શા માટે કાચની બંગડીઓ પહેરે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ,પતિની ઉંમર સાથે છે કોઈ સંબંધ

શા માટે કાચની બંગડીઓ પહેરે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ,પતિની ઉંમર સાથે છે કોઈ સંબંધ

ભારતમાં લગભગ દરેક સૌભાગ્યવતી હિન્દુ મહિલાઓ નાં હાથ માં બંગડી જોવામાં પહેરેલી જોવા મળે છે. ખાસ કરીને કાચની બંગડીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ નાં શણગારમાં મહત્વની ગણવામાં આવે છે. તેને સૌભાગ્યની નિશાની નાં રૂપ માં પહેરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ સૌભાગ્ય વતી સ્ત્રી લગ્ન બાદ કાચની બંગડીઓ પહેરતી નથી તો પતિની ઉંમર ઓછી થાય છે પરંતુ શું સાચે જ આવું હોય છે ચાલો જાણીએ તેનાં વિશે

કાચની બંગડી નું ધાર્મિક મહત્વ

હિન્દુ ધર્મમાં દેવીઓ અને રાણીઓ નાં શણગારમાં બંગડી નો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. તેનો વૈદિકકાળથી મહિલા નાં સોળ શણગારમાં સમાવેશ કરવામાં આવે છે. જો તમે બંગડી નું દાન કરો છો તો તેને શુભ ગણવામાં આવે છે તેનાથી ગ્રહો ને શાંતિ મળેછે. ઉદાહરણ તરીકે તમે લીલી બંગડી નું દાન કરો છો તો તેનાથી બુધ ગ્રહ શાંત થાય છે.

કાચની બંગડી નાં ફાયદા અને નુકશાન

કાચની બંગડી નું બસ એક જ નુકસાન છે તે તૂટી જાય તો હાથમાં લાગી શકે છે આ ઉપરાંત તેના ઘણા ફાયદાઓ છે. સ્ત્રીઓ જ્યારે ચાલે છે ત્યારે કાચની બંગડી હાથમાં ઘર્ષણ થાય છે તેનાથી નીકળેલી ધ્વનિ નાં અવાજ થી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. એટલું જ નહીં બંગડી નાં કંપન થી સ્ત્રીઓની બોડીમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે તેનાથી તેમનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. અને હૃદય સંબંધી બીમારીઓ થવાનું જોખમ પણ હાથમાં બંગડી પહેરવાથી ઓછું રહે છે. બંગડી જયારે એકબીજા સાથે અથડાય છે ત્યારે મહિલા ની બોડીમાં ઉર્જા બની રહે છે. બંગડીની પહેરવાની જગ્યાએ છ ઈંચ સુધી એક્યુપ્રેશર પોઇન્ટ હોય છે. બંગડી નાં કારણે ત્યાં રેગ્યુલર પ્રેશર પડે છે તેનાથી મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે છે.

હાથમાં બંગડી પહેરવાથી પતિની ઉંમર વધે છે ?

હવે સવાલ ઉઠે છે કે, હાથમાં બંગડી પહેરવાથી શું સાચે જ પતિની ઉંમર વધે છે ? આ સવાલનો જવાબ છે નહીં તેનાથી મહિલાઓની ઉંમર વધે છે તેનો હેલ્થ પર પોઝિટિવ પ્રભાવ પડે છે. ભારતમાં ધાર્મિક રીત રીવાજો નું કનેક્શન ભાવનાઓ સાથે વધારે હોય છે તેથી સૌભાગ્યવતી મહિલાઓનાં શણગાર ને પતિની ઉંમર અને સ્વાસ્થ્ય સાથે જોડી દેવામાં આવે છે.તો હવે હાથમાં બંગડી પહેરવા નું મહત્વ જાણી ચૂક્યા છો તેનાથી પતિની ઉંમર સાથે ભલે કંઇ સંબંધ નથી પરંતુ મહિલાની ઉમર માં જરૂર લાભ થાય છે. તેમજ માન્યતા નું સમ્માન  પણ થાય છે. બંગડી થી સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. તેથી હાથમાં બંગડી પહેરવી એક સારો આઇડિયા છે.

 

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *