શ્રીકૃષ્ણ નાં લગ્નની સાથે જ શરૂઆત થઈ હતી, લાલ રંગ, સિંદૂર અને મંગલસૂત્ર ની પ્રથા, જાણો તેની સાથે સંકળાયેલી કથા

લગ્ન નાં સમયે લાલ રંગની વસ્તુઓ નો પ્રયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં લાલ રંગ ને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. અને દરેક લગ્નમાં લાલ રંગનો પ્રયોગ કરવો અનિવાર્ય ગણાય છે. જોકે લગ્ન સમયે આ રંગનો પ્રયોગ શા માટે કરવામાં આવે છે તે વિશે ઘણા ઓછા લોકોને જાણકારી છે. લાલ રંગનો પ્રયોગ કરવા પાછળ એક કથા છે. જે શ્રી કૃષ્ણ નાં લગ્ન સાથે સંકળાયેલી છે.કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણજી રુકમણીજી સાથે લગ્ન કરવા માટે જાન લઈને દ્વારકા થી રવાના થયા હતા. પરંતુ રસ્તામાં ઉંદરો એ ખૂબ જ ખાડા કર્યા કરી દીધા હતા. જેના કારણે શ્રકૃષ્ણજી નો રથ ખાડામાં ફસાઈ ગયો હતો અને જાનમાં આવેલા લોકોને ચાલવામાં પણ પરેશાની થતી હતી. રસ્તામાં પડેલા ખાડાઓને જોઈને શ્રીકૃષ્ણજી એ આંખ બંધ કરી ગણેશજીને યાદ કર્યા. ગણેશજી પ્રગટ થયા ગણેશજીને જોઈને શ્રીકૃષ્ણ એ તેમને પૂછ્યું કે આ રસ્તામાં ખાડા શા માટે કર્યા છે. રસ્તામાં ખાડા હોવાને કારણે મારો રથ સારી રીતે ચાલી શકતો નથી.
શ્રીકૃષ્ણના સવાલ પર ગણેશજી જવાબ આપ્યો. તેઓએ જણાવ્યું કે, તમે જાણતા-અજાણતા મારું અને ભૂમિપુત્ર મંગળ દેવ નું અપમાન કર્યું છે. જેના કારણે આ બધું થયું છે. ગણેશજીની આ વાત સાંભળી અને શ્રીકૃષ્ણ આશ્ચર્ય ચકિત થઈ ગયા અને તેમણે પૂછ્યું કે આખરે તેને એવું શું કર્યું છે. જેના કારણે ભૂમિપુત્ર મંગળ દેવ નારાજ થયા છે. ત્યારે ગણેશજીએ તેમને જણાવ્યું કે તમે શુભ કાર્ય કરતા પહેલા મારું પૂજન કર્યું નથી અને મને લગ્ન નું પ્રથમ નિમંત્રણ પણ આપ્યું નથી. આ ઉપરાંત જ્યારે તમે જાન લઈને નીકળ્યા ત્યારે ભૂમિપૂજન પણ કહ્યું નહીં. જેના કારણે ભૂમિપુત્ર મંગળ દેવ પણ નારાજ થયા છે.
શ્રીકૃષ્ણ એ ગણેશજીની માફી માંગી અને પોતાનાં લગ્નનું નિમંત્રણ આપ્યું. ગણેશજીએ તેમને માફ કર્યા અને ત્યારબાદ રસ્તાનાં ખાડાઓ બંધ કરી દીધા. અને મંગળ દેવને પ્રસન્ન કરવા માટે રસ્તામાં જ ભૂમિપૂજન કર્યું. અને નાળિયેર અર્પણ કર્યું. પરંતુ મંગળ દેવ પ્રસન્ન થયા નહીં ત્યારે ગણેશજી એ એક ઉપાય બતાવ્યો કે તમે મંગળ દેવને પ્રસન્ન કરવા માટે લાલ વસ્તુનો પ્રયોગ કરો કારણ કે મંગળ દેવને લાલ વસ્તુ ખૂબ જ પ્રિય છે. તેનાં ઉપયોગથી તે જલ્દીથી પ્રસન્ન થશે. ભગવાન ગણેશજીની વાત માનીને શ્રીકૃષ્ણને લાલ વસ્તુઓં મંગાવી.શ્રીકૃષ્ણનાં કહેવાથી રુકમણીજી એ પણ લાલ પોશાક પહેર્યો. જોકે મંગળ દેવ તો પણ પ્રસન્ન થયા નહીં. ત્યારબાદ શ્રીકૃષ્ણ એ એકવાર ફરીથી ગણેશજીનું સ્મરણ કર્યું અને પૂછ્યું કે હવે હું શું કરું?
ગણેશજીએ શ્રીકૃષ્ણ ને લાલ રંગની સાથે સિંદૂરનાનો પ્રયોગ કરવાનું કહ્યું અને તેનાથી રુકમણીજી ની માંગ ભર્વાનું કહયું. છતાં પણ મંગળ દેવ ની નારાજગી દૂર થઈ નહીં પરંતુ શ્રીકૃષ્ણે પણ હાર ન માની તેઓએ લગ્ન સમય દરમ્યાન મંગળ દેવ ને પ્રસન્ન કરવા માટે ઉપાય કર્યો. લાલ રંગનો દોરો લઈને રુકમણીજી નાં ગળામાં પહેરાવ્યો. આજે જેને મંગલસૂત્ર કહેવામાં આવે છે. કે ત્યારબાદ મંગળ દેવ પ્રસન્ન થયા અને મંગળને પ્રસન્ન થયા. આમ મંગળ દેવ અને ગણેશજી એ કહયું કે, આવનારા સમયમાં જે લોકો આ રીતે કરશે તેના લગ્ન સારી રીતે સંપન્ન થશે. આમ આ રીતે આ રીવાજોનો લગ્નમાં સમાવેશ થયો. આજે પણ આ રિવાજોનું પાલન કરવામાં આવે છે. જેમાં પ્રથમ ગણેશજીને નિમંત્રણ આપવામાં આવે છે. અને જ્યારે જાન રવાના થાય છે ત્યારે ભૂમિ પૂજન કરવામાં આવે છે. આ ઉપરાંત લગ્નમાં લાલ વસ્ત્ર, સિંદૂર અને મંગળસૂત્ર નો પ્રયોગ કરવામાં આવે છે.