શિવપુરાણ અનુસાર આ છે મૃત્યુ પહેલા નાં ૮ સંકેત, જાણો શું કહે છે શિવ પુરાણ

જેમ કે આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આ દુનિયામાં જે જન્મ લે છે તેને એક દિવસે આ દુનિયા છોડીને જરૂર જવું પડે છે. વ્યક્તિ નાં જીવનમાં મૃત્યુ સૌથી મોટું સત્ય છે દરેક વ્યક્તિ નું મૃત્યુ નિશ્ચિત છે. આ સંસારમાં કોઈપણ વ્યક્તિ એવી નથી જે અમર હોય મૃત્યુને એક અટલ સત્ય માનવામાં આવે છે. દરેક વ્યક્તિ નાં મનમાં મુત્યુ નો ભય રહે છે હંમેશા મૃત્યુને લઇને અલગ-અલગ પ્રકાર નાં સવાલો ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન લાંબુ ઈચ્છે છે. પરંતુ જ્યારે પણ મૃત્યુની વાત સાંભળી છે ત્યારે તેને ભય લાગે છે એવામાં દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક રહે છે કે, તેનું મૃત્યુ ક્યારે અને કઈ રીતે થશેઆમ જોવા જઈએ તો મૃત્યુ વિશે કોઈને કંઈ ખ્યાલ આવતો નથી ક્યારે, કયા સ્થળે મૃત્યુ થશે તેના વિશે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ શિવપુરાણમાં કેટલાક એવી વાતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે મૃત્યુ પહેલા જોવા મળેછે.
શિવપુરાણમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજી ને એક સવાલ પૂછયો હતો કે મૃત્યુ નાં કયા સંકેત હોય છે મૃત્યુનો સમય પાસે આવે ત્યારે કયા કયા લક્ષણો અને સંકેત મળે છે. ત્યારે ભગવાન શંકરે માતા પાર્વતી નાં આ સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે, મૃત્યુ નાં સંકેતો વિશે જણાવ્યું હતું. જે આ મુજબ છે.
- શિવપુરાણ મુજબ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય ત્યારે તેનું શરીર પીળું અથવા સફેદ પડી જાય છે એવામાં વ્યક્તિને મૃત્યુ છ મહિનાની અંદર થઈ શકે છે.
- શિવપુરાણમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોઈ મનુષ્ય નો રંગ ઓળખવામાં મુશ્કેલી થાય ત્યારે અથવા તેનો રંગ કાળો દેખાવા લાગે તેનો મતલબ છે કે, તે વ્યક્તિ મૃત્યુ ની ખૂબ જ નજીક છે.
- શિવપુરાણમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિને પોતાનો પડછાયો પોતાનાથી અલગ દેખાવા લાગે ત્યારે તેનો મતલબ છે કે, એક મહિનાની અંદર એ વ્યક્તિ દુનિયા છોડીને ચાલી જાય છે.
- શિવ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ નું મુખ અને આંખ અચાનક થી તેજ હીન થઇ જાય તેનો અર્થ છે કે, તે વ્યક્તિનું મૃત્યુ છ મહિનાની અંદર થઈ શકે છે.
- શિવપુરાણમાં વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે કે, જે વ્યક્તિને પાણી તેલ અથવા અરીસામાં પોતાનો પડછાયો દેખાય નહી અથવા તો પોતાના પડછાયો વિકૃત દેખાય તો એનો મતલબ છે કે છ મહિનાની અંદર મૃત્યુ થઇ શકે છે.
- જો કોઈ વ્યક્તિ શ્વાસ ફૂલવા લાગે અને સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય તેનો મતલબ છે કે તે વ્યક્તિ થોડા ટાઇમમાં આ દુનિયાને અલવિદા કહી શકે છે.
- શિવપુરાણ મુજબ જો કોઈને સૂર્ય કે ચંદ્ર માંથી ઉત્પન્ન થનાર રોશની ન દેખાય ત્યારે વ્યક્તિ નું થોડા ટાઈમ જ મૃત્યુ થઇ શકે છે.
- શિવપુરાણ માં એ વાતનું પણ વર્ણન કરવામાં આવે છે કે, જે મનુષ્ય નો જમણો હાથ એક અઠવાડિયા સુધી સતત ધ્રુજે છે તો તેનો મતલબ છે કે, તે વ્યક્તિ નું એક મહિનામાં જ મુત્યુ થઇ શકે છે.