શરદી નો રામબાણ ઈલાજ છે કાળા મરી, શરદી-ઉધરસ સહિતનાં રોગો સામે આપે છે રક્ષણ

શરદી નો રામબાણ ઈલાજ છે કાળા મરી, શરદી-ઉધરસ સહિતનાં રોગો સામે આપે છે રક્ષણ

શિયાળાની ઋતુમાં શરીરને અંદરથી ગરમ રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી ઠંડી સામે રક્ષણ મળે. શિયાળામાં લોકો તેમના શરીરને ગરમ રાખવા માટે ઘણી બધી વસ્તુઓ ખાઈ છે અને તેમા પણ ગરમ વસ્તુઓ વધારે ખાઈ છે. શિયાળા દરમ્યાન કાળા મરી ખાવા ખુબ જ શ્રેષ્ઠ છે. દરરોજ માત્ર ૨ કાળા મરી ખાવાથી ઠંડી દરમિયાન અનેક રોગોથી બચી શકાય છે. તો આવો જાણીએ શિયાળાની ઋતુમાં કાળા મરી ખાવાથી શું ફાયદાઓ થાય છે.

 ફેફસાં નું રક્ષણ

ઠંડા વાતાવરણનાં લીધે ફેફસાં પર વધુ અસર પડે છે, અને અમુક સમયે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. શિયાળાની ઋતુમાં ઘણીવાર ફેફસાં અને શ્વાસ નળીમાં સંક્રમણ પણ થઈ જાય છે. જો કે, જે લોકો કાળા મરી અને ફુદીનાની ચા રોજ પીવે છે તેમને આ સંક્રમણ થવાની સંભાવના ઓછી છે.

 પેટ ને રાખે સ્વસ્થ

શિયાળાની ઋતુમાં ગેસની સમસ્યા પણ થાય છે. ખરેખર લોકો આ સિઝનમાં ચા વધારે પીવે છે અને વધુ ચા પીવાથી પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. જો તમને પણ શિયાળાની ઋતુ દરમિયાન પેટમાં ગેસની સમસ્યા વધારે રહેતી હોય તો તમે પણ કાળા મરીનું સેવન કરો. આ મરી ખાવાથી પેટમાં ગેસ થતો નથી. પેટની સમસ્યા દૂર કરવા માટે એક ગ્લાસ પાણીને થોડું ગરમ કરી લો, તેમાં અડધા લીંબુનો રસ, અડધી ચમચી મરી પાવડર અને અડધી ચમચી કાળુ નિમક મિક્સ કરો. આ પાણી અઠવાડિયામાં ચાર વખત પીવો ગેસની સમસ્યાથી છુટકારો મળશે.

 ઠંડી રાખે દૂર

 

શિયાળા દરમિયાન ઘણા લોકોને શરદી થઈ જાય છે. આ ઋતુમાં ઠંડીથી બચવા માટે ચા માં કાળા મરી નાખીને જરૂર સેવન કરો. ચા સાથે કાળા મરી મિક્સ કરી પીવાથી શરદી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. શરદી થઈ હોય તો તમારે આદુ અને કાળા મરીનું સેવન એક સાથે કરવું જોઈએ. આમ કરવાથી શરદી મટી જાય છે , એ જ રીતે જો ગળામાં દુ:ખાવો થતો હોય તો એક કપ ગરમ પાણીમાં કાળા મરીનો પાવડર મિક્સ કરો, આ પાણી પીવાથી ગાળાનો દુઃખવો તરત જ મટી જાય છે.

 ઉધરસ થી રાહત

શરદી ઉપરાંત ઘણાં લોકોને શિયાળાની ઋતુમાં કફની સમસ્યા પણ થાય છે. ઉધરસ થવા પર તમે કાળા મરીને થોડા ફ્રાય કરો અને તેનું મધ સાથે સેવન કરો. મધની સાથે મરી ખાવાથી કફ થી રાહત મળશે.

 આંખો માટે ફાયદાકારક

 

શિયાળાનાં સમયમાં લોકો ઘી નું સેવન કરે છે, જો તમને ઘી પસંદ હોય તો તમારે શિયાળા દરમ્યાન અડધી ચમચી ઘી સાથે કાળા મરીનો પાવડર મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. ઘી અને કાળા મરીનો પાવડર એક સાથે ખાવાથી આંખો સ્વસ્થ રહે છે.

 શરીર રહે છે અંદરથી ગરમ

કાળા મરી શરીર ને અંદરથી ગરમ રાખવા માટે અસરકારક છે. તેથી શિયાળો શરૂ થતાં જ તમારે દરરોજ સવારે કાળા મરીનાં પાણીનું સેવન કરવું જોઈએ જેથી શરીર અંદરથી ગરમ રહે. એક ગ્લાસ પાણીને ગરમ થવા માટે ગેસ પર રાખી દો, પછી આ પાણીમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી દો. આ પાણીનું દરરોજ એક વખત સેવન કરો. આ પાણી પીવાથી શરીર અંદરથી ગરમ રહેશે. તો આ છે શિયાળાની ઋતુમાં કાળા મરી ખાવાથી થતા કેટલાક કાયદાઓ.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *