શા માટે ભગવાન શંકરે નંદી ને બનાવ્યું પોતાનું વાહન, જાણો તેની સાથે જોડાયેલી કથા

શા માટે ભગવાન શંકરે નંદી ને બનાવ્યું પોતાનું વાહન, જાણો તેની સાથે જોડાયેલી કથા

નંદિ ભગવાન શંકર નું વાહન અને દ્વારપાલ છે. જે પણ ભગવાન શિવજીને મળવા કૈલાસ પર્વત પર જાય છે તેને નંદિની અનુમતિ લેવી પડે છે. ભગવાન શિવજીએ શા માટે નંદી ને  પોતાનું વાહન બનાવ્યું તેની સાથે એક કથા જોડાયેલી છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે. સ્કંદ પુરાણ અનુસાર એકવાર ભગવાન ધર્મ ને ઈચ્છા થઇ કે ભગવાન શંકરનું વાહન બનું તેના માટે તેમણે ખૂબ જ તપસ્યા કરી અંતમાં ભગવાન શંકરે તેમની તપસ્યા નો સ્વીકાર કરી અને તેનો પોતાના વાહન નાં સ્વરૂપમાં સ્વીકાર કર્યો. આ પ્રકારે ધર્મ જ નંદી વૃષભ નાં રૂપ માં સદા માટે ભગવાન શંકરનું વાહન બની ગયા.

કથા અનુસાર શિલાદનામનાં એક ઋષિ હતા. જે ભગવાનની તપસ્યામાં લીન રહેતા હતા એવા મારા ઋષનાં પરિવાર નાં લોકોને ભય લાગવા લાગ્યો કે તેમનો વંશ ખરેખર પૂર્ણ થઇ જશે. પરિવારનાં લોકોનો ભય દુર કરવા માટે ઋષિએ ઇન્દ્ર દેવની પૂજા કરી અને તેને પુત્ર પ્રાપ્તિ માટે ની વાત જણાવી ઇન્દ્ર દેવે ઋષિને ભગવાન શિવજીની તપસ્યા કરવા માટે કહ્યું ઋષિએ શિવજીની તપસ્યા કરી અને એક દિવસ ભગવાન શિવજીએ તેમની તપસ્યા નો સ્વીકાર કર્યો અને તેમને પુત્રની પ્રાપ્તિનું વરદાન આપ્યું.એક દિવસ ઋષિ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું જેને તે ઘરે લાવ્યા અને તેમનો દીકરો બનાવ્યો તે પુત્રને તેમણે નંદી નામ આપ્યું ઋષિ પોતાના પુત્ર નંદી સાથે રહેતા હતા.

એક દિવસે ઋષિ નાં આશ્રમમાં મિત્ર અને વરુણ નામક બંને સંતો આવ્યા. જેની સેવાનું કામ ઋષિએ પોતાના પુત્રને સોંપ્યું અને નંદીએ પૂરી શ્રદ્ધાથી બંને સંતો ની સેવા કરી તેની સેવાથી ખુશ થઇને સંતો એ શિલાદ ઋષિ ને લાંબી આયુષ્ય નાં આશીર્વાદ આપ્યા પરંતુ નંદી ને આશીર્વાદ ના આપ્યા આ વાત થી ઋષિ ને ખૂબ જ દુઃખ થયું અને તે પરેશાન થયા હતા તે વિચારવા લાગ્યા કે સંતોએ તેમના પુત્ર ને દીર્ઘાયુ નાં આશીર્વાદ શા માટે આપ્યા નહિ. હિંમત કરીને સંત ને સવાલ પૂછ્યો જેનો જવાબ આપતા સંતોએ કહ્યું કે નંદી નું અલ્પ આયુ છે. આ સાંભળીને શીલાદ ઋષિ પરેશાન થઈ ગયા અને ચિંતામાં રહેવા લાગ્યા. પોતાના પિતાને ચિંતા માં જોઈને નંદી એ તેનું કારણ પુછ્યું શીલાદ ઋષિએ જણાવ્યું કે, સંતોએ કહ્યું છે કે, તમે અલ્પ આયુ છો માટે હું ખૂબ જ ચિંતિત છું નંદી એ જ્યારે પોતાના પિતાની ચિંતાનું કારણ સાંભળ્યું ત્યારે હસવા લાગ્યા અને પિતાને કહ્યું કે, ભગવાન શંકરે મને તમને આપ્યા છે તો મારી રક્ષા કરવી તેની જવાબદારી છે તમે પરેશાન ના થાઓ.

ત્યારબાદ નંદી એ ભુવન નદી નાં કિનારે જઈને ભગવાન શિવજી ની તપસ્યા શરૂ કરી. ભગવાન શિવજીએ નંદી ને દર્શન આપ્યા અને તેમને વરદાન માંગવા કહ્યું નંદીએ કહ્યું કે હું આખી જિંદગી ફક્ત તમારા સાનિધ્યમાં રહું. નંદીને શિવજી એ વરદાન આપ્યું અને તેમને બળદ નો ચહેરો આપ્યો અને તેમને પોતાનું વાહન બનાવ્યું. ત્યારથી શિવજી નાં મંદિરની બહાર નંદી બળદ નાં રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા. માન્યતા અનુસાર નંદી નાં કાન માં માં આપણે કોઈ વાત કરીએ છીએ તો તે ભગવાન શિવજી પૂર્ણ કરે છે. સ્કંદ પુરાણ અનુસાર ગણપતિનું વાહન મૂષક છે. કાર્તિકેય અને તેમનાં પત્ની દેવસેના નું વાહન મયૂર છે. ભગવતી માં પાર્વતી નું વાહન સિંહ છે અને સ્વયં શંકર ભગવાનનું વાહન નંદી છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *