શનિદેવ ૨.૫ વર્ષ સુધી રહેશે મકર રાશિમાં બિરાજમાન, આ ૬ રાશિના જાતકોને થશે ફાયદો

૨૨ જાન્યુઆરી ૨૦૨૧ થી શનિનું રાશિ પરિવર્તન થઈ ચૂક્યું છે અને ધન માંથી મકર રાશીમાં આવી ચૂક્યા છે આ રાશિમાં શનિ દેવ ૨.૫ વર્ષો સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર માં શનિદેવ ને ન્યાય નાં દેવતા કહેવામાં આવે છે અને મકર રાશિમાં પ્રવેશ કર્યા બાદ શનિ ગ્રહની અસર દરેક રાશિઓ પર જોવા મળશે. આ પ્રભાવ ૨૦૨૨ સુધી રહેશે જ્યોતિષ નાં જાણકારો અનુસાર ૨૦૨૧ નાં શનિ પરિવર્તન થી આ ૬ રાશિનાં લોકો પર શુભ અસર પડશે. જે રાશિ આ મુજબ છે કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર અને મીન જ્યારે ૨૦૨૧ માં મિથુન અને કુંભ રાશિનાં જાતકો એ સાવધાન રહેવાની જરૂર રહેશે. તેમજ વૃષભ અને કર્ક રાશિવાળા લોકોને મિશ્રિત પરિણામ પ્રાપ્ત થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન પ્રાપ્ત થશે. ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરી શકશો. ૨૧ ફેબ્રુઆરી નાં સંતાન નાં સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળશે જોકે ફેબ્રુઆરી માં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
તુલા રાશિ
તુલા રાશિના લોકોનું મન ફેબ્રુઆરીમાં શાંત રહેશે. વેપાર સાથે જોડાયેલી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. સમજી વિચારીને લેવામાં આવેલ નિર્ણય થી સફળતા પ્રાપ્ત થશે. દરેક વસ્તુ માં સફળતા પ્રાપ્ત થશે ધીરજથી કામ લેવું.
વૃશ્ચિક રાશિ
મનમાં શાંતિ બની રહેશે. ધાર્મિક સ્થળ પર યાત્રાએ જવા નું આયોજન થશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારા પરિવાર નાં સભ્યો વચ્ચે મધુરતા જળવાઈ રહેશે શનિ ગ્રહને કારણે જીવન સાથી નાં જીવન પર સમસ્યા આવી શકે છે.
ધન રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે. ફેબ્રુઆરી બાદ સફળતા પ્રાપ્ત થશે. અચાનક ધનપ્રાપ્તિ થશે જેનાથી ધનની સ્થિતિમાં સુધારો આવશે. નોકરીમાં તમને પ્રગતિ મળશે ને કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. ૨૨ ફેબ્રુઆરી થી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મકર રાશિ
ધીરજ ની કમી રહેશે. ૧૩ ફેબ્રુઆરી બાદ માનસિક શાંતિ રહેશે. પિતા તરફથી ધનપ્રાપ્તિ નાં યોગ બની રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થશે જેનાથી તમારું મન આનંદમાં રહેશે.
મીન રાશિ
પારિવારિક જીવનમાં ચાલી રહેલી પરેશાની દૂર થશે. ફેબ્રુઆરી માં આવકમાં વૃદ્ધિ થશે સ્વાસ્થ્ય માં સુધારો જોવા મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તન નાં યોગ બની રહ્યા છે.