો દિવસ સ્ફૂર્તિ નો અનુભવ થશે. દરરોજ પ્રોટીન શેઈક નું સેવન સ્નાયુઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
ફળોનું સેવન
ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. નાસ્તામાં ફળોનો સમાવેશ જરૂરથી કરવો જોઈએ. રોજ કેળા અથવા સફરજન થી તમારા દિવસની શરૂઆત કરવી.તેનાથી તમારા શરીરમાં પાણીનો અભાવ રહેશે નહીં. અને તમે દિવસભર તાજગી અનુભવશો.