શનિવાર નાં દિવસે ન ખરીદવી આ વસ્તુઓ, થઈ શકે છે શનિદેવ નારાજ

શનિ દોષ નો દરેક વ્યક્તિને ભય લાગે છે અને શનિ દોષથી બચવા માટે લોકો કેટલાક ટોટકા ઓ કરતા હોય છે જો તમે આ દોષ થી બચવા ઇચ્છતા હોવ તો આ દોષ દૂર કરવા ઇચ્છતા હોવ તો શનિવાર નાં ટોટકા કરવા ઉપરાંત નીચે જણાવેલ ચીજવસ્તુઓ ખરીદવા થી બચવું. જો તમે શનિવાર નાં દિવસે આ વસ્તુઓ ખરીદો છો તો શનિદેવ નારાજ થઈ શકે છે. ચાલો જાણીએ તે વસ્તુઓ કઈ છે
લોખંડની વસ્તુઓ
શનિવાર નાં દિવસે ભૂલથી પણ લોખંડની વસ્તુ ખરીદવી જોઈએ નહિ તેનાથી શનિ ગ્રહ ભારી થઈ શકે છે. માનવામાં આવે છે કે, આ દિવસે છે લોખંડની વસ્તુઓ ખરીદીને ઘરે લઈ આવે છે તે તેની સાથે શનિ ગ્રહને પણ ઘરે લાવે છે તેથી શનિવાર નાં દિવસે લોખંડની વસ્તુઓ ભુલથી પણ ન ખરીદવી.
કાળા તલ
શનિવાર નાં દિવસે કાળા તલ ખરીદવાથી બચવું શનિવાર નાં દિવસે કાળા તલ ખરીદવું શુભ ગણાતું નથી. શનિ દોષ હોય તો શનિવાર નાં દિવસે કાળા તલ ખરીદવાના બદલે તેનું દાન કરવું તમે આગલા દિવસે તલ ખરીદી શકો છો. તેમજ શનિદોષ દૂર કરવા માટે શનિવાર નાં દિવસે કાળા તલ પીપળા નાં ઝાડ પર ચડાવવા એવું કરવાથી શનિ દોષ દૂર થાય છે. આ ઉપરાંત શનિદેવની પૂજા કરતી વખતે કાળા તલ અર્પણ કરવા.
કાળા શુઝ
શનિવાર નાં દિવસે કાળા શુઝ ખરીદવા અશુભ ગણાય છે.આ દિવસે કાળા શુઝ ખરીદ વાથી શનિ ગ્રહ ભારે થઈ શકે છે તેથી શનિવાર નાં દિવસે ભૂલથી પણ શુઝ ખરીદવા નહીં માનવામાં આવે છે કે, શનિવાર નાં દિવસે કાળા કલર નાં શુઝ ખરીદવાથી કાર્યમાં અસફળતા મળે છે.
નિમક
શનિવાર નાં દિવસે નિમક ખરીદવા થી શનિદેવ નારાજ થઈ શકે છે સાથે જ ધનહાનિ પણ થઈ શકે. માન્યતા છે કે, શનિવાર નાં દિવસે નિમક ખરીદવાથી કર્જ થઈ શકે છે અને આર્થિક નુકશાન થઇ શકે છે.
શનિવારના દિવસે આ કાર્યો કરવા
- શનિવાર નાં દિવસે ઝાડું ખરીદવું શુભ ગણાય છે. આ દિવસે નવું ઝાડું ઘરમાં લાવવાથી શનિદોષ દૂર થાય છે.
- શનિવાર નાં દિવસે ચપ્પલ નું દાન જરૂર કરવું તે દિવસે દાન કરવાથી શનિ ગ્રહ શાંત રહે છે.
- આ દિવસે ગરીબોને ભોજન કરાવવું
- શનિવાર નાં દિવસે સરસવ નાં તેલનું દાન કરવું અને શનિવાર નાં દિવસે તલના તેલનો દીવો શનિદેવની પૂજા કરતી વખતે કરવો.
- શનિવાર નાં દિવસે કાળા કલરનાં કપડાં પહેરવાં પરંતુ કાળા કલરનાં કપડા ખરીદવા નહીં
- શનિવારના દિવસે શનિ દેવની સાથે હનુમાનજી ની પૂજા કરવી એક કથા અનુસાર આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી અને તેને સરસવનું તેલ અર્પણ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આજ કારણે શનિદેવ નાં મંદિરમાં હનુમાનજીની મૂર્તિ અવશ્ય હોય છે.
- લોખંડ ની ધાતુ શનિદેવ સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે, જો શનિવારના દિવસે લોખંડ ની ધાતુ દાન કરવામાં આવે તો શનિ દોષ દૂર થઈ જાય છે. તેમજ શનિદેવ ને લોખંડની ધાતુ અર્પણ કરવામાં આવે તો પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
- શનિવાર નાં દિવસે આ મંત્રોનો જાપ કરવો
- શનિવાર નાં દિવસે નીચે જણાવેલા મંત્રનો જાપ કરવાથી શનિ દોષથી રક્ષા મળે છે. આ મંત્રોનો જાપ શનિવાર નાં દિવસે શનિદેવ ની પૂજા કરતી વખતે કરવા.
- – ॐ शन्नोदेवीरभिष्टय आपो भवन्तु पीतये शन्योरभिस्त्रवन्तु न:।
– ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:
– ॐ ऐं ह्लीं श्रीशनैश्चराय नम:।
-शनि का तंत्रोक्त मंत्र- ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:
– कोणस्थ पिंगलो बभ्रु: कृष्णो रौद्रोन्तको यम:।
सौरि: शनैश्चरो मंद: पिप्पलादेन संस्तुत:।।