શરદ પૂર્ણિમા નાં દિવસે બનાવવા માં આવતી ખીર અમૃત બની જાય છે, જાણો તેની પાછળ નું કારણ

શરદ ઋતુ ની પૂનમ ને શરદ પૂનમ કહેવાય છે. કહેવામાં આવે છે કે, શરદ પૂનમ નું વ્રત કરવાથી વ્યક્તિ ની બધી જ મનોકામનાં પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મ માં શરદ પૂનમ નું મહત્વ ખૂબ જ બતાવવામાં આવ્યું છે. આ વખતે શરદ પૂનમ ૩૦ ઓક્ટોબર રવિવાર નાં દિવસે આવે છે. શરદ પૂનમ નાં દિવસે ખીર બનાવી અને ચાંદની રાતમાં રાખવાની પરંપરા ઘણા લાંબા સમય થી ચાલી આવી છે. એવું કહેવામાં આવે છે કે, આ રીતે રાખવાથી ખીર માં ઔષધીય ગુણો આવી જાય છે. જે વ્યક્તિ તેનું સેવન કરે છે તેને ખૂબ જ ફાયદો થાય છે.શું તમે જાણો છે કે આ દિવસે ખીર બનાવવાની પદ્ધતિ બીજા દિવસો ની તુલના માં થોડી અલગ હોય છે. શરદ પૂનમ નાં દીવેસે ખીર બનાવતી વખતે થોડા નિયમો નું પાલન કરવું પડે છે. જો પાલન કરવામાં ન આવે તો આ વ્રતનો પૂર્ણ લાભ મળતો નથી. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ચંદ્ર પોતાની સોળ કળાઓ સાથે ખીલેલો હોય છે. અને તેનાં કિરણો માંથી અમૃત વર્ષા થતી રહે છે. જેને પ્રસાદ નાં રુપમાં ગ્રહણ કરવાથી આરોગ્ય પ્રદાન થાય છે.
વૈજ્ઞાનિક મહત્વ
શરદ પૂનમ નાં રાતે ખીર છત પર રાખવાનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. ખીર દૂધ અને પૌંઆ ને સાથે મીક્સ ને બનાવવામાં આવે છે. દૂધમાં લેકિટક નામનું એક અમ્લ હોય છે. આ એવું તત્વ છે કે જે ચંદ્રમા નાં કિરણો માંથી વધારેમાં વધારે શક્તિ નું શોષણ કરે છે. ત્યાંજ પૌવા માં સ્ટાર્ચ હોવાને કારણે આ પ્રક્રિયા વધારે સરળ બની જાય . તેથી તે ખીરનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ખીર બનાવવા માટે કયા વાસણ નો ઉપયોગ કરવો
ખીર બનાવતા પહેલા કે તેને ચાંદ ની રાત માં રાખતા પહેલા તેનાં પાત્ર નું ધ્યાન રાખવું શરદપૂનમ નાં દિવસે ખીર ચાંદી નાં વાસણમાં રાખવામાં આવે તો ખૂબજ ફાયદાઓ મળે છે. જો ચાંદીનું વાસણ ઘરમાં ના હોય તો બીજા પાત્રમાં ચાંદીની ચમચી મૂકીને રાખવી. તે ઉપરાંત માટીનાં,કાસાનાં કે પિત્તળ પાત્ર નો ઉપયોગ કરી શકો છો. ખીર ને ચાંદની રાતમાં રાખતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને ચિનાઈ માટી નાં વાસણો નો ઉપયોગ ના કરવો. આવું કરવાથી તેની તમારા સ્વાસ્થ્ય પર અસર થાય છે.ખીર બનાવવાની રીત શરદપૂનમ નાં દિવસે બનાવવામાં આવતી ખીર બીજી દિવસો માં બનાવવામાં આવતી ખીરની તુલના માં અલગ હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર તે દિવસે બનાવવામાં આવતી ખીર માત્ર એક સામગ્રી નહી, એક દિવ્ય ઔષધિ ગણાય છે. ખીર કોઈપણ દૂધ નહિ પરંતુ ફક્ત ગાય નાં દૂધ અને ગંગાજળ માંજ બનાવવી. શક્ય હોય તો ચાંદી નાં વાસણ માં બનાવી. હિન્દુ ધર્મ માં ચોખા ને હવિશ્ય એટલે કે દેવતાઓ નું ભોજન ગણવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે માં લક્ષ્મી પણ ચોખા થી બનેલા ભોગથી પ્રસન્ન થાય છે. સંભવ હોય તો શરદ પૂનમ ની ખીર ને ચંદ્ર નાં પ્રકાશ માં જ બનાવવી જોઈએ. ધ્યાન રાખવું કે આ ઋતુમાં બનાવવામાં આવેલી ખીર માં કેસર કે માવા નો પ્રયોગ ના કરવો. કારણકે કેસર અને માવા ની પ્રકૃતિ ગરમ છે. જેનાથી પિત્ત વધી શકે છે. ખીર માં ફક્ત ઇલાયચી નો જ પ્રયોગ કરવો.
ખીર નું સેવન કઈ રીતે કરવું
શરદ પૂનમ નાં દિવસે અશ્વિની નક્ષત્ર માં ચંદ્ર પૂરો સોળ કળાએ ખીલે છે. ખાસ વાત એ છે કે ચંદ્રની આ સ્થિતિ વર્ષ માં એક જ વાર જોવા મળેછે. કહેવામાં આવે છે કે, આ રાતમાં ચંદ્રની સાથે અશ્વિનીકુમારો ને પણ ખીરનો ભોગ લગાવવાથી લાભ થાય છે. આ રીતે ખીર નો ભોગ ધરાવતી વખતે અશ્વિનીકુમાર ને પ્રાર્થના કરવી જોઈએ કે, અમારી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે તેને તંદુરસ્ત કરો, પ્રાર્થના કરી અને પછી ખીરનો પ્રસાદ ગ્રહણ કરવો. આ રીતે શરદ પૂનમ નાં દિવસે પૂજન કરી અને ખીરનો પ્રસાદ લેવામાં આવે તો કહેવામાં આવે છે કે આ પ્રસાદ થી વ્યક્તિની આયુષ્ય વધે છે. અને ચહેરા પર ક્રાંતિ સાથે તંદુરસ્તીમાં પણ વધારો થાય છે.