શિવપુરાણ અનુસાર મંત્ર નાં જાપ કરતી ધ્યાનમાં રાખવી આ બાબતો, લાભ ની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન

ભગવાનને ખુશ કરવા માટે આપણે બધા મંત્રો નાં જાપ કરીએ છીએ કહેવામાં આવે છે કે, નામ સ્મરણ કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જોકે આ મંત્રો નાં જાપ કરતી વખતે ભૂલ થવાથી લાભને બદલે થઈ શકે છે. માટે જાપ કરતા સમયે તમારે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વાતો નું વર્ણન શિવપુરાણમાં પણ જોવા મળે છે. આમ તો શિવપુરાણ માં દેવી ભક્તિ અને ઉપાસના સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવવામાં આવી છે પરંતુ આપણે જપ કરતી વખતે કઈ વાતો નું વિશેષરૂપથી ધ્યાન રાખવું જોઈએ. શિવપુરાણમાં વાયવ્ય સહિંતાનામના ખંડમાં જપ સાથે સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જે અનુસાર દેવી-દેવતાઓ નાં જાપ કરતી વખતે આ ચાર બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. એવું ન કરવાથી તમને ઈચ્છા મુજબ ફળની પ્રાપ્તિ થતી નથી.
ભગવાન નાં જાપ હંમેશા પૂર્ણ વિધિ અને વિધાન સાથે કરવા જોઇએ. જો ખોટી રીતે રીતે જાપ કરવાથી ભગવાન નારાજ થઈ શકે છે તેથી દરેક ભગવાન ના જાપ કરવાની અલગ વિધિ હોય છે. તેથી તમારી પહેલા તે જપ સાથે સંબંધિત રિસર્ચ કરવું જોઈએ અને ત્યારબાદ જ શરૂ કરવા જોઈએ. આમ તો ભગવાનનાં જાપ સવાર નાં વ્હેલા ઉઠી સ્નાન કર્યા બાદ ભગવાન સામે દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવે છે.
જ્યારે પણ તમે ભગવાન નાં જાપ કરો ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવસાથે કરવા જોઈએ. શ્રદ્ધા વગર કરવામાં આવેલ જપ નું કોઇ મહત્ત્વ હોતું નથી. તમને તેનું ફળ પણ પ્રાપ્ત થતું નથી. તેથી ભગવાન પ્રતી તમારી શ્રદ્ધા હોવી જરૂરી છે. આ ઉપરાંત જાપ કરતી વખતે મન શાંત અને શુદ્ધ હોવું જોઈએ ગુસ્સો કે ખરાબ વિચારો આવવા જોઈએ નહીં.જ્યારે પણ દેવી –દેવતા ની પૂજા કે યજ્ઞ વગેરે કરવામાં આવે છે ત્યારે અંતે દાન-દક્ષિણા અવશ્ય આપવામાં આવે છે શિવપુરાણમાં જણાવવામાં આવે છે કે, કોઈપણ વ્યક્તિ પૂર્ણ વિધિ-વિધાન સાથે જાપ કરે પરંતુ જાપ કર્યા બાદ દક્ષિણા આપતો નથી તેના જાપ વ્યર્થ જાય છે માટે એ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું.
જ્યારે પણ કોઈ પૂજા પાઠ કે જાપ કરો તે પહેલા કોઈ યોગ્ય પંડિત કે ઋષિ પાસેથી તેનાં વિશે જાણકારી મેળવવી તેમજ તેનું મહત્વ, વિધિ જાણ્યા બાદ શરૂ કરવા આજ્ઞાહીન જપ ખૂબ જ ખતરનાક ગણવામાં આવે છે. તેથી તેનો લાભ મળતો નથી અને નુકશાન થાય તે અલગ તેથી એમજ જાપ ન કરવા જોઈએ. પહેલા તેનાં વિષે પૂરી માહિતી મેળવી લેવી જોઈએ.