શનિ ગ્રહ ની મહાદશા થી બચવા માટે કરો આ વસ્તુ ધારણ, જાણો તેને ધારણ કરવા અંગેનાં નિયમો

શનિદેવ ને ન્યાય નાં દેવતા માનવામાં આવે છે. અને તેની પૂજા કરવાથી શનિની સાડાસાતી, શનિની મહાદશા અને શનિ અંતર્દશા થી રક્ષા થાય છે. માન્યતા છે કે, જીવનમાં શનિની સાડાસાતી, દશા, મહાદશા, અને અંતર્દશા એકવાર જરૂર આવે છે. તેના કારણે જાતક જીવન માં પરેશાની આવવા લાગે છે અને દરેક કામ બગડવા લાગે છે. શનિનાં કારણે વ્યક્તિ ની જીવન કષ્ટો થી ભરાઈ જાય છે. માટે ખૂબ જ જરૂરી છે કે, શનિની સાડાસાતી, દશા, મહાદશા અને અંતર્દશા શરૂ થાય ત્યારે રક્ષણ મેળવવા માટે આ ઉપાયો અને શનિદેવની પૂજા કરવી. શનિદેવની પૂજા કરવાથી અને આ ઉપાય કરવાથી શનિની સાડાસાતી, દશા, મહાદશા અને અંતર્દશા થી તમારી રક્ષા થઈ શકે છે.
ધારણ કરો લોખંડ ની વીટી
શનિની મહાદશા, સાડાસાતી, દશા, અંતર્દશા થી બચવા માટે અને તેનાથી રક્ષણ મેળવવા માટે લોખંડ ની વીટી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ લોખંડ ની વીંટી ધારણ કરવાથી શનિની મહાદશા, સાડાસાતી, દશા થી રક્ષણ મળે છે અને શનિદેવ તમને અનુકૂળ થઈને ફળ આપે છે. જોકે આ વીંટી ધારણ કરવાની પ્રક્રિયા છે અને તે પ્રક્રિયા અનુસાર ધારણ કરવાથી જ ફળની પ્રાપ્તિ થાય છે. કેટલાક લોકો વીટી કેવી રીતે ધારણ કરી તેનાં વિશે જાણતા નથી જેના કારણે તે ખોટી રીતે ધારણ કરી લે છે અને તેના કારણે તેનું ફળ પ્રાપ્ત થતું નથી.
લોખંડ ની વીંટી ધારણ કરવા નાં નિયમો
- શનિની સાડાસાતી, મહાદશા અને અંતર્દશા ની અસર જીવનમાં પડે ત્યારે લોખંડ ની આ વીંટી ધારણ કરવી. શનિદેવને લોખંડ ખૂબ જ પ્રિય છે માટે લોખંડ ની વીંટી ધારણ કરવી જોઈએ.
- આ વીંટી ધારણ કરતા પહેલા પંડિતને તમારી કુંડળી જરૂર બતાવી અને તેની સલાહ મુજબ જ તેને ધારણ કરવી. ઘણી વાર કેટલાક લોકો પંડિત ની સલાહ વગર જ આ વીંટી ધારણ કરી લે છે જે ખોટી રીત છે. જો કુંડળી બતાવ્યા વગર જ તેને ધારણ કરો છો તો અન્ય ગ્રહોની સ્થિતિને કારણે તેનો વિપરિત પ્રભાવ પણ જોવા મળી શકે છે.
- લોખંડ ની વીંટી ધારણ કરતા પહેલાં તેને પવિત્ર કરવા માટે શનિદેવ નાં ચરણોમાં રાખી અને શનિદેવનું પૂજન કરવું પૂજન કર્યા બાદ જ તેને ધારણ કરવી.
- શનિદેવની વીંટી મધ્ય આંગળીમાં જ ધારણ કરવી જોઈએ જેને ડાબા હાથ ની વચ્ચેની આંગળીમાં ધારણ કરવી માન્યતા છે કે, આ આંગળીમાં વીંટી ધારણ કરવાથી ઉત્તમ ફળની મળે છે. મધ્યમ આંગળીની નીચે શનિ પર્વત સ્થિત હોય છે.
- લોખંડ ની વીંટી ફક્ત સારા નક્ષત્રમાં જ ધારણ કરવી ધારણ કરવા માટે શનિવાર નાં સાંજનો સમય ઉત્તમ રહેશે. પુષ્ય, અનુરાધા, ઉત્તરાભાદ્રપદ અને રોહિણી નક્ષત્રમાં ધારણ કરવી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. માટે આ નક્ષત્ર અને દિવસે વીંટી ધારણ કરવી.
- લોખંડ ની વીંટી ધારણ કર્યા બાદ સફાઈ અંગે ખાસ ધ્યાન રાખવું સમય સમય પર તેને સાફ કરવી ગંદી વીંટી ધારણ કરવાથી નુકસાન થઈ શકે છે. એકવાર વીંટી ધારણ કર્યા બાદ તેને કાઢવી નહિ. જોકે ઘણા લોકો વીંટી ધારણ કર્યા બાદ તેને વારંવાર કાઢીને મૂકી દે છે જે ખોટું ગણવામાં આવે છે વારંવાર કાઢવાથી તેનો પ્રભાવ ખતમ થઇ જાય છે અને તેનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી.
- જે લોકોની કુંડળીમાં શનિ શુભ ફળ પ્રદાન કરી રહ્યા હોય તે લોકો એ વીંટી ધારણ કરવી જોઈએ નહીં એવું કરવાથી શનિ ગ્રહ તમારા અનુકૂળ રહેશે નહિ. ફક્ત એ લોકો એ જ ધારણ કરવી જેની કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય.