સાવધાન બાળકોમાં જોવા મળે આ લક્ષણ તો હોઈ શકે છે ડાયાબિટીસ, આ વાતોનું રાખો વિશેષ ધ્યાન

ડાયાબિટીસ એટલે સુગર આ સામાન્ય બીમારી બની ગઇ છે. પહેલા જ્યાં વ્યવસાયિક લોકો અને વૃદ્ધ લોકોમાં જ આ સમસ્યા જોવા મળતી હતી. પરંતુ હવે બાળકો પણ ડાયાબિટીસ નો શિકાર બની રહ્યા છે. જોકે બાળકોમાં આ સમસ્યાનો અંદાજ આવતો નથી. તેનો ખ્યાલ ના આવવાથી તેનો ઉપચાર પણ થઇ શકતો નથી. જેનાં લીધે પાછળથી સમસ્યા ખૂબ ગંભીર થઈ જાય છે. તેથી જરૂરી છે કે બાળકો માં આ લક્ષણો ની ઓળખ સમયસર થઈ જાય તો તેનો ઈલાજ કરાવી શકાય છે.આજે અમે તમને બાળકોમાં જોવા મળતા એ લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ કે જે ડાયાબિટીસ તરફ ઇશારો કરે છે.જ્યારે શરીરની અંદર બીટા કોશિકાઓ નું નિર્માણ ઓછું થઈ જાય છે તેના કારણે શરીરમાં ઇન્સ્યુલિન બનવાનું બંધ થઇ જાય છે. આ કારણને લીધે શુગર લેવલ વધવા લાગે છે. જેને ડાયાબિટીસ કહેવાય છે.ડાયાબિટીસ બીમારી એટલી બધી ધાતક હોય છે કે, બાળકોની આંખો અને કિડની પર ખૂબ ખરાબ અસર પડે છે. તેથી સમય રહેતા તેની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ તેનાં લક્ષણો વિશે જેનાથી બાળકોમાં ડાયાબિટીસ ની ઓળખ થઈ શકે
બાળકો નાં શરીરમાં સુગર લેવલ વધી જાય છે તેનાં કારણે તેમને ખુબ જ તરસ લાગે છે. એવામાં તેમને વારંવાર પાણી પીવાની ઈચ્છા થાય છે. પાણી સાથે કોલ્ડ ડ્રિંક પીવાની પણ ઈચ્છા થાય છે. જો તમારા બાળક ને વારંવાર પાણી ની તરસ લાગે છે તો એકવાર બાળક નું સુગર લેવલ જરૂરથી ચેક કરાવવું.જ્યારે બાળક વધારે પાણી પીવે છે ત્યારે વધારે પાણી પીવાનાં કારણે સ્વાભાવિક છે કે, તે વારંવાર પેશાબ પણ જશે એવામાં દરેક માબાપે સાવચેત રહેવું જરૂરી છે.ડાયાબિટીસની સ્થિતિમાં બાળકને ખૂબ જ ભૂખ લાગે છે. તેથી જો તમારા બાળક ને સામાન્ય થી વધારે ભૂખ લાગતી હોય તો હોઈ શકે છે કે તેને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય.
તેમજ ડાયાબિટીસ થી પીડાતા બાળકો માં ઇન્સ્યુલિન બનતું નથી તેથી તેમનાં માં ઉર્જા જલદીથી ખતમ થઇ જાય છે. અને તે થકાવટ મહેસૂસ કરે છે. તેથી જો તમારું બાળક ખેલ-કુદ થી થાકી જાય છે તો તેનું શુગર લેવલ ચેક કરાવવું જરુરી છે.ડાયાબિટીસ થી પીડાતા બાળકો કેટલું પણ ભોજન કરે પરંતુ તેનું વજન વધવાની બદલે ઓછું થતું જાય છે. ડાયાબિટીસ ગ્રસ્ત બાળકોમાં આ સૌથી સામાન્ય લક્ષણ છે.
માતા-પિતાએ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ
તમારા બાળક માં આમાંનું કોઇપણ લક્ષણ જોવા મળે. તો તમારા બાળક નું જલદી સુગર લેવલ ચેંક કરાવવું. જોકે ડાયાબિટીસ માં પરેજી ખૂબ જરૂરી છે. તેથી ડાયાબિટીસ ની ઓળખ થયા બાદ સમયસર બાળકો નો ટેસ્ટ કરાવો. અને તેના અનુસાર ઇન્સુલીન આપવું. સાથેજ ડાયાબિટીસ થી પીડાતા બાળકો ને સમયસર ભોજન જરૂરથી આપવું. અને તેનાં ભોજન માં પૌષ્ટિક આહાર શામિલ કરવો. તે ઉપરાંત બાળકો માટે નિયમિત વ્યાયામ પણ ખૂબ જરૂરી છે.