શક્તિપીઠ : જ્યાં દેવરાજ ઇન્દ્ર એ પણ પ્રાર્થના કરીને પોતાનું રાજ્ય પરત મેળવ્યું હતું જાણો તેના સાથે જોડાયેલી કથા

શક્તિપીઠ : જ્યાં દેવરાજ ઇન્દ્ર એ પણ પ્રાર્થના કરીને પોતાનું રાજ્ય પરત મેળવ્યું હતું જાણો તેના સાથે જોડાયેલી કથા

આમ તો દેશ માં ધણી જગ્યાઓ પર દેવી મંદિર છે. જયા સમય-સમય પર ચમત્કાર જોવા મળે છે. પરંતુ દેવી મંદિરો માં સૌથી પ્રમુખ ૫૧ શક્તિપીઠ ગણવામાં આવે છે. દેવીમાં ને પહાડો વાળી માતા નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે માં નાં મંદિરો પહાડો પર હોય છે. એવામાં આજે અમે તમને પહાડોમાં આવેલ એક એવા દેવી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આ શક્તિપીઠ વિશે માન્યતા છે કે, ત્યાં દર્શન કરવા માત્રથી એક, બે, ત્રણ નહીં પરંતુ સાત જન્મો નાં પાપોમાંથી મુક્તિ મળે છે. ઘણીવાર સારા કર્મો કરવા છતાં પણ દુઃખ અને તકલીફો આવે છે ત્યારે આપણને લાગે છે કે આ જન્મમાં તો બધું બરાબર કર્યું છે.

પરંતુ આ પાછલા જન્મનું કોઈક પાપ હશે એવામાં ઘણા જાણકાર લોકો દેવી માં નાં આ શક્તિપીઠ નાં દર્શન ની સલાહ આપે છે. એ માન્યતા છે કે, માં ની કૃપાથી વર્તમાન નહીં પરંતુ ભૂતકાળ અને ભવિષ્યકાળ અને પાછલા જન્મોનાં પાપો માફ થાય છે. અમે જે મંદિર ની વાત કરી રહ્યા છીએ તે એટલા માટે પણ વિશેષ છે કારણકે તે ૫૧ શક્તિપીઠો માંનું એક મંદિર છે. તો ચાલો જાણીએ, તે મંદિર વિશે

૫૧ શકિતપીઠ માનું મંદિર જેનો આપણે ઉલ્લેખ કરી રહ્યા છે. તે છે દેવભૂમિ ઉત્તરાખંડ નાં પહાડો જનપદ માં આવેલું છે. આ સુરકૂટ પર્વત છે. આ પર્વત સમુદ્ર તટ થી ૯૯૯૫ ફૂટ  ની ઉચાઇ પર આવેલ છે. પર્વત પર સ્થાપિત મંદિર નું નામ સુરકડા દેવી છે. મંદિરમાં દેવી કાળી માં ની પ્રતિમા સ્થાપિત છે. મંદિરમાં મનોકામના ને લઈને કેદાર ખંડ અને સ્કંદ પુરાણમાં જે કથાનો ઉલ્લેખ છે તે અનુસાર પ્રાર્થના કરવા માટે ત્યાં દેવરાજ ઈન્દ્ર આવ્યા હતા અને તેને પોતાનું ખોવાયેલું રાજ્ય પરત મળ્યું હતું. પૌરાણિક કથા અનુસાર રાજા દક્ષની પુત્રી સતી એ ભોળાનાથ ને પોતાના પતિ નાં રૂપમાં સ્વીકારી ચૂક્યા હતા. પરંતુ તેમની આ વાત તેમનાં પિતા રાજા દક્ષ ને સ્વીકાર નહતી.

 

એકવાર રાજા દક્ષે એક વૈદિક યજ્ઞનું આયોજન કર્યું તેમાં દરેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ શિવજીને  નિમંત્રણ આપવામાં આવ્યું નહિ ભોળાનાથ નાં સમજાવવા છતાં પણ દેવી સતી પિતા દક્ષ નાં યજ્ઞમાં સામેલ થયા. ત્યાં ભગવાન શિવજી નું અપમાન કરવામાં આવ્યું તેનાથી દેવી નારાજ થયા અને તેનાં ફળસ્વરૂપે તેઓએ યજ્ઞ કુંડમાં પોતાનાં પ્રાણ ત્યાગી દીધા. જ્યારે  ભગવાન શિવજીને દેવી નાં મૃત્યુ નાં સમાચાર મળ્યા ત્યારે તે અત્યંત દુઃખી અને નારાજ થઈ સતી નાં પાર્થિવ શરીરને પોતાના ખભા પર લઈને હિમાલય તરફ જવા નીકળ્યા ભગવાન શિવજીનો ગુસ્સો અને દુઃખ સમાપ્ત કરવા માટે અને સૃષ્ટિ ને ભગવાન શિવજી નાં તાંડવ થી બચાવવા માટે શ્રી હરિ એ પોતાના સુદર્શન ચક્રથી સતિ નાં શરીર નાં ધીમે ધીમે ટુકડાઓ કર્યા સતિ ના શરીર નાં ૫૧ ટુકડા થયા દરેક ભાગ જ્યાં પડ્યા ત્યાં પવિત્ર શક્તિપીઠની સ્થાપના થઈ. જે સ્થાન પર માતા સતિ નું મસ્તક પડ્યું તેને સિરકડા કહેવામાં આવ્યું છે. વર્તમાનમાં તે સુર કાંડાના નામથી પ્રસિદ્ધ છે.

આ મંદિરમાં લાડુ, પેંડા અને માખણ, મિસરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. પરંતુ આ મંદિરમાં અલગ પ્રકારનો જ પ્રસાદ મળે છે. ત્યાં પ્રસાદ નાં રૂપમાં ભક્તોને રોસ્લી નાં પાન આપવામાં આવે છે. જે ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે માન્યતા છે કે, આ પાનને જે સ્થાન પર રાખવામાં આવે ત્યાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. આ મંદિર આખું વર્ષ ખુલ્લું રહે છે. દેવી નાં દરબારમાં બદ્રીનાથ, કેદારનાથ, ચોર ગૌરીશંકર અને નીલકંઠ સહિત અન્ય ઘણા પર્વતો જોવા મળે છે મંદિર નાં પૂજારી  નાં કહેવા મુજબ આ મંદિરમાં જે ભક્ત સાચા મનથી દર્શન કરે છે તેનાં સાત જન્મો નાં પાપ નષ્ટ થાય છે. ગંગા દશેરા નાં દિવસે અને નવરાત્રી નાં દિવસે દર્શન નું વિશેષ મહત્વ ગણવામાં આવે છે માન્યતા છે કે, દેવી નાં દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ નાં દરેક કષ્ટ દૂર થાય છે. આ જ કારણે આ મંદિર નાં દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *