શિયાળામાં ખજૂરની સાથે ગરમ દૂધનું સેવન કરવાથી, આ સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મળશે

તમે ખજૂર વિશે સાંભળ્યું જ હશે. ખજૂર એક પ્રકાર નું ડ્રાયફ્રુટ છે. જેનો ઉપયોગ લાડુ, ખીર કે અન્ય મીઠાઈ બનાવવામાં થાય છે. ખજૂર ખાવામાં સ્વાદિષ્ટ તો છે સાથે જ તેમાં ઘણા ફાયદા રહેલા છે.જે રીતે દ્રાક્ષને સુકવીને કિસમિસ બનાવવામાં આવે છે. એવી જ રીતે ખારેક ને સુકવી અને ખજૂર બનાવવામાં આવે છે. ખારેકનો સ્વાદ ખૂબ મીઠો હોય છે. તમને ખ્યાલ હશે કે ખજૂરમાં ઔષધીય ગુણ પણ રહેલા હોય છે.શિયાળામાં ગરમ દૂધની સાથે તેનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. વિટામીન ઈ અને બી થી ભરપૂર ખજૂર ધણા પ્રકારની બીમારીઓ સામે લડવામાં મદદરૂપ થાય છે. ચાલો આપણે જાણીએ ખજૂર અને ગરમ દૂધ નાં સેવન થી થતા ફાયદાઓ વિશે
ડાયાબિટીસ માં મદદરૂપ
ગરમ દૂધની સાથે ખજૂર નું સેવન કરવાથી શરીર ને તાકાત મળે છે. ડાયાબિટીસ માટે ખજૂર ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. ડાયાબિટીસ નાં દર્દીએ ખજૂરનાં બીજ કાઢીને દિવસમાં ઓછામાં ઓછા ૮ થી ૧૦ ખજૂરનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી છ મહિનામાં તેને આરામ મળશે. ખજૂરમાં પ્રાકૃત્તિક મિઠાશ હોય છે. જેનાથી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી.
અસ્થમામાં રાહત
દરરોજ બે થી ચાર ખજૂરનાં બીજ કાઢીને દૂધ સાથે ઉકાળી ત્યારબાદ ખજૂર નું સેવન કરવું અને દૂધ પી જવું. આમ ધીમે ધીમે કફ બહાર નીકળી જાય છે. જેથી અસ્થમામાં રાહત થાય છે. ખજૂર ની તાસીર ગરમ હોય છે. જેનાથી ફેફસા અને હૃદયને ફાયદો થાય છે.
વારંવાર પેશાબ જવાની સમસ્યામાંથી છુટકારો
કહેવામાં આવે છે કે ૩૦૦ ગ્રામ ખજૂરને દૂધ સાથે ઉકાળી અને ત્યારબાદ તે ખજૂરનું સેવન કરવું અને દૂધને પીવાથી વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થાય છે. તેમજ ઘણા બાળકોને આદત હોય છે કે રાતે પથારીમાં પેશાબ કરી દે છે. જો તમારા બાળક ને પણ આ સમસ્યા હોય તો તેને દરરોજ બે પેશી ખજૂર ની આપવી. અથવા સુતી વખતે ખજુરવાળું દૂધ આપવું. થોડા દિવસોમાં જ તેને પથારીમાં પેશાબ કરવાની સમસ્યામાંથી છુટકારો મળશે.
માસિક ધર્મમાં રાહત
સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ નાં દુખાવા માંથી પસાર થવું પડે છે. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓના પેટમાં દુખાવો, કમરમાં દુખાવો સાથે જ હાથ પગ માં દુખાવાની સમસ્યા રહે છે. એવામાં નિયમિત રૂપથી ખજૂર નું ગરમ દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેમાં રાહત મળે છે.
કબજિયાતમાં આરામ
બે થી ચાર ખજૂરની પેશીને ગાયનાં દૂધ સાથે ઉકાળી ને રોજ સવાર સાંજ સેવન કરવામાં આવે તો કબજીયાતની સમસ્યામાંથી રાહત મળે છે. દરરોજ સવારે અને સાંજે બે થી ત્રણ ખજૂરની પેશી નું સેવન કરી. ત્યારબાદ ગરમ પાણીનું સેવન કરવામાં આવે તેનાથી પણ કબજિયાત માં રાહત મળશે.