શ્રી કૃષ્ણ નાં મુગટ માં જોવા મળતું મોરપીંછ માં છુપાયેલ છે અલૌકિક શક્તિઓ, દુર થાય છે જીવનની આ સમસ્યાઓ

હિન્દુ ધર્મ માં મોરની ગણતરી એક શુભ પક્ષી નાં રૂપમાં થાય છે. આ જ કારણ છે કે મોર ને ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. આનું એક કારણ એ પણ છે કે મોર ભગવાન શિવજી નાં પુત્ર કાર્તિકેયનું વાહન પણ છે. છેલ્લા કેટલાક દસકાઓથી લોકો પોતાના ઘરમાં મોરપીંછ રાખતા આવ્યા છે. એવી માન્યતા છે કે, મોરપીંછ ને ઘરમાં રાખવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરપીંછ રાખતા હતા. ઘણા ઋષિમુનીઓ નાં આશ્રમમાં પણ મોર ફરતા રહેતા હતા. આના કારણે ત્યાંના વાતાવરણમાં સકારાત્મક ઊર્જા વધતી જતી હતી.
આજે અમે તમને તમારી પાસે મોરપીંછ રાખવાના ફાયદાઓ જણાવવા જઈ રહ્યા છીએ. આની સાથે જ મોરપીંછ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતોની વિશે પણ જણાવીશું જો તમારા ઘરમાં નેગેટિવ ઊર્જા વધારે રહેતી હોય તો મોરપીંછ તમારા માટે એક ફાયદાકારક વસ્તુ છે. મોરપીંછ ઘરની નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાનું કાર્ય કરે છે. અને તેને ઘરમાં રાખવાથી હંમેશા પોઝિટિવ એનર્જી રહે છે. મનમાં સારા વિચારો આવે છે. કામમાં એકાગ્રતા વધી જાય છે. પરિવારમાં ઝઘડાઓ ઓછા થાય છે. અને મોરપીંછ ને ઘરમાં રાખવાથી એક શાંત અને સારો વાતાવરણ રહે છે.
સનાતન ધર્મ માં મોર ને ધનની દેવી લક્ષ્મી અને વિદ્યાની દેવી સરસ્વતી સાથે પણ જોડવામાં આવ્યો છે. એવું કહેવામાં આવે છે કે, મોરપીંછ ને જો ઘરની તિજોરીમાં અથવા તો પૂજા સ્થળ પર રાખવામાં આવે તો ધનની ક્યારેય કોઈ કમી થતી નથી. ઘર માં બરકત બની રહે છે. મોરપીંછ ને બુક ની વચ્ચે અથવા સ્ટડી ટેબલ પર રાખવાથી મગજ તેજ ચાલે છે. મા સરસ્વતી ની કૃપા તમારા પર બની રહે છે.
હિન્દુ ધર્મમાં વાસ્તુ ને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે, જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો દરિદ્રતા, અશાંતિ અને નકારાત્મક ઉર્જા જગ્યા બનાવી લે છે. તેમાં પણ મોરપીંછ નો ઉપયોગ લાભકારી થાય છે. તેનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે. મોરપીંછ ને પૂજા નાં સ્થાન પર રાખી તેની પૂજા કરવાથી ઘરની ઉન્નતિ થાય છે. ઘરમાં શ્રી કૃષ્ણ કે બાલ ગોપાલ ની મૂર્તિ હોય તો તેનાં મુગટ પર મોરપીંછ લગાવી શકાય છે તે નાથી તમને લાભ થશે.