શ્રી હરિ નાં ભાવિ અવતાર કલ્કિ અવતાર થી થશે પાવન ધરતી, જાણો કેવી રીતે

વિષ્ણુ ભગવાન નો ભાવિ અવતાર થશે કલ્કી
કલ્કી અવતાર ને વિષ્ણુ ભગવાન નો ભાવિ અવતાર ગણવામાં આવે છે. પુરાણ કથા અનુસાર કળયુગ માં પાપ ની સીમા પાર થવાના કારણે વિશ્વમાં દુષ્ટોનો સંહાર કરવા માટે કલ્કી અવતાર પ્રગટ થશે. યુગ પરિવર્તનકારી ભગવાન નાં શ્રી કલ્કિ અવતારનું પ્રયોજન વિશ્વ કલ્યાણ માટે નું બતાવવામાં આવે છે. ભગવાનનો અવતાર નિષ્કલંક ભગવાન નાં નામથી પણ ઓળખવામાં આવશે. તેમજ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વિષ્ણુજી નાં અવતારોની કથા નું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
સમ્ભલ ગામ માં જન્મ લેશે કલ્કી અવતાર
શ્રીમદ ભાગવત મહાપુરાણ નાં બાર માં સ્કંધ નાં બીજા અધ્યાયમાં ભગવાન ના કલ્કી અવતારની કથા નું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવે છે કે સમ્ભલ ગામ માં વિષ્ણુ યશ નામ નાં શ્રેષ્ઠ બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે ભગવાન નો જન્મ થશે તે દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને પોતાની તલવારથી દુષ્ટોનો સંહાર કરશે ત્યારે સત્ય યુગનો પ્રારંભ થશે.
ભગવાન કલ્કિ અવતાર કરશે ૨ લગ્ન
ભગવાન શ્રી કલ્કિ અવતાર નિષ્કલ અવતાર છે. તેમના પિતાનું નામ વિષ્ણુ યશ અને માતાનું નામ સુમતિ હશે તેમના ભાઈઓ નું નામ સુમન્ત, પ્રાજ્ઞ અને કવિ નામ હશે. યાજ્ઞવલ્ક્યજી પુરોહિત અને ભગવાન પરશુરામ તેમના ગુરુ હશે. ભગવાન શ્રી કલ્કિ ને બે પત્નીઓ હશે લક્ષ્મી રૂપી પ્રમ્ભા અને વૈષ્ણવી શક્તિ રૂપી રમા તેના પુત્ર હશે જય, વિજય મેઘમાલ તથા બલાહક ભગવાનનું સ્વરૂપ પરમ દિવ્ય અને જ્યોતિમય હશે તેના સ્વરૂપની કલ્પના તેમના પરમ અનુગ્રહ થી જ કરી શકાય છે. ભગવાન શ્રી કલ્કિ અનંત કોટી બ્રહ્માંડ નાં નાયક છે. શક્તિ પુરુષોત્તમ ભગવાન શ્રી કલ્કિ અદ્રિતીય છે. ભગવાન શ્રી કલ્કી શ્વેત અશ્વ પર સ્વર હશે. અશ્વનું નામ દેવદત્ત છે ભગવાન નો રંગ ગોરો છે પરંતુ વધુ ક્રોધ માં કાળો પણ થઈ જાય છે. ભગવાને પીળા વસ્ત્ર ધારણ કરેલ હશે પ્રભુનાં હૃદય પર શ્રીવત્સ નાં ચિહ્ન અંકિત હશે. ભગવાન પૂર્વાભીમુખ અને અશ્વ દક્ષિણાભીમુખ છે. ભગવાન શ્રી કલ્કિ ની જમણી બાજુ લક્ષ્મી અને ડાબી બાજુમાં રમા બિરાજમાન છે. પ્ર્મ્ભા ભગવાનની સ્વરૂપા શક્તિ અને રમા ભગવાન ની સંહારીણી શક્તિ છે. ભગવાન ના હાથમાં પ્રમુખ રૂપ થી નદક અને તલવાર છે. ભગવાન નાં શરીરથી માંથી પરમ દિવ્ય ગંધ ઉત્પન્ન થતી હશે જેના પ્રભાવથી સંસાર નું વાતાવરણ પાવન થશે.