શિવરાત્રી નાં દિવસે શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરવાથી, પૂર્ણ થાય છે મનોકામના

શિવરાત્રી નાં દિવસે શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરવાથી, પૂર્ણ થાય છે મનોકામના

હિંદુ પંચાંગ અનુસાર મહાશિવરાત્રી નો ત્યોહાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચોથ ની દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતીય પંચાંગ અનુસાર મહા મહિના ની કૃષ્ણ પક્ષની ચતુર્દશી નાં દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બંને તિથિ એક જ દિવસે પડી રહી છે. સાથે જ આ વર્ષે મહાશિવરાત્રી પર શિવ યોગ ની સાથે ધનિષ્ઠા નક્ષત્ર હશે અને ચંદ્રમાં મકર રાશિમાં બિરાજમાન રહેશે. એટલે કે મહાશિવરાત્રી પર ઘણા શુભ યોગોનું નિર્માણ થઇ રહ્યું.

જરૂર અર્પણ કરો જળ અને બીલીપત્ર

ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેને જળ અને બિલીપત્ર જરૂર પણ કરવા. શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવા સાથે એક કથા જોડાયેલી છે. જે અનુસાર સમુદ્રમંથન સમયે કાલકૂટ નામનું વિષ નીકળ્યું હતું. જે દેવતાઓ નાં ભાગમાં આવ્યું હતું. દેવતાઓ એ આ સ્થિતિથી બચવા માટે શિવજીને પ્રાર્થના કરી. દેવતાઓને બચાવવા માટે શિવજીએ સ્વયં તે વિષ પીઇ લીધું હતું. અને પોતાના કંઠમાં રાખ્યુ હતું. જેનાથી શિવજીનો કંઠ ભૂરો પડી ગયો હતો. કહેવામાં આવે છે તેજ કારણે શિવજીને ‘નીલકંઠ’ કહેવાય છે. આ વિષ નાં કરને શિવજી નું શરીર તપવા લાગ્યું હતું. તેમનું શરીર ઠંડુ રાખવા માટે દેવતાઓ એ તેમના મસ્તક પર જળ ચડાવવાનું શરૂ કર્યું. અને ઠંડી તાસીર હોવાના કારણે બીલીપત્રો ચડાવ્યાં.

આ રીતે થઈ બિલીની ઉત્પતિ

બીલીપત્ર નાં વૃક્ષની ઉત્પત્તિનું વર્ણન સ્કંદ પુરાણમાં જોવા મળે છે. કથા અનુસાર એકવાર દેવી પાર્વતીએ પોતાના મસ્તક નો પરસેવો લૂછીને જમીન પર નાંખ્યો. જેનાં થોડા ટીપાં મંદાર પર્વત પર પડ્યા અને બીલી નાં વૃક્ષની ઉત્પતિ થઈ. બીલીનાં વૃક્ષ વિશે લખવામાં આવે છે કે, આ વૃક્ષ ની જોડો માં ગિરિજા, તનમાં મહેશ્વરી, શાખાઓ માં દક્ષયાય્ણી, પાન માં પાર્વતી, ફૂલોમાં ગૌરી નો વાસ હોય છે.

આ રીતે કરો અર્પણ

  • ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે હંમેશા ઉંધુ બીલીપત્ર એટલે કે ચીકણી બાજુ તરફનું બીલીપત્ર શિવલિંગ પર રાખવું.
  • બીલીપત્ર હંમેશા અનામિકા અને અંગૂઠા અને મધ્યમ આંગળીની મદદથી ચડાવવું.
  • બીલીપત્ર ૩ પાનવાળું જ અર્પણ કરવું. માનવામાં આવે છે કે, તેનાં મૂળ ભાગમાં દરેક તીર્થોનો વાસ હોય છે. તેની સાથે જ જો બીલીપત્ર ચડાવો તો તે એકદમ સાફ હોવા જોઈએ બીલીપત્ર તૂટેલા કે ગંદા હોવા ના જોઈએ.
  • બીલીપત્ર કયારેય અશુદ્ધ નથી થતા પહેલા ચડાવેલું બીલીપત્ર ફરી ધોઈને ચડાવી શકાય છે.
  • માન્યતા છે કે, જે ઘરમાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં ધનની કમી ક્યારેય થતી નથી.
  • જે ભગવાન શિવજીને બીલીપત્ર ચડાવે છે તેનાં દરેક દુઃખ દૂર થાય છે. અને ભોળાનાથ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
  • ચોથ, આઠમ, અમાસ અને સોમવારે બિલિપત્ર તોડવા નહીં.

જે લોકો ભગવાન ભોળાનાથને બીલીપત્ર અને જળ અર્પણ કરે છે. તેનાં પર શિવજી ની કૃપાદૃષ્ટિ બની રહે છે. બીલીપત્ર ચડાવવાથી દરિદ્રતા દૂર થાય છે. વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે. એટલું જ નહીં જે લોકોનાં વિવાહ ન થઈ રહ્યા હોય તે લોકો શિવજીને બીલીપત્ર અને જળ ચડાવે છે તો તેનાં વિવાહ જલદી થાય છે. અને સાચા જીવનસાથી પ્રાપ્ત થાય છે. જે લોકો મહાશિવરાત્રીનું વ્રત રાખે છે અને પૂરો દિવસ ફક્ત ફળ અને દૂધનું સેવન કરે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *