શિયાળાની ઋતુમાં ચહેરા પર લગાવો આ આકર્ષક ફેઈસ પેક સંપૂર્ણપણે ગાયબ થઈ જશે ત્વચાની કાળાશ

શિયાળાની ઋતુમાં ત્વચા અને વાળ પર સૌથી ખરાબ અસર થાય છે અને ઠંડીના કારણે ડ્રાયનેસ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. આવામાં એ ખૂબ જ જરૂરી બની જાય છે કે તમે તમારી ત્વચા અને વાળની સંભાળ સારી રીતે કરો. ત્વચા અને વાળ આ ઋતુમાં વ્યવસ્થિત રહે અને તેને કોઈપણ જાતનું નુકસાન ન પહોંચે તે માટે નીચે આપવામાં આવેલ ઉપાયો કરી જુઓ. આ ઉપાયોની મદદથી તમને ચમકદાર ત્વચા અને વાળ મળશે. આવો સૌથી પહેલા જાણીએ ત્વચાને સંબંધિત ઘરેલુ ઉપાયો
હળદર અને દહીનુ ફેસપેક
ત્વચા માટે દહી અને હળદરનું ફેસપેક ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. આ બંને વસ્તુને ચહેરા પર લગાવવાથી ચહેરા પરની કાળાશ દૂર થઈ જાય છે. બે ચમચી દહીંમાં હળદર મિક્સ કરી દો. તેમાં મધ અને લીંબુ નાખો. ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને પાણીની મદદથી સાફ કરી લો. આ કેસપેક એક કાતરે લગાવો. ત્વચામાં ફરક જોવા મળશે. ત્વચા એકદમ મુલાયમ થઈ જશે અને ચહેરા પર નિખાર પણ આવશે
હળદર અને દહીં આ ફેસપેકનાં ફાયદાઓ
- દહીમાં કેલ્શિયમ, ચરબી અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે ત્વચા માટે સારા માનવામાં આવે છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અસરકારક છે.
- વધતી ઉંમરની અસરને ઓછી કરવા માટે આ ફેસપેક ખૂબ જ ફાયદાકારક છે. આ ફેસપેકને ચહેરા પર લગાવવાથી ચહેરો જુવાન દેખાવા લાગે છે. હળદરમાં એન્ટિસેપ્ટિક, એન્ટી બેક્ટેરીયલ, એન્ટીઇન્ફલેમેટરી જેવા તત્વો હોય છે.
- આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ટૈનીંગ પણ દૂર થઈ જાય છે અને ચહેરાનો રંગ સાફ થઈ જાય છે.
- ચહેરા પર અને ગળા પર હળદરનો ફેસપેક લગાવવાથી કાળાશ પણ દૂર થાય છે.
- ઘણા લોકોને શુષ્કતાને કારણે ત્વચા પર ખંજવાળ આવે છે, પરંતુ આ ફેસપેક લગાવવાથી ખંજવાળ દૂર થાય છે. આ સિવાય હળદર અને દહીં થી બનેલો ફેસપેક ડેડ સ્કીનને દુર કરવા માટે પણ અસરકારક સાબિત થાય છે.
દૂધ-કેળા અને મધનો ફેસપેક
શિયાળાની ઋતુમાં ચહેરા પર દૂધ અને મધનો ફેસપેક લગાવો. એક ચમચી દૂધમાં કેળાની પેસ્ટ અને થોડો ચણાનો લોટ ઉમેરો તેને ચહેરા પર અને ગળા પર લગાવો. તેને સારી રીતે સુકાવા દો. પછી તેને પાણીથી સાફ કરી લો દરરોજ આ પેક લગાવો.
દૂધ કેળા અને મધનો ફેસપેકનાં ફાયદાઓ
આ કેસપેક લગાવવાથી ચહેરા પરની ડ્રાયનેસ દૂર થાય છે અને ચહેરો મુલાયમ થાય છે.
- ચહેરા પરની ફોલ્લીઓ દૂર થાય છે.
- ત્વચાનો રંગ સાફ થાય છે.
- ઉંમર ઓછી દેખાય છે.
વાળનો માસ્ક
શિયાળાની ઋતુમાં તમારા વાળ મુલાયમ રહે અને ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે નીચે જણાવેલ હેર માસ્કને તમારા વાળ પર લગાવો.
દહીં અને મધનું હેર માસ્ક
દહીંને સારી રીતે મિક્સરમાં પીસી લો. ત્યારબાદ તેમાં મધ ઉમેરો બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને તમારા વાળ પર અડધો કલાક માટે લગાવો. ત્યારબાદ નવશેકા પાણીથી તમારા વાળ સાફ કરી લો. આ પેક વાળ પર લગાવવાથી ખોડો દૂર થઈ જશે અને તમારા વાળની શુષ્કતા પણ દૂર થશે.
કેળા અને મધ
કેળાનું હેર માસ્ક ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તેને વાળ પર લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને વાળ મુલાયમ બને છે. એક કેળાને મિક્સરમાં સારી રીતે પીસી લો. તે એકદમ પતલુ થઈ જાય, ત્યારે તેમાં મધ ઉમેરો. ત્યારબાદ તેને મિક્સ કરી હેર માસ્ક બનાવી તેને વાળમાં લગાવો. તેને સારી રીતે સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે વાળને નવશેકા પાણીથી સાફ કરી લો. આ માસ્ક અઠવાડિયામાં બે વાર લગાવવાથી તમને વાળમાં અસર જોવા મળશે.