શા માટે ક્રિસમસ ઉજવવામાં આવે છે, જાણો તે દિવસ નું મહત્વ અને તેનો ઈતિહાસ

શા માટે ક્રિસમસ ઉજવવામાં આવે છે, જાણો તે દિવસ નું મહત્વ અને તેનો ઈતિહાસ

ખાસ કરીને બાળકો નાં મનમાં ક્રિસમસ નાં તહેવાર માટે ખૂબ જ ઉમંગ હોય છે કારણ કે માન્યતા છે કે, ક્રિસમસ નાં દિવસે રાતે સંતા આવે છે અને તેમની બધી જ વિશ પૂરી કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૫ ડિસેમ્બરનાં દિવસે ઉજવવામાં આવશે આ તહેવાર નું વિશેષ મહત્વ ઈશાઈ ધર્મને માનનારા લોકો માટે હોય છે પરંતુ આજકાલ આ તહેવાર નો પ્રચાર અને પ્રસાર એટલો વધી ગયો છે કે, લગભગ દરેક ધર્મો નાં લોકો આ તહેવારને ઉજવે છે. ખાસ કરીને બાળકો નાં મનમાં ક્રિસમસ માટે ખૂબ જ ઉમંગ હોય છે.

ક્રિસમસ નું મહત્વ

ક્રિસમસ નો તહેવાર ઈસાઈઓ માટે ખૂબ જ મહત્વનો હોય છે. પ્રભુ ઈસુનાં જન્મ દિવસ નાં દિવસ ને ક્રિસમસ નાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આજથી કેટલાક વર્ષો પહેલા ક્રિસમસ નો તહેવાર વિદેશો માં ઉજવવામાં આવતો હતો. પરંતુ હવે ભારતીયો માટે પણ આ તહેવાર અન્ય તહેવારો જ મહત્વનો છે. એટલા માટે હવે ભારતીય રીતે ગોવા થી લઇ ને ગુડગાવ સુધી અને ઇફાલ થી અમદાવાદ સુધી ક્રિસમસનો તહેવાર ઉજવવામાં આવે છે.

ક્રિસમસ નો ઇતિહાસ

 

પ્રાચીન કથા અનુસાર ઈશાઈ ધર્મની સ્થાપના કરવાવાળા ઈશુજી નો જન્મ ક્રિસમસ નાં દિવસે થયો હતો તેથી આખી દુનિયામાં આ દિવસને ક્રિસમસ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ઈસુજી એ મરિયમને ત્યાં જન્મ લીધો હતો. જાણવામાં આવ્યું છે કે, મરિયમ ને  એક સપનું આવ્યું હતું જેમાં એક ભવિષ્યવાણી થઈ હતી કે ‘તેમણે એક પ્રભુ નાં પુત્રને જન્મ આપ્યો છે’ થોડા સમય બાદ ભવિષ્યવાણી મુજબ મરિયમ ગર્ભવતી થયા.

ગર્ભાવસ્થા દરમિયાન મરિયમને બેથલહમ જવું પડ્યું રાત હોવાને કારણે તેમણે ત્યાં જ રોકાવાનું વિચાર્યું. પરંતુ તેને ત્યાં રોકાવા માટે કોઈ સારી જગ્યા દેખાણી નહીં. થોડા સમય બાદ તેમને એક જગ્યા દેખાઈ ત્યાં પશુ પાલન કરવાવાળા લોકો રહેતા હતા. મરિયમ એ પણ ત્યાં જ રોકાવાનો નિર્ણય કર્યો અને આગલા દિવસે ત્યાં જ ઇસુનો જન્મ થયો. આ તહેવારન નો પ્રાચીન ઇતિહાસ છે. જાણકારો નું કહેવાનું છે કે, ક્રિસમસ શબ્દ ની ઉત્પતિ ક્રરાઈટ શબ્દો માંથી થઈ હતી. દુનિયામાં પહેલી વાર ક્રિસમસ નો ખાસ તહેવાર રોમ માં ૩૩૬ ઈ. માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂરી દુનિયામાં આ તહેવાર ની પ્રસિદ્ધિ વધતી ગઈ અને આજે અન્ય ધર્મ નાં લોકો પણ આ તહેવાર ધામધૂમથી ઉજવે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *