શા માટે કરવામાં આવે છે કન્યાદાન, ભગવાન શ્રીકૃષ્ણે બલરામજી ને જણાવ્યું હતું તેનું મહત્વ

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કન્યાદાન ને મહાદાન કહેવામાં આવે છે. આજ કારણે છે કે લગ્નની રસમ માં કન્યાદાન સૌથી મહત્વ નું ગણવામાં આવે છે. એક પિતા માટે તેના જીવનન નો સૌથી મુશ્કેલ સમય ગણવામાં આવે છે જ્યારે તે પોતાની દીકરી નો હાથમાં સોપે છે. માનવામાં આવે છે કે, કન્યાદાન નું સૌભાગ્ય કોઈ કોઈ લોકોને જ મળે છે. એવામાં કન્યાદાન નો સાચો અર્થ સમજવો જરૂરી છે. જેના વિશે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે મહાભારતમાં જણાવ્યું છે. ચાલો જાણીએ કન્યાદાન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ વાત.
ભગવાને અર્જુન અને સુભદ્રા નાં લગ્ન સમયે પણ કહીહતી આ વાત તમને જણાવી દઈએ કે, પહેલાંના જમાનામાં ગંધર્વ વિવાહ થતા હતા જેમાં છોકરો અને છોકરી પોતાની મરજીથી ભગવાનની સમક્ષ લગ્ન કરતા હતા એવામાં અર્જુન અને સુભદ્રાજી નાં પણ ગંધર્વ વિવાહ હતા જે ભગવાન શ્રી કૃષ્ણએ કરાવ્યા હતા. જેનો વિરોધ તેનાં મોટા ભાઈ બલરામજી એ કર્યો હતો અને કહ્યું હતું કે કન્યાદાન વગરના વિવાહ પૂર્ણ ગણાતા નથી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે, પશુની જેમ કન્યાદાન ને કોણ સમર્થન કરે છે. પ્રાચીન ધર્મ શાસ્ત્રોમાં પણ ઘણી જગ્યા પર કન્યાદાન નો વિરોધ કરવામાં આવ્યો છે. આધુનિક ભારતનાં સંવિધાનમાં પણ કન્યાદાન વગર જ કોર્ટ મેરેજ ની માન્યતા આપે છે.
કન્યાદાન નો અર્થ
- કન્યાદાન નો સાચો અર્થ કન્યા નું આદાન કરવાનો છે નહીં કે કન્યાનું દાન કરવું લગ્નમાં રિવાજ છે કે જ્યારે કન્યા દાન થાય છે ત્યારે પિતા કે કહે છે કે આજ સુધી મેં મારી દીકરીનું પાલન પોષણ કર્યું છે ને આજથી હું એ જવાબદારી તમને સોપુંછું. એનો મતલબ એ નથી કે હવે થી પિતાનો દીકરી પર કોઈ હક રહ્યો નથી.
- દાન એ વસ્તુનું કરવામાં આવે છે જેને તમે અર્જિત કરો છો જેમ કે પૈસા, જમીન-મકાન પરંતુ દીકરી ઈશ્વરે આપેલી ધરોહર છે જે અનમોલ છે અર્થાત્ જેને તમે અર્જિત જ નથી કર્યું તેનું દાન કરી શકતા નથી.
- લગ્ન સમયે કન્યાદાન નહીં પરંતુ સાત ફેરા સૌથી વધારે મહત્વના હોય છે કારણ કે, કન્યાદાન થઈ જાય અને સાત ફેરા ન થાય તો વિવાહ પૂર્ણ ગણવામાં આવતા નથી આજ કારણ છે કે, જ્યારે છુટા થવાની વાત આવે છે ત્યારે કોર્ટમાં સાત ફેરા વિશે પૂછવામાં આવે છે નહીં કે કન્યાદાન વિશે
ક્યારથી શરુ થઈ કન્યા દાન ની પરંપરા
પૌરાણિક કથામાં અનુસાર દક્ષ પ્રજાપતિએ પોતાની દીકરીઓ નાં લગ્ન કરવા માટે સૌપ્રથમ કન્યાદાન કર્યું હતું. તમને જણાવી દઈએ કે દરેક ૨૭ નક્ષત્ર ને દક્ષ પ્રજાપત ની પુત્રીઓ ગણવામાં આવે છે જેમના લગ્ન ચંદ્રમા સાથે કરવામાં આવ્યા હતા દક્ષ પ્રજાપતિએ પોતાની કન્યાઓનું સૌપ્રથમ કન્યા દાન કર્યું હતું જેથી સંસાર આગળ વધી શકે.