શનિદેવ પાસેથી હનુમાનજી એ લીધું પોતાના ભક્તો થી દૂર રહેવાનું વચન, જાણો તેનાં વિશે

શનિદેવ પાસેથી હનુમાનજી એ લીધું પોતાના ભક્તો થી દૂર રહેવાનું વચન, જાણો તેનાં વિશે

સવારનો સમય હતો હનુમાનજી શ્રી રામજી નાં ધ્યાનમાં મગ્ન હતા તેમને પોતાના તન-મન નું પણ ધ્યાન ન હતું સમુદ્રની લહેરો નો અવાજ પણ તેમને સંભળાતો રહ્યો ન હતો તેનાથી થોડે જ દૂર સૂર્યપુત્ર શનિદેવ પણ વિચરણ કરી રહ્યા હતા. તે વિચારતા હતા કે કોને પોતાનો શિકાર બનાવે પરંતુ સમુદ્ર તટ પર દુર સુધી તેમને કોઈ દેખાયું નહિ અચાનકથી શનિદેવની દ્રષ્ટિ આંખો બંધ કરીને બેઠેલા હનુમાનજી પર પડી તેઓ હસતા હસતા હનુમાનજી ની નજીક ગયા તેમણે દૂરથી જ હનુમાનજીને બોલાવ્યા અને તેમણે કહ્યું કે, એ વાનર જલ્દીથી આંખો ખોલ હું તારી સુખ-સુવિધા ને નષ્ટ કરવા માટે આવ્યો છું. હું સૂર્ય પુત્ર છું. આ સૃષ્ટિમાં એવું કોઈ નથી જે મારો સામનો કરી શકે.શનિદેવ વિચારતા હતા કે, તેમનું નામ સાંભળીને હનુમાનજી તરત જ ડરી જશે અને તેમના ચરણો પર નમી જશે અને પોતાના પ્રાણોની ભીખ માંગશે. પરંતુ એવું કશું થયું નહીં હનુમાનજી એ ધીરેથી આંખો ખોલી અને ગુસ્સા થી કાળા થી પડી ગયેલ શનિદેવ ને જોયા પછી ચહેરા પર અચરજનો ભાવ લાવીને પૂછ્યું મહારાજ તમે કોણ છો ? હું તમારી શું સેવા કરી શકું.

હનુમાનજી ની વાત સાંભળીને શનિદેવ ને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમને કહયું કે, અરે મૂર્ખ હું ત્રણેય લોકોને ભયભીત કરવાવાળો શનિ છું. આજે હું તારી રાશિ પર આવ્યો આવી રહ્યો છું સાહસ હોય તો મને રોક. હનુમાનજીએ હસતા હસતા કહ્યું તમારી નાક પર ગુસ્સો ખૂબ જ જલ્દી આવી જાય છે. મહારાજ હું તો વૃદ્ધ વાનર અને તમે યુવા સૂર્યપુત્ર હું તમને શું રોકી શકું પ્રાર્થના કરી શકું છું કે વ્યર્થ ક્રોધ છોડી દો અને મને આરામથી શ્રી રામજીની આરાધના કરવા દો. શનિદેવ આગળ વધ્યા અને હનુમાનજી ને પકડીને ખેચવા લાગ્યા હનુમાનજી ને લાગ્યું કે તેને કોઈ અંગારા પર રાખી રહ્યું છે. એક જટકા થી તેઓ શનિદેવની પકડમાંથી છૂટી ગયા શનિદેવે વિકરાળ રૂપ ધારણ કરી તેમને ફરી પકડવા લાગ્યા હનુમાનજી ની ધીરજ ખૂટી અને બસ રામનું નામ લઈને પોતાની પૂછ આગળ વધારવાનું શરૂ કર્યું. પૂછ જેમ જેમ વધારતા ગયા તેમ તેમ શનિદેવ તેમાં ફસાતા જતા શક્તિ નાં અભિમાનને લીધે શનિદેવ ને શરૂ-શરૂમાં તેનો અહેસાસ થયો નહીં જ્યારે એ પૂરી રીતે ફસાઈ ગયા ત્યારે તેમણે પૂરી શક્તિ લગાવીને પુછ ને તોડવાની કોશિશ કરી.

શનિદેવ નું અભિમાન હજી ઓછું થયું ન હતું અને તેઓ બોલ્યા તું તો શું તારા શ્રીરામ પણ મારું કંઈ બગાડી શકે એમ નથી શ્રી રામ વિશે સાંભળીને હનુમાન જ કઠોર બની ગયા અને તેમણે સમુદ્ર તટ પર દોડવાનું શરૂ કર્યું. જ્યારે હનુમાનજી દોડવા લાગ્યા ત્યારે તેની લાંબી પૂછ ઘણી શિલાઓ સાથે અથડાવા લાગી અને વૃક્ષો સાથે પણ અથડાવા લાગી. પૂછ સાથે બંધાયેલ શનિદેવ ની હાલત ખરાબ થઈ ગઈ અને તેમનાં વસ્ત્રો પણ ફાટી ગયા. પણ હનુમાનજી સમુદ્ર ની ફરતે ભાગતા જ રહ્યા શનિદેવે સૂર્યદેવને પોકાર્યા અને મનમાં ને મનમાં દેવી દેવતાઓને પણ યાદ કર્યા પરંતુ કોઈ પણ સહાયતા કરવા માટે આવ્યુ નહી.

અંતે શનિદેવે હનુમાનજીને કહ્યું દયા કરો મહારાજ મને મારી ઉધ્તાઈ નું પરિણામ મળી ચૂક્યું છે. મારા પ્રાણ ને બક્ષી દો. હું તમને વચન આપું છું કે ભવિષ્યમાં તમારી છાયાથી પણ દૂર રહીશ. હનુમાનજીએ શનિદેવને છોડી દીધા અને કહ્યું કે ફક્ત મારી છાયા થી જ નહીં પરંતુ મારા ભક્તોની છાયાથી પણ દૂર રહેવું પડશે ત્યારે શનિદેવે વચન આપ્યું કે, ભક્તોની છાયાથી પણ દૂર રહેશે. શનિદેવ એ કહ્યું કે, તમારા ભક્તોથી અને જેનાં  મુખમાંથી તમારું નામ નીકળશે તેની પાસે પણ હું જઈશ નહિ. શનિદેવ ની વાત સાંભળીને હનુમાનજી નો ક્રોધ શાંત થયો અને તેને શનિદેવને મુક્ત કર્યા.

 

shreeji1807

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *