શા માટે મેંદા નું સેવન કરવાથી બચવું જોઈએ, જાણો ક્યાં છે તેનાં વિકલ્પો

વધું પડતાં મેંદાનુ સેવન સ્વાસ્થ્ય માટે નૂકશાનકારક સાબિત થાય છે. મેંદાનો રોજીંદો વપરાશ તંદુરસ્તી માટે હાનીકારક છે. ચાલો આજે આપણે જાણીએ મેંદાનાં લોટમાં ક્યાં ક્યાં હાનીકારક તત્વો હોય છે. મેંદાનાં રીફાઇન્ડ લોટનો કાયમી ધોરણે વપરાશ ના કરવો જોઈએ. મેંદાનાં લોટમાં થી જેમકે, બ્રેડ,પકોડા, બિસ્કીટ, મીઠાઈ તેમજ અન્ય ચીજો બનાવવામાં આવે છે. ચાલો આનાથી થતાં નુક્શાન વિશે જાણીએ.જો તમે રોજ ભોજનમાં મેંદાનાં લોટનો ઉપયોગ કરતાં હશો તો તમારું વજન વધતું જશે. આજકાલ ખોરાક વધુ પ્રમાણ માં જંક ફૂડ લેવામાં આવેછે. જેમકે પીત્ઝા,કેક, બિસ્કીટ વગેરે જેવા પદાર્થો નું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં મેદ એટલે કે, વજન વધી શકેછે. જે પાચનતંત્ર માટે ખૂબજ નૂકશાનકારક છે.
આપને કદાચ ખ્યાલ હશે કે, મેંદાના લોટમાં ફાઇબર ની માત્રા હોતી નથી. ફાઇબર શરીર માટે આવશ્યક છે. મેંદામાં કાર્બોહાઈડ્રેટ ની ઉચ્ચ માત્રા હોય છે. એટલાં માટે એનો રોજીંદો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કારણકે, મેંદાનો લોટ ખાવાને લીધે તે આંતરડામાં ચોંટી જાય છે એ કારણે કાયમી ધોરણે નૂકશાન કરશે. તમારા પેટમાં જરુરી બેક્ટેરિયા નો વિકાસ ન થવાથી તમારી પાચન શક્તિ કમજોર પડશે. અને પેટ ને લગતી સમસ્યાઓ થશે. મેંદાનો લોટ હાડકાંને કમજોર બનાવે છે. જે અમ્લીય હોય છે. જે હાડકાંમાં એસીડની ઉચ્ચ માત્રા હોવાને કારણે, ગઠીયા અને શરીરમાં સોજા થઈ જાય છે.
મેંદામાં ખરાબ કોલેસ્ટેરોલ હોવાના કારણે તેનાં સેવેન થી શરીર માં ખરાબ કોલેસ્ટેરોલ નું લેવલ વધશે. જો તમે આનો ખ્યાલ નહીં રાખો તો હ્રદયરોગ નો ખતરો થશે. મેંદા નો તૈયાર ખોરાક જેમકે,ચીપ્સ,કેક, બર્ગર વગેરેનાં ઉપયોગને કારણે વધું ભુખ લાગશે. તમને, મીઠાઇઓ ખાવાની પ્રબળ ઇચ્છા થશે. તેથી શરીરમાં વધારે પ્રમાણ માં કેલેરી જમા થશે. જે શરીર માટે નુકસાનદાયક છે. તેનાથી વજન પણ વધી શકે છે.મેંદાનો સ્વસ્થ વિકલ્પ જેમ કે, ઘઉં, બ્રાઉન રાઈસ, બાજરો, રાગી, સોયાબીન, ચણાનો લોટ વગેરેનું નિયમિત સેવન કરવું જોઈએ. જે તંદુરસ્તી માટે યોગ્ય વિકલ્પ છે. બ્રેડ થી લઇ નુડલ્સ માટે આ અનાજ નો તમારા રોજીંદા ખોરાક બનાવવા માં સમાવેશ કરવો. સ્વાદ ની સાથે તે તંદુરસ્તી પણ પ્રદાન કરશે.