સ્ફટિક ની માળાથી કરો મંત્ર જાપ, પ્રાપ્ત થશે સંસાર નાં દરેક સુખ

દરેક વ્યક્તિનાં જીવનમાં કોઈને કોઈ દુઃખ અને સમસ્યાઓ જરૂર હોય છે તેમાંથી ઘણી પરેશાનીઓ આપણા પ્રયત્નો થી દૂર થઈ શકે છે અને તો કેટલીક પરેશાની માટે આપણે ભગવાન અને ભાગ્ય પર નિર્ભર રહેવું પડે છે. એવામાં જ્યોતિષશાસ્ત્ર આપણા જીવન નાં દુઃખ દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. ગ્રહ દોષ હોવા પર જ્યોતિષશાસ્ત્ર આપણને અલગ અલગ રત્ન જેમ કે નીલમ, હીરા,પન્ના વગેરે ધારણ કરવાની સલાહ આપે છે તેવામાં આજે અમે તમને સ્ફટિકની માળા ધારણ કરવા અને તેનાં દ્વારા મંત્રોના જાપ કરવાથી કેટલાક લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સ્ફટિક ની માળા અથવા તો વીંટી નાં રૂપમાં પણ ઘણા લોકો તેને ધારણ કરે છે. પરંતુ સ્ફટિક નાં નંગ ને વીંટી નાં બદલે માળા નાં રૂપમાં પહેરવી ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આ સ્ફટિક થી શિવલિંગ પણ બને છે. સ્ફટિક નું અંગ્રેજી નામ રોક ક્રિસ્ટલ તેમજ સંસ્કૃતમાં તેને સિતોપલ કહેવામાં આવે છે. આ ઉપરાંત સ્ફટિક ને શિવપ્રિય, કાંચમણી નાં નામથી પણ ઓળખવામાં આવે છે. તે સિલિકોન ઓક્સિજન નાં ઈટમ્સ થી બનેલ હોય છે. દેખાવમાં તે બરફ ની જેમ પારદર્શી અને સફેદ હોય છે. અસલ માં સ્ફટિક ને એક રંગહીન,પારદર્શી અને નિર્મળ પથ્થર નાં રૂપમાં સમજી શકો છો.
- સફેદ રંગ નાં ચમકદાર આ સ્ફટિક ને ધારણ કરવાથી જીવન નાં દરેક દુઃખો સમાપ્ત થાય છે. તો ચાલો જાણીએ સ્ફટિક ની માળા ધારણ કરવાથી કયા કયા ફાયદાઓ થાય છે
- જો કોઈ વ્યક્તિ નાં મનમાં હંમેશા ડર, ગભરાહટ અને બેચેની બની રહેતી હોય તો તેને સ્ફટિક ની માળા પહેરવી જોઈએ તેનાથી મનમાં સુખ અને શાંતિ અને ધીરજ બની રહે છે.
- આર્થિક સ્થિતિ કમજોર હોવા પર સ્ફટિક ધારણ કરવાથી ધન અને સંપત્તિનો લાભ થાય છે. આ ઉપરાંત તેને ધારણ કરવાથી રૂપ, બળ અને યશ પણ પ્રાપ્ત થાય છે.
- જ્યારે પણ તમે કોઈ પણ મંત્રનો જાપ કરો છો ત્યારે હંમેશાં સ્ફટિકની માળા નો ઉપયોગ કરવો તેનાથી તે મંત્ર જલ્દીથી સિદ્ધ થાય છે અને તમને તેનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે.
- પિત્ત વિકાર, નિર્બળતા તથા લોહી વિકાર જેવી બીમારીઓ સ્ફટિકની ભસ્મથી સમાપ્ત કરી શકાય છે.
- શુક્ર દોષ હોવા પર સ્ફટિક ની માળા ધારણ કરવી જોઈએ. શુક્ર દોષ સરળતાથી દૂર થઈ શકે છે તેનું કારણ એ છે કે સ્ફટિક ની માળા ને ભગવતી લક્ષ્મી નાં રૂપમાં માનવામાં આવે છે.
- સ્ફટિક ની માળા હંમેશા સોમવાર નાં દિવસથી ધારણ કરવી જોઈએ તેનાથી તમને એક અદભુત શાંતિ પ્રાપ્ત થશે. આ ઉપરાંત માથા નાં દુખાવા જેવી સમસ્યા પણ દુર થઇ શકે છે.