શિવજી નાં આ પૌરાણિક મંદિરમાં પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે,અહી કરવામાં આવે છે ભગવાન શિવજી નાં ખંડિત ત્રિશુલ ની પૂજા

શિવજી નાં આ પૌરાણિક મંદિરમાં પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે,અહી કરવામાં આવે છે ભગવાન શિવજી નાં ખંડિત ત્રિશુલ ની પૂજા

જમ્મુ પાસે સુધ મહાદેવ મંદિર આવેલું છે. આ મહાદેવ મંદિરમાં શિવજી નાં ખંડિત ત્રિશુલ ની પૂજા કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્રિશુલ ખંડિત છે છતાં પણ તેની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ખંડિત મૂર્તિઓ નું પૂજન કરવું વર્જિત ગણાય છે. પરંતુ આ મંદિરમાં ખંડિત ત્રિશુલ ની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં રાખવામાં આવેલ ત્રિશુલ વર્ષો જુનું છે. કહેવામાં આવે છે કે, આ મંદિરમાં પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ  થાય છે. સુધ મહાદેવ મંદિરમાં રાખવામાં આવેલ ત્રિશુલ ખૂબ જ વિશાળ છે. તેનાં ત્રણેય ટુકડા જમીનમાં દાટેલા છે. માન્યતા છે કે, આ મંદિરમાં દેવી પાર્વતી પૂજા કરવા માટે આવતા હતા. અને આ મંદિર થી થોડે દુર મા પાર્વતીની જન્મભૂમિ માતનલાઈ આવેલી છે.આ મંદિર ૨૮૦૦ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ આ મંદિરનું પુનઃનિર્માણ સ્થાયી નિવાસી રામદાસ મહાજન અને તેમનાં પુત્ર એ ફરીથી કરાવ્યું હતું. આ મંદિરમાં ત્રિશુલ ઉપરાંત એક પ્રાચીન શિવલિંગ, નંદીજી અને શિવજી નાં પરિવાર ની મૂર્તિ પણ છે.

મંદિર સાથે જોડાયેલ પૌરાણિક કથા

સુધ મહાદેવ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા અનુસાર માતા પાર્વતી માતનલાઈ થી આ મંદિરે પૂજા કરવા આવતા હતા. એક દિવસ જ્યારે માતા પાર્વતી પૂજા કરી રહ્યા હતા ત્યારે સુધાંત નામનો રાક્ષસ ત્યાં આવ્યો અને પાર્વતીજી ની બાજુમાં જઈને ઉભો રહયો.  જ્યારે માતાજી એ પૂજન સમાપ્ત કર્યું ત્યારે પોતાની આંખો ખોલી તો માતાજી રાક્ષસ ને જોઈ અને ગભરાઈ ગયા. ગભરાહટ નાં કારણે તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. પાર્વતીજી નો અવાજ કૈલાશ પર્વત પર સમાધિમાં લીન શિવજી સુધી ગયો. શિવજીએ માં પર્વતી ની બૂમો સાંભળીને કૈલાશ થી પોતાનું ત્રિશુલ રાક્ષસની તરફ ફેક્યું જે સુધાંત રાક્ષસ ને  લાગ્યું. પાછળ થી શિવજીને ખ્યાલ આવ્યો કે, સુધાંત રાક્ષસ તો તેમનો ભક્ત છે. અને તેને ફરી જીવિત કરવા માટે કહ્યું પરંતુ દાનવ સુધાંતે જીવિત થવા માટે નાં પડી તેણે કહ્યું કે, તમારા હાથે મારું મૃત્યુ થવાથી મને મોક્ષ પ્રાપ્ત થશે.

 

આ સાંભળી અને સુધાંત રાક્ષસ ને શિવજી એ કહયું કે, આજથી તમારા નામ પરથી આ જગ્યા સુધ મહાદેવ નાં નામથી ઓળખશે. સાથે જ ત્રિશુલ નાં ત્રણ ટુકડા કરી અને ત્યાં જ જમીનમાં દાટી દેવામાં આવ્યા જેનાથી રાક્ષસનું વધ કરવામાં આવ્યું હતું. આ ત્રિશુલ આજે પણ ત્યાં જ મોજુદ છે. ત્રિશુલ નાં  ટુકડાઓ મંદિરના ખુલ્લા પટાંગણમાં દાટેલ છે. ત્રિશુલ પર અજાણી લિપી માં કંઈક લખેલું છે જેને આજ સુધી કોઈ વાંચી શકયું નથી. ભક્તો આ મંદિરમાં ત્રિશુલ નું પૂજન કરવા માટે આવે છે. અને ત્રિશુલ ને જલઅભિષેક પણ કરે છે. મંદિરની બહાર જ પાપનાશિની બાવલી પણ છે. એવી માન્યતા છે કે, જે વ્યક્તિ તેમાં સ્નાન કરે છે તેનાં  દરેક પાપ નષ્ટ થાય છે. મંદિર નાં પટાંગણમાં એક એવું સ્થાન છે. જેના વિશે કહેવામાં આવે છે કે, ત્યાં સુધી સુધાંત દાનવ ની અસ્થિ ને રાખવામાં આવી છે. આ મંદિર જમ્મુ થી ૧૨૦ કીલોમીટર દૂર પતનીતોપ માં આવેલું છે. આ મંદિરમાં દરવર્ષે હજારો ની સંખ્યામાં પૂજા કરવા માટે લોકો આવે છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *